Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૬૩૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
વ્યાખ્યાન: સંવત ૧૯૯૩ કારતક સુદી ૫ ગુરુવાર
પ્રાર્થના પર પ્રભુ પાવન નામ તિહારે, પતિત ઉધારનહારે, જદપિ ધીવર ભીલ કસાઈ, અતિ પાપીણ જમારે; તદપિ જીવહિંસા તજ પ્રભુભજ, પાર્વ ભવનિધિ પારે. . ૧
: -વિનયચંદ્રજી કુંભવીશી શ્રી પદ્મનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં પરમાત્માના નામની મહિમા મુખ્યરૂપે ગાવામાં આવી છે. પરમાત્માના નામનું કેટલું મહાભ્ય છે એ તે જેમને પરમાત્માના નામ ઉપર પૂર્ણ વિશ્વાસ છે તેઓ જ જાણી શકે છે. જો કે આ વિષે કહેવું બહુ જ મુશ્કેલ છે પરંતુ જ્યારે તે વિષે બેલવાને સમય આવે છે ત્યારે હૃદયમાં જે ભાવો આવે તે કહેવા જ પડે છે. એટલા માટે એ વિષે ચેડામાં કહું છું.
- પરમાત્માના નામનું ઘણું માહામ્ય છે પરંતુ પરમાત્માના નામમાં જેમને પૂર્ણ વિશ્વાસ હોય તેમને જ પરમાત્માને નામથી લાભ થઈ શકે છે. પરમાત્માનું નામ બીજા મહાન, કાર્યોની માફક લાભ પહોંચાડનારું છે. જ્યારે જેવો સમય હોય છે તે વખતે આત્માના કલ્યાણ માટે તેવો જ ઉપાય શોધી લેવામાં આવે છે. જ્યારે સંસારમાં શાન્તિ હોય છે અને ખાવાપીવા વગેરે વિષે કઈ પ્રકારનું કષ્ટ હેતું નથી તેવા સમયે આત્માના કલ્યાણ માટે બીજા ઉપાયે લેવામાં આવે છે. પણ જ્યારે સમય ઉપાધિમય હોય છે અને સંસારમાં અશાંતિ વધતી જાય છે ત્યારે મહાન ઉપાયે કામમાં લેવામાં આવતાં નથી. ત્યારે તે સરલ અને સાધારણ ઉપાયે જ વિચારવામાં આવે છે. શાસ્ત્રકારના મતે આ પંચમકાળ ઘણે જ દુઃખમય છે, બીજા લેકે પણ આ કાળને કલિયુગ કહે છે અને એવી કઈ વસ્તુ નથી કે જેના ઉપર કલિયુગનો પ્રભાવ પડેયો ન હોય એટલું જ નહિ પણ ધર્મ ઉપર પણ કલિયુગન અસર પડી છે એમ કહે છે. ધર્મના નામે પણ અનેક ફાંટાઓ પડી ગયા છે. સગ્ર પ્રાયઃ લુપ્ત થઈ ગયાં છે અને તેને સ્થાને એવાં એવાં પ્રત્યે રચવામાં આવ્યાં છે કે જેથી સારાં સિદ્ધાન્તને પત્તો લાગવો પણ મુશ્કેલ થઈ રહ્યું છે. આ કોલ આ વિષમ છે, પણ જ્ઞાનીઓ કહે છે કે, કાળની એ વિષમતાથી ગભરાવવાની જરૂર નથી. એક દષ્ટિએ જે સંક્ટ છે તે જ બીજી દષ્ટિએ કલ્યાણનું સાધન પણ છે. એ સંકટમાં પણ કલ્યાણનું કોઈ રહસ્ય છુપાએલું છે. એ સંકટકાળને પણ પિતાને અનુકૂળ બનાવવો એ જ જ્ઞાનને માગ છે. જ્ઞાન એ સંકટના સમયને પણ પિતાને અનુકૂલ બનાવી દે છે અને તે સંકટકાળ પણ કલ્યાણનું સાધન બની જાય છે.
કોઈ એમ કહે કે, જે સંકટ હેય તેને તે દૂર કરવું જોઈએ. સંકટને પોતાને અનુકૂલ કેમ બનાવી શકાય ? પણ સંકટને દૂર કરવું એ તે એક પ્રકારની દુર્બળતા છે. સાચી વિશેષતા અને વિરતા તે સંકટના સમયે પણ સાર પેદા કરવામાં છે. માને કે, કઈ માણસે