________________
અવચ્છેદક નિરૂપણ
તેથી સ્વનિરૂપિતપ્રતિયોગિતાવÇસંવંઘેન કમાવવાન ઘટઃ |
વન્ત’ કે ‘તાવત’ (તા અને વત એમ બે પ્રત્યયો) જે શબ્દને લાગ્યા હોય તેના અર્થમાં કોઈ ફેર કરતાં નથી. માટે બન્નેને ઊડાડી પણ શકાય. જેમ કે ઘટવવાન્ = ઘટ
ઘટત્વવત્વ = ઘટત્વ. તેથી પ્રસ્તુતમાં સ્વનિરૂપિત પ્રતિયોગિતા સંબંધેન અભાવવાન્ ઘટઃ
અવચ્છેદક સામે ઘડો પડેલો છે.
એના અંગે કોઈ પ્રશ્ન પૂછે છે કે આ શું છે? આના જવાબ અનેક આપી શકાય છે. ૩યં વદ, રુદ્ધ દ્રવ્ય, ક્ષે 9થવી ઇત્યાદિ. આ બધા જવાબો સાચા પણ છે જ, કારણકે સામે રહેલી ચીજ જેમ ઘડો છે, તેમ પૃથ્વી પણ છે જ, દ્રવ્ય પણ
એક જ પ્રશ્નના આ અનેક જવાબોમાં શું ફેર છે એનો વિચાર કરીએ તો જણાય છે કે :
જ્યારે એને દ્રવ્ય કહીએ છીએ ત્યારે ગુણ વગેરેની બાદબાકી થાય છે. જ્યારે એને પૃથ્વી કહીએ છીએ ત્યારે જળ વગેરેની બાદબાકી થાય છે.
જ્યારે એને ઘડો કહીએ છીએ ત્યારે પટ વગેરે દ્રવ્યોની બાદબાકી થાય છે. . (ન્યાયમતે વનસ્પતિ પણ પૃથ્વીદ્રવ્ય છે, તેથી પટ વગેરે પૃથ્વી દ્રવ્યરૂપ છે.) પ્રશ્ન:- આવી બાદબાકી શાના આધારે થાય છે ?
ઉત્તર - સામે રહેલી ચીજ એક જ હોવા છતાં તેના જ્ઞાનનો આકાર જુદો જુદો છે. તેથી તેના આધારે આ બાદબાકી થાય છે.
પ્રશ્ન :- એક જ વિષયના થતાં જ્ઞાનનો આકાર કેમ જુદો જુદો છે?
ઉત્તર - સામે રહેલો વિષય એક હોવા છતાં એમાં દ્રવ્યત્વ, પૃથ્વીત્વ, ઘટત્વ વગેરે ઘણા ધર્મો રહેલા છે. જ્યારે કોઈ વસ્તુનું જ્ઞાન થાય છે ત્યારે તે વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાંથી કોઈ એક વિશિષ્ટ ધર્મને આગળ કરીને એ જ્ઞાન થાય છે અને એ વખતે અન્ય ધર્મો ગૌણ બની જાય છે. [આમાં કયો ધર્મ આગળ થાય અને અન્ય ધર્મો દબાઈ જાય એ જ્ઞાતા કે વક્તાની જેવી અપેક્ષા હોય એ પ્રમાણે નિશ્ચિત થાય છે. જેમ કે, રામમાં પુત્રત્વ, પતિત્વ, પિતૃત્વ વગેરે ઘણા ધર્મો છે. પણ એમાંથી દશરથને મુખ્યતયા એનો પુત્રત્વ ઘર્મ ઉપયોગી છે. (કારણ કે રામ, દશરથને મુખ્યતયા પુત્ર તરીકે ઉપયોગી
થ રામના પુત્રત્વ ઘર્મને આગળ કરે છે. માટે એનું “પુત્ર' તરીકે જ્ઞાન કરે છે. એમ લવ-કુશને પિતૃત્વ ધર્મ અને સીતાને પતિત્વ ધર્મ ઉપયોગી હોઈ તે તે ધર્મ આગળ થશે.]
' પ્રસ્તુતમાં, જ્યારે દ્રવ્યત્વ ધર્મ અગળ થશે ત્યારે ‘ટું દ્રવ્યન’ એવું જ્ઞાન થશે. જ્યારે પૃથ્વીત્વ' ધર્મ આગળ થશે ત્યારે ‘યંથિવી' જ્ઞાન થશે. જ્યારે ઘટત્વ' ધર્મ આગળ થશે ત્યારે ‘યં ઘટઃ' જ્ઞાન થશે. આમાં ‘ઘcત્વ’ ધર્મને આગળ કરીને એટલે ઘટત્વ ધર્મને લક્ષમાં લઈને....
આમ, તે તે જ્ઞાનનો વિષય એક હોવા છતાં, લક્ષમાં લેવાતો-આગળ કરાતો ધર્મ જુદો જુદો હોવાથી જ્ઞાન જુદા જુદા આકારવાળું થાય છે.
અર્થાત્ ઘડો તે તે જ્ઞાનનો વિષય બને છે, પણ ક્યારેક ઘટત્વ પુરસ્કૃત્ય, ક્યારેક પૃથિવીવં પુરસ્કૃત્ય, ક્યારેક દ્રવ્યત્વે પુરસ્કૃત્ય એ તે તે જ્ઞાનનો વિષય બને છે.