________________
૨૮]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય -અક્ષમ્ય-તિમિત-સાગર-હિમવા–અચલ-ધરણ–પૂરણઅભિચંદ્ર-વસુદેવ નામે દશ પુત્રો થયા. તે બધા દશ દશાહ કહેવાતા હતા, ત્યારબાદ સુભદ્રાએ એક પુત્રીને જન્મ આપે, તેનું જન્મલગ્ન જઈને નિમિત્તએ કહેલું કે આ પુત્રી સાર્વભૌમપુત્રને જન્મ આપશે.
અન્ધકવૃષ્ણિએ પુત્ર જન્મોત્સવ કરતાં પણ પુત્રીને જન્મોત્સવ ઘણા મોટા આડંબરથી કર્યો, શુભમુહુર્ત માતા-પિતાએ પુત્રીનું નામ “કુસ્તી” તથા “પૃથા” રાખ્યું હતું. યુવાવસ્થાએ પહોંચેલી પુત્રીને જોઈ માતા-પિતાને તેના યોગ્ય “વર”ની ચિંતા થવા લાગી, પિતાના પુત્ર સમુદ્રવિજયને પિતાની ચિંતાની વાત માતાપિતાએ કરી. સમુદ્રવિજયે સ્વયંવરને વિચાર છોડી દઈ, દરેક દેશમાં એગ્ય રાજકુમારની તપાસ કરવા માટે દૂત મોકલવાનો વિચાર કર્યો, અને સમુદ્રવિજયે મને કહ્યું કે હે કરક! દરેક દેશમાં જઈને કુતીને અનુરૂપ “પતિ ની તપાસ કર, કન્યાનું ચિત્ર લઈને દેશદેશ ફરતો હું અહીં આ આવ્યો છું. અને પાંડુરાજાને કન્યાના માટે યોગ્ય જાણી મને ખૂબ જ આનંદ થયે છે. વળી તે કન્યાને એક નાની બેન પણ છે. જેનું નામ માદ્રી છે, ચેઢિરાજ દમઘોષની સાથે તેના વિવાહ નક્કી કર્યા છે. પરંતુ કુન્તી મોટી હેવાથી જ્યાં સુધી તે કન્યાના લગ્ન થાય નહિ ત્યાં સુધી માદ્રીના લગ્ન નહિ થઈ શકે, માટે તે બંને કન્યાઓને સુખી કરવાને ભાર આપના ઉપર છે, ભીમે કુન્તીની