Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદ ૧]
રાજકોટ–ચાતુર્માસ
[ ૩૬૭
તેફાની બાળક પિતાના બાપની દાઢી પણ ખેંચે છે અને બાપને થપાટ પણ મારી દે છે. છતાં બાપ બાળકને મારતા નથી, પણ બાળકની થપાટ સહી લે છે. એટલે શું એ આપને કાયર કહેવામાં આવશે ? અને જે તે બાપ બાળકને મારે તે તે શું વીર કહેવાશે? બાપ તે સાચે તે કહેવાશે કે જે અબોધ બાળકદ્વારા અપાએલાં કોને સહી લે પણ બદલો લેવાની ઈચ્છાએ બાળકને મારે નહિ. આ જ પ્રમાણે નાથ પણ તે જ છે કે જે બીજાઓદ્વારા અપાએલાં કષ્ટોને પોતે સહી લે પણ પોતે બીજાને જરાપણ કષ્ટ આપે નહિ. સાધુઓ માટે પણ જુઓ કે તેઓમાં આ ગુણ છે કે નહિ ? તેઓને કઈ ગમે તેટલું કષ્ટ આપે છતાં તેઓ કેઈ ને કષ્ટ આપતાં નથી. તેઓ પોતે તે કષ્ટ સહી લે છે પણ તેઓ બીજાને કષ્ટ આપતાં નથી. મુનિઓ ભલે તરસથી કે ભૂખથી પીડાતા હોય છતાં શું તેઓ કાચું પાણી પીશે ? શું કે સચેત વનસ્પતિ ખાશે ? તેઓ કાચું પાણી પી શકતા નથી અને સચેત વસ્તુ ખાઈ શકતા નથી. તેઓ પિતે તે કષ્ટ સહી લે છે પણ બીજાઓને કષ્ટ આપતા નથી અને એ કારણે જ તેઓ બસ કે સ્થાવર બધાના નાથ છે. - સાધુઓ મુખવસ્ત્રિકા, રજોહરણ વગેરે ઉપકરણો શા માટે રાખે છે ? તથા ભિક્ષાચરી માટે ઘેર ઘેર શા માટે ભટકે છે? શું તેમને કોઈ તેમના સ્થાને ભેજન લાવીને આપી ન શકે? જો કે, તેમને તેમના સ્થાને પણ ભેજન આપનારા મળી શકે છે. પણ તેઓ પોતાના સ્થાને લાવવામાં આવેલું ભોજન લેતા નથી પરંતુ ઘેર ઘેર જઈ ભિક્ષાચરી કરે છે, અને જેઓ ધુત્કારે છે તેમને ઘેર પણ ભિક્ષા માટે જાય છે. કારણ કે તેઓ તે બધાના નાથ છે. તેિઓ બધાના નાથ છે કે નહિ એ વાતની પરીક્ષા તે ઘેર ઘેર ભિક્ષા માંગતી વખતે જ થઈ જાય છે. કેટલાક લેકે એમ કહે છે કે, બાહ્ય ક્રિયામાં શું પડયું છે? પણ જે બાહ્ય ક્રિયામાં કાંઈ નથી તે પછી તેમનામાં જ શું પડયું છે? પિતાથી ક્રિયા પાળી શકાતી ન હોય તે પિતાની નિર્બળતા માનવી જોઈએ, પણ નિર્ચન્યપ્રવચન ઉપર તે દૂષણ આવવા દેવું ન જોઈએ. અનાથ તે તે જ છે કે, જે બીજાઓદ્વારા અપાતાં કષ્ટોને પોતે સહી લે છે પણ બીજને પતે કષ્ટ આપતું નથી તેમ અપાવવા દેતા નથી.
આ પ્રમાણે અનાથી મુનિએ અનાથતા બતાવી પોતે કેવી રીતે સનાથ થયા તે સજાને કહી બતાવ્યું. હવે અનાથી મુનિએ આપેલ ઉપદેશ કહું છું કે, જે ઉપદેશ સાધુ કે ગૃહસ્થ બધાને માટે સમાન ઉપયોગી છે; તથા એ જ આ બધી કથાના મૂળરૂપે છે. મૂળ હોય છે તે જ ફળની આશા રાખી શકાય છે. જો મૂળ ન હોય તે ફળની આશા દુરાશા માત્ર છે. અનાથી મુનિને જે ઉપદેશ હવે સંભળાવવામાં આવે છે તે ઉપદેશ આ કથાનું મૂળ છે. એટલું જ નહિ જે આ ઉપદેશને દ્વાદશાંગી વાણીના મૂળરૂપે કહેવામાં આવે તે પણ તેમાં કાંઈ બટું નથી. અનાથી મુનિ કહે છે કે –
अप्पा नई वेयरणी, अप्पा मे कूडसामली । अप्पा कामदुहा घेणू, अप्पा मे नन्दणं वणं ॥३६ ॥ अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । Mા મિરામમિત્તે ૧, સુuદય શુદિગો / રૂછો ..