________________
પરંપરા અને પ્રગતિ
પ્રેરણાથી તેણે કર્ણાવતીની લગોલગ નવું શહેર વસાવવાનો નિર્ણય કર્યો. ઈ.સ. ૧૪૧૧ના ફેબ્રુઆરીની ૨૭મી તારીખે ચાર પાક અહમદોના શુભ હસ્તે સાબરમતીના પૂર્વકિનારે માણેક બુરજ આગળ અમલાવાવનો પાયો નંખાયો” તે દિવસથી જ તેની ઉન્નતિનો સુવર્ણયુગ બેઠો એમ કહી શકાય.
એ વખતે સાબરમતી નદી હાલના માણેક્ચોકમાં માંડવીની પોળ આગળથી વહેતી. તેને તીરે માણેકનાથ બાવાનો આશ્રમ હતો.
નવું શહેર વસાવવા માટે અહમદશાહ પાટણથી એક લાખ પાયદળ, આઠસો હાથી, બત્રીસ હજાર ઊંટ, છસો તોપો, સોળ હજાર પોઠી, સોળસો ગાડાં ને પાંચ કરોડ રૂપિયા લઈને આવ્યો હતો.
પહેલાં ભદ્રનો કિલ્લો બંધાયો અને ત્યાં પાટણમાં હતી તેવી શહેરની રક્ષકદેવી ભદ્રકાલીની સ્થાપના કરી. પછી મહંમદ બેગડાના અમલ દરમ્યાન શહેરની દીવાલ બંધાઈ. તેનો છ માઈલનો ઘેરાવો હતો અને તેમાં બાર દરવાજા હતા. પછીનાં બસો વર્ષ દરમ્યાન સુલતાનોએ અને મોગલ સૂબાઓએ સુંદરતા અને ભવ્યતામાં એક એકથી ચડે તેવી અસંખ્ય ઇમારતો બાંધી. એક વખત એવો હતો, જ્યારે અમદાવાદમાં એકસાથે એક હજાર મિનારા દેખાતા. પરદેશી મુસાફરો તેના મહેલો, મસ્જિદો અને મકબરાની સ્થાપત્યક્લાનાં વખાણ કરતાં થાકતા નહીં. અમદાવાદને કોઈએ ભારતના શ્રેષ્ઠ નગર તરીકે ઓળખાવ્યું, કોઈએ તેને એશિયાના સુંદર અને મોટા શહેર તરીકે વર્ણવ્યું. ‘મિરાતે અહમદી’ના લેખક અલી મહમદ ખાને તેને ‘નગરીઓની રાણી’ અને ‘સામ્રાજ્યના ગૌરવ’નું બિરુદ આપ્યું હતું. ૧°
સલ્તનતના સમયમાં અમદાવાદમાં ૩૬૦થી ૩૮૦ જેટલાં પરાં હતાં, જેમાંનાં કેટલાંક શહેરના કોટની અંદર હતાં. હાલના ઉસ્માનપુરામાં એક હજાર દુકાનો હતી. કારીગરો ને વેપારીઓ ઉપરાંત મુસ્લિમ અધિકારીઓની ત્યાં વસાહત હતી. સુલતાનોના અમલ દરમ્યાન અમદાવાદના રસ્તા એટલા પહોળા હતા કે દસ ગાડીઓ એક્સાથે જઈ શકતી.૧૧
ભારતનાં ચાર શહેરોમાં સોનાની ટંકશાળ હતી. તેમાંનું એક અમદાવાદ હતું. અમદાવાદમાં એ વખતે કુડીબંધ કરોડપતિ હતા.૧૨ અહીં તૈયાર થયેલ જરી, કિનખાબ, સબ, રેશમ અને સુતરાઉ હાથવણાટના કાપડની એ જમાનામાં
Scanned by CamScanner