________________
ધર્મ એ સંબંધ બને
અને ગોળ સૂંઠના દોષને ખાઈ જાય છે. આમ, બન્નેના દોષો દૂર થઈ જાય છે અને નવો ગુણ પેદા થાય છે. એમ ભેદાનુવિદ્ધ અભેદ (એટલે કે ભેદની સાથે ક્ષીર-નીરની જેમ સંકળાઈ ગયેલો અભેદ) માનવામાં બન્ને પક્ષના દોષો દૂર થઈ નવો ગુણ પ્રગટે છે. (માટે તૈયાયિકની સંયોગ વગેરેને સર્વથા ભિન્ન પદાર્થ માનવાની કલ્પના અયોગ્ય છે એ જાણવું.)
+ + + + + + ધર્મ એ સંબંધ બને - મૂતને પસંયોનઃ (ઘડાનું ભૂતલમાં શું છે? સંયોગ)
અહીં સંયોગ એ ભૂતલનો ધર્મ છે. (અને ઘડો તેનો નિરૂપક છે.) ધર્મ જ્યાં રહ્યો હોય તે ધર્મવાનું બનવાથી ‘વ’ પ્રત્યય વપરાય છે.
તેથી પ્રસ્તુતમાં ઘટસંયોગવદ્ ભૂતલમ્
આ “સંયોગ' નામનો ધર્મ “ઘડાની અપેક્ષાએ (ઘડાને લીધે) ભૂતલમાં પેદા થયો છે. વળી ઘડો એ એનાર છે અને ભૂતલ એ રાખનાર છે. અને સંયોગ એ ઘડાને ભૂતલમાં રહેવાના સંબંધનું કામ કરે છે.
આના પરથી જણાય છે કે, રહેનારની અપેક્ષાએ રાખનારમાં જે ધર્મ ઊભો થાય એ ધર્મ ડેનારને રાખનારમાં રહેવાનો સંબંધ બને છે. આના પરથી એ નિશ્ચિત થાય છે કે
જ્યારે જ્યારે ‘વ’ વગેરેના પ્રયોગયુક્ત વિશિષ્ટબુદ્ધિ થાય છે ત્યારે ત્યારે સંબંધ શોધવો હોય તો નીચેની રીત પ્રમાણે શોધી શકાય -
[વત્ પ્રત્યય પૂર્વે જે શબ્દ હોય (એટલે કે વત્ પ્રત્યય જેને લાગ્યો હોય) તે વિશેષણ હોય - રહેનાર હોય. અને પછી જે શબ્દ વપરાયો હોય તે વિશેષ્ય હોય-રાખનાર હોય...]
પહેલાં પ્રશ્ન એ પૂછવો કે, (૧) રહેનારની અપેક્ષાએ રાખનાર શું છે?
આનો જે જવાબ આવે તેને “તો કે “સ્વ” પ્રત્યય લગાડીએ એટલે, રહેનારની અપેક્ષાએ રાખનારમાં કયો ધર્મ ઊભો થયો? એ જાણવા મળી જાય. આ ધર્મ જ રહેનારને રાખનારમાં રહેવાનો સંબંધ બનવાનો છે.
હવે કેટલાક દાખલાઓ વિચારીએ - - ન્યાયવાળું પુસ્તક. આમાં રહેનાર - ન્યાય, રાખનાર - પુસ્તક. માટે પ્રશ્ન પૂછવાનો કે,
ન્યાય માટે પુસ્તક શું છે ? (ન્યાયની અપેક્ષાએ પુસ્તક શું છે?) જવાબ મળશે કે પ્રતિપાદક છે.
માટે, પ્રતિપવિતા સંવર્ધન ચાયવપુસ્તવમ્ - પુસ્તકવાળો ન્યાય. આમાં રહેનાર - પુસ્તક, રાખનાર - ન્યાય. પ્રશ્ન પૂછવાનો કે - પુસ્તક માટે ન્યાય શું છે ? પ્રતિપાદ્ય છે. માટે, પ્રતિપાધતાસંબંધેન પુસ્તકવાન્યાયઃ - ધનવૉૌત્ર રહેનાર - ધન રાખનાર - એનો માલિક ચૈત્ર. ધન માટે ચૈત્ર શું છે? સ્વામી છે.
તેથી સ્વામિત્વસંબંધેન ધનવાંચૈત્રઃ - ચૈત્રવાળું ધન... રહેનાર - ચૈત્ર, રાખનાર - ધન