________________
તા. ૧૬ એપ્રિલ, ૨૦૦૭
પ્રબુદ્ધ જીવન
હમે ઈશ્વરમાં માનો છો?
E ડૉ. રણજિત પટેલ (અનામી)
થોડાક માસ પૂર્વે મેં 'ધરતી'માં એક લેખ લખેલો. જેનું શીર્ષક હતુંઃ ‘ભગવાન મને ભગવાનોથી બચાવ', મારા એ લેખના પ્રતિભાવ રૂપે કેટલાક પત્રો ને ફોન આવેલા. મોટા ભાગના વાંચકોને મારા મંતવ્યનું પ્રતિપાદન કરેલું પણ બે જણે એવી પૃચ્છા કરેલી કે ‘તમે ભગવાનમાં માનો છો ?' મને આ પ્રશ્ને અંતર્મુખ બનાવી દીધો. ‘હા' ને 'ના' નો મેં જવાબ આપ્યો નથી પણ આ નાનકડા લેખમાં મારી માન્યતા કે શ્રદ્ધા વ્યક્ત કરવા પ્રયત્ન કરીશ.
વર્ષ થયાં...પણ કર્યે જ કરીને એ ભગવાનપદને પામ્યા. બે હજાર વર્ષ બાદ ગાંધીજી પણ એ વિભૂતિઓની કોટિમાં નહીં આવે એમ માનવાની જરૂર હું જોતો નથી. મતબલ કે અમુક પ્રકારના સશુળ, નિર્ગુણ તક્ષાવાળા જ ભગવાન એમ હું સમજતો નથી અને ખરેખર આવા કોઈ સ્વરૂપનું કોઈકે સદેહે દર્શન કર્યું જ હશે એ પરત્વે પણ હું શંકાશીલ છું. હજ્જારો વર્ષથી લોકો ભૂતપ્રેતની વાતો કર્યા કરે છે. પણ એક પણ માણસ એનું પ્રત્યક્ષ પ્રમાણ આપી શક્યો નથી...લાખ્ખો રૂપિયાનાં ઈનામોની જાહેરાત થવા છતાં પણ; એટલે ભગવાન પરત્વે આ અનાસ્થા કે અનાત્મવાદની વાત નથી પણ આ વૈજ્ઞાનિક યુગમાં, કારણ કાર્યભાવથી સમજી શકાય તેમાં શ્રદ્ધા રાખવાનો પ્રશ્ન છે. માનવી અને માનવજાતિની ઉત્ક્રાંતિમાં હું માનું છું. બાકી ઈશ્વર અને ધર્મ સંબંધે શ્રી કૃષ્ણમૂર્તિના વિચારો પણ જાણવા જેવા છે. તેઓ લખે છે : `Go to any place of worship--is God there? In the stone, in the word, in the ritual in the stimulated feeling of seeing something beautifully done? Religions have divided God as yours and mine, the Gods of the east and the Gods of the west, and each God has killed the other God. Where is God to be found !' મારા ભગવાન, તમારા ભગવાન, પૂર્વના ભગવાન, પશ્ચિમના ભગવાન-ધર્મો કે ધર્મોએ ઈશ્વરની વહેંચણી કરી લીધી છે. અને એક ભગવાને બીજા ભગવાનને મારી નાંખ્યો છે. પથ્થર, શબ્દ, કર્મકાંડોમાં છે ભગવાન ? સુંદરમે શ્રદ્ધાના આસન સમાન પત્થરમાં પ્રભુદર્શન કર્યાં, અનાદિ શબ્દ બ્રહ્મે કેટલાકની શ્રદ્ધા દૃઢાવી, કર્મકાંડનાં સોપાન કેટલાકને ટોચ પર દોરી ગયાં હશે પણ મોટે ભાગે તો સંકીર્ણ ધર્માંધતાએ જોડવા કરતાં તોડવાનું કામ ઝાઝું કર્યું છે એમ વિશ્વધર્મનો ઇતિહાસ ભણે છે. ધર્મને નામે કેટલી બધી ખૂનામરકી થઈ છે ? આકાશ ને પુછ્યું પ્રકોપથી કૃષ્ણમૂર્તિ પૂછે છે ઃ– ને
`Where is God to be found ?' ભગવાનને શોધવો ક્યાં?
મારા દાદા ને મારા પિતાજી તરફથી મને વારસામાં અધ્યાત્મના સંસ્કાર મળ્યા છે. દાદા, ભક્ત કવિ દયારામભાઈના અનુયાયી હતા, પિતાજી શંકરાચાર્યના સંસ્કારવાળા હતા. દાદાને ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા, ઉત્ત૨ વયમાં પિતાજીની વૃત્તિ ‘ગોરખ ! જાગતા નર સેવીએ' વાળી હતી. દાદા કરતાં મારી અધ્યાત્મવૃત્તિ પિતાજીના વાળવાળી ખરી. આસ્તિકતાના ઉદ્રેકમાં ક્વચિત નાસ્તિકતાની નહીં પણ અજ્ઞેયતાની ઝલક પણ આવી જતી ! પણ એ સ્થાયીભાવ રૂપે હરગીઝ નહીં . ઈશ્વર ભક્તિનાં મેં સેંકડો કાવ્યો લખ્યાં છે, પણ એમાં અંગત અનુભૂતિ કરતાં આપણા આધ્યાત્મિક વારસાની પરંપરાનું અનુસરણ, “અનુકરણ કે અનુરણન પણ હોય ! આવડા મોટા વિરાટ બ્રહ્માંડનો કોઈ કર્તા તો હશે પણ પ્રથમ મરઘી કે પ્રથમ ઈંડુ ? એ શંકા પ્રશ્ન તો રહે જ...જૈન ધર્મ, આ જગતને અનાદિ માને છે ને આ બધું કર્મના મહાનિયમથી વ્યવસ્થિતપણે ચાલે છે એમ કહે છે. જૈનો અને બૌતી કર્મને ભગવાન સમજે છે. કરે તેવું પામે, વાવે તેવું લણે. કર્મથી જ માણસ બ્રાહ્મણ કે ચાંડાલ. ‘કર્મ’ એટલે અગાઉથી નક્કી થઈ ગયેલું ભાવિ એવું આપણો હિંદુ વેદ ધર્મ પણ માનતો નથી; એમાં કર્મ કહેતાં પુરુષાર્થની પ્રશસ્તિ કરેલી છે, જેનો માને છે : “મસ્તક મુંડાવે કોઈ પણ માણસ શ્રમશ થતો નથી, ઓંકાર ઉચ્ચારે બ્રાહ્મણ હતો નથી; અરણ્યમાં વસવાથી મુનિ થતો નથી અને કુશશ્મીર (વલ્કલ) થકીતાપસ થતી નથી.' મતલબ કે કર્મથી જ માણસ-નરનો નારાયા થઈ શકે. અંગત રીતે હું રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર વગરેને આંશિક કે પૂર્ણરૂપે ભગવાનના અવતાર સમજતો નથી...એ બધી જ મહાન વિભૂતિઓ એમના કર્મે--પુરુષાર્થ કરીને એ પદને પામી છે. બ્રાહ્મણ ધર્મમાં વિષ્ણુના ચોવીસ અવતાર, જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકરો, બૌદ્ધ ધર્મના ચોવીસ બુઢી-એ પદને પોતાના કર્મ કરીને પામ્યા છે.
મારો જવાબ છે...એના સર્જનમાં, જેને આપશે દૂષિત કર્યું છે. પ્રભાતના સૂર્યોદયમાં, ફુલ્લચંદ્રની જ્યોત્સ્વામાં, હિમાલયની ભવ્યતામાં, ગંગાની પવિત્રતામાં, સાગરની અતલતામાં, આકાશની ફાટતામાં, નિહારિકાઓ ને આકાશગંગામાં, શિશુની નિર્દોષ આંખોમાં, સંતની પવિત્રતામાં, માતાના વાસમમાં, વિશ્વના આ
અરે ! આપણી વર્ણવ્યવસ્થાની પાર્યા પણ કર્મ જ છે, 'કર્મ' કરીૠનના લયમાં, વિકસતી કળીમાં અને અંતે, જાતિ દર્શાવનાર
માણસ બ્રાહ્મા થાય છે, કર્મે કરી ક્ષત્રિય થાય છે, કર્મે કરી વૈશ્ય થાય છે અને કર્મે કરી શુદ્ધ થાય છે, સત્યકામ જાંબાલીનો પુત્ર ખરી પણ એ સત્યવચને કરીને સાચી ા થયો. અરે આપણા સમયમાં થયેલા પૂ. ગાંધીજીનું જીવન્ત દૃષ્ટાંત...નરના નારાયણનું જ છે. રામકૃષ્ણને થયે પર્થિક હજાર વર્ષ ને બુદ્ધ-મહાવીરને થયું અઢી હજાર
આત્મામાં જ ભગવાનનું દર્શન ન થાય તો માનવું કે ભગવાન છે જ નહીં. નરસિંહે અમસ્તું નથી ગાયું -
‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ'. મતલબ કે આ બ્રહ્માંડ એ જ બ્રહ્મનું આદિ નિવાસસ્થાન છે. એનું કોચલું છે. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ ને જેવી સમજ તેવા ભગવાન. અવતારવાદ અને વ્યક્તિ-વિભૂતિ