Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
'
વાર
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
આત્માને જોઉં છું ત્યારે મને મારા આત્મામાં ઘણી જ અપૂર્ણતા જોવામાં આવે છે. મારા આત્માની માફક શું તમારામાં અપૂર્ણતા નહિ હોય ? તમે પણ જ્ઞાનીઓના જ્ઞાન–અરીસામાં તમારા આત્માને ઉભો રાખી જુઓ કે, આત્મામાં કેવાં કેવા પાપે ભરેલાં છે? જ્ઞાનીઓના જ્ઞાનથી જ આત્મામાં રહેલાં પાપો જોવામાં આવશે. બાકી ઉપરથી કે પોતાની બુદ્ધિથી પાપને જેવાં બહુ જ મુશ્કેલ છે. જે સુમરીતિએ આત્માનાં પાપે જોવામાં આવે તો આત્માનું કલ્યાણ થવામાં વાર ન લાગે, પણ લોકો પિતાનાં પાપને જોતાં નથી પણ પાપને દબાવી પિતાને ધમ બનાવવા ચાહે છે, અને તે માટે છળકપટ પણ કરે છે. આ જ ભૂલ થાય છે. તમે જે આત્માનું સાચું કલ્યાણ કરવા ચાહે છો તે એવા ખેટે ઢોંગ ન કરે, પણ પાપના બારીક માર્ગને શોધી કાઢે. હું પાપ કરું છું ! એમ માની ન લે. જ્ઞાનીઓએ પાપના બારીક માર્ગને શોધવા અને સમજાવવાને ઘણા પ્રયત્ન કર્યો છે. . . .
આત્માની એ ભૂલ થાય છે કે, તે પિતાની પૂજા તે કરાવવા ચાહે છે પણ પિતે બીજાની પૂજા કરવા ચાહત નથી. બીજાને પોતે જે ઉપદેશ આપે છે. એ ઉપદેશ પ્રમાણે પિત કરવા ચાહતે નથી. આવાં કાર્યો જ ધર્મનાં કામને પણ વગેરે છે. આત્મા જ્યારે ધર્મ કરવા બેસે છે ત્યારે પણ કામલુપી મને આ બાજુ તે બાજુ દેડવા માંડે છે અને એ રીતે તે ધર્મના કાર્યને પણ ગુમાવી દે છે અને ઊલટો પાપ બાંધે છે. જે આ વાતને સમજી લેવામાં આવું અને મનને અહીંતહીં ભટકવા દેવામાં ન આવે તે આત્મા ઘણાં પાપોમાંથી બચી જાય. એટલાં માટે પિતાના આત્મામાં પાપને પ્રવાહ કેવી રીતે આવે છે તેની તપાસ વારંવાર કરવી જોઈએ. - તમે જાદુગરને વાંદરાને નચાવતું જે હશે. જાદુગરને વાંદરો રોટલાના ટૂકડાના લોભથી અને લાકડીના ભયથી જ નાચે છે. તમે લેકે વાંદરાને નાચ જોઈ હસો છો પણ તમારા આત્માને પૂછો કે, કામ, ક્રોધ, લોભ, મહાદિને કારણે તે કેવો નાચી રહ્યો છે? આ વાત વિષે વિચાર કરશે તે તમારામાં શું ખામી છે તેને ખ્યાલ આવશે અને એ સમજી શકશે કે તમારું કલ્યાણ તમારા જ હાથમાં રહેલું હોવા છતાં તમે સંસારમાં શા માટે ભ્રમણું કરી રહ્યા છો ? ..આત્મા જ્યારે સંકટમાં પડે છે ત્યારે જ તે પરમાત્માને શરણે જાય છે. પરમાત્માના શરણે જવામાં સંકટ પણ એક કારણ છે. આ દૃષ્ટિએ પાપના પરિણામે આવતું દુઃખ જે પરમાત્માના શરણે લઈ જનારું છે. પાપનું દુઃખ જ આત્માને પરમાત્માની સન્મુખ કરે છે. તમારામાં પાપ છે એ વાત સમજીને જ તમે અહીં આવ્યા છેપરંતુ જો તમને ધર્મ અને પરમાત્માના નામ ઉપર અટલ વિશ્વાસ છે તે ભલે ગમે તેટલું પાપ કર્યું હોય તે પણ ગભરાવું ન જોઈએ પણ એવી દઢતા રાખવી જોઈએ કે જે પ્રમાણે હોશિયાર વૈદ્યના શરણે જવાથી રોગ ચાલ્યો જ જાય છે તે જ પ્રમાણે પરમાત્મા અને ધર્મના શરણે જવાથી પાપ નષ્ટ થઈ જ જાય છે. આ પ્રાર્થનામાં કહ્યું જ છે કે- " . 1 - પાપ પરાલ કે પૂંજ બન્યો અતિ, માનું મેર આકાર; . :: : તે તુમ નામ હુતાશન સેતી, સહજ હિ પ્રજલિત સારે. - આ જ્ઞાનીજનો કહે છે કે, મનની સહાયતા લીધા વિના મોટામાં મોટું પાપ કે મેટામાં મોટે ધર્મ પણ થઈ શકતો નથી. પાપ કે ધર્મ બન્નેયની બાજુ મનની સહાયતા હોય છે.