________________
lo
ન્યાયભૂમિકા
પ્રશ્ન:- ધર્મો ભલે જુદા જુદા અનેક છે. પણ જ્ઞાનને વિષય સાથે સંબંધ છે. અને વિષય તો બધામાં એક જ છે. તો જ્ઞાન કેમ જુદા જુદા થાય છે?
ઉત્તર:- તે તે ધર્મોથી પુરસ્કૃત થતો વિષય એક જ હોવા છતાં પુરસ્કર્તા ધર્મો જુદા જુદા હોવાથી ઘડામાં વિષયતા જુદી જુદી આવી છે. એટલે કે,
ઘડો જ્યારે ઘટવ ધર્મને આગળ કરીને વિષય બન્યો ત્યારે વિષયતા ઘટવ ધર્મને આગળ કરીને આવી, જ્યારે પૃથ્વીત્વ ધર્મને આગળ કરીને વિષય બન્યો ત્યારે તેનામાં વિષયતા પૃથ્વીત્વ ધર્મને આગળ કરીને આવી.
આ દરેક જ્ઞાનનો વિષય ઘડો છે, તેથી તે તે દરેક જ્ઞાનોથી નિરૂપિત વિષયતા ઘડામાં જ આવે છે. તેમ છતાં, તેમાં આવતી
ઘટત્વ પુરસ્કૃત્ય વિષયતા જુદી, • પૃથિવીવં પુરસ્કૃત્ય વિષયતા જુદી,
દ્રવ્યત્વ પુર – વિષયતા જુદી. આ વિષયતા જુદી જુદી હોવાથી તેના નિરૂપક જ્ઞાનોના આકાર પણ જુદા જુદા પડે છે.
હવે ઘટત્વને આગળ કરીને જે વિષયતા આવે છે, તે દુનિયાભરના દરેક ઘડામાં રહી શકે છે, કેમ કે દરેક ઘડામાં ઘટત્વ ધર્મ રહ્યો છે. એટલે કે જે કોઈ ચીજ “ઘડો’ છે તે દરેક ચીજમાં ‘ઘટવ' ઘર્મ રહ્યો હોઈ તે ધર્મને આગળ કરીને થતું એવું ‘યં પટ:’ જ્ઞાન થઈ શકે છે.
માટે દુનિયાભરના દરેક ઘડા મયં ઇટ:’ જ્ઞાનના વિષય બની શકે અને એ દરેક ઘડામાં ઘટત્વ ધર્મને આગળ કરીને આ જ્ઞાનની વિષયતા આવી હોય છે. - પણ, દુનિયામાં રહેલી પટ વગેરે જે અન્ય ચીજો છે તેમાં “ઘટત્વ' ધર્મ નથી. માટે તે ચીજોમાં ઘટત્વ ધર્મ આગળ થઈ શકતો નથી. એટલે કે એ ચીજ ઘટત્વ ધર્મને આગળ કરીને કોઈપણ જ્ઞાનનો વિષય બની શકતી નથી. એટલે કે એ ચીજોને ઉદ્દેશીને અયંઘટઃ એવું જ્ઞાન થઈ શકતું નથી. એટલે કે એ ચીજોમાં ‘યં પટ:' જ્ઞાનની વિષયતા આવતી નથી.
આના પરથી એ જણાય છે કે “અયં ઘટઃ' એવું જ્ઞાન કે જે ઘટત્વ ઘર્મને આગળ કરીને કરવામાં આવે છે તેની વિષયતા ઘટત્વથી નિયંત્રિત છે, અને ઘટત્વ તેનો નિયંત્રક છે.
એટલે કે “ઘટત્વ” જાણે કે વિષયતાને કહી રહ્યો છે કે, હું જ્યાં જ્યાં જઇશ ત્યાં ત્યાં તું જઈ શકશે. અન્યત્ર નહિ. આમ ઘટત્વ એ વિષયતાનો નિયંત્રક છે.
અથવા, ઘટત્વ એ વિષયતાનો વ્યવચ્છેદ કરનાર છે. એટલે કે એ વ્યવચ્છેદક (અવચ્છેદક) છે અને વિષયતા એનાથી વ્યવચ્છિન્ન (અવચ્છિન્નઃનિયંત્રિત) છે.
એટલે કે ઘટત્નાવચ્છિન્ન વિષયતા કહેવાય અને ઘટત્વ એ વિષયતાનો અવચ્છેદક કહેવાય.' ‘ä દ્રવ્ય’ એવા જ્ઞાનની વિષયતા ઘડામાં, જળમાં, વાયુમાં...
થવી એવા જ્ઞાનની વિષયતા ઘટમાં, પટમાં... ‘અયં પટ: એવા જ્ઞાનની વિષયતા ઘડામાં.... घटत्वावच्छिन्नविषयताकं ज्ञानं घटः' इत्याकारकम् पृथिवीत्वावच्छिन्नविषयताकं ज्ञानं पृथिवी' इत्याकारकम् द्रव्यत्वावच्छिन्नविषयताकं ज्ञानं 'द्रव्यम्' इत्याकारकम्
‘ટ’ જ્ઞાનની વિષયતા માત્ર ઘડાઓમાં જ છે, કારણ કે એ ઘટવથી નિયંત્રિત છે... જ્યાં, ઘટત્વ જાય ત્યાં જ વિષયતા જાય છે. જ્યાં ઘટત્વ નહિ ત્યાં “ઘટઃ' જ્ઞાનની વિષયતા પણ નહિ.
તેથી ઘટત્વ એ વિષયતાનો નિયામક છે. અવચ્છેદક છે.