Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પ્રીતમ છબિ નૈનન બસી...'
પુજયપાદ, અધ્યાત્મયોગી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબને સાંભળતી વખતે સાંભળવાનું ઓછું, જોવાનું વધું થતું હોય છે... ‘પરમાત્મા આ રહ્યા', કહેતી વખતે તેમનો હાથ હવામાં અદ્ધર તોળાય છે ત્યારે જોવામાંય મીઠી મૂંઝવણ એ થતી હોય છે કે તમે એમની એ અંગભંગિમાને જુઓ, મુખ પર રેલાતા સ્મિતને જુઓ કે બે નયનોને જુઓ, આંખોને ક્યાં કેન્દ્રિત કરવી ?
સદ્દગુરુના નયનો... જ્યાં ઝળકે છે પરમાત્મા પ્રત્યેનો ઊંડો સમાદર. રહીમ યાદ આવે : “પ્રીતમ છબિ નૈનન બસી, પર છબિ કહાં સમાય ?' પૂરી આંખોમાં પરમાત્મા જ છવાઈ ગયા છે. ત્યાં બીજું શું રહી શકે ? બીજાની છબી શી રીતે પ્રગટી શકે ?
અને સદ્ગુરુની આ મોહક અંગભંગિમાં. હવામાં લહેરાતો ઝૂલતો હાથ. ઈશારામાં પેક કરીને સદ્ગુરુ પરમચેતનાનું રહસ્ય નથી પકડાવતા શું ?
અને આ નિર્મળ સ્મિતઃ કવચિત્ મુસ્કાન, ક્યારેક મુક્ત હાસ્ય... | પરમાત્માને મેળવ્યાની રસમસ્તી ઉભરી આવી છેઆ સ્મિતરૂપે.
અને એટલે જ ભાવક મૂંઝાય છે કે એ પોતાની આંખોને કેન્દ્રિત - ક્યાં કરે ?
જો કે, ખ્યાલ છે કે સદ્ગુરુનું પૂરું અસ્તિત્વ જ દ્વાર છે : જ્યાંથી પરમાત્મા જોડે સંપર્ક થઈ શકે.
ગુરુચેતના દ્વારા પરમચેતનાનો સ્પર્શ. સદ્ગુરુ છે દ્વાર... વાતાયન... બારી..
એક બારણાની કે એક બારીની ઓળખ શું હોઈ શકે ? સીસમનું કે સેવનનું લાકડું વપરાયું હોય તે બારી, આવી કોઈ વ્યાખ્યા ન હોઈ શકે. છતની નીચે અને ભીંતોની વચ્ચે આપણે હોઈએ ત્યારે અસીમ અવકાશ જોડે જેનાથી સંબદ્ધ થવાય તે બારી... સદૂગુરુ આપણા માટે એક માત્ર બારી છે પરમચેતના જોડે સંબદ્ધ બનવાની : નયનો દ્વારા, અંગભંગિમ દ્વારા, સ્મિત દ્વારા, ઉપનિષદ્ દ્વારા.
i