Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 331
________________ = = = == ==== = = === = == = = ====== ૬૬૨) શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ | [ કારતક પરમાત્માનું સમરણ કરવાનું વારંવાર ભૂલી જાય છે એટલા જ માટે તેને વારંવાર પ્રેરણ કરવામાં આવે છે કે, “હે ! આત્મા! તું પરમાત્માનું સ્મરણ કર.” આ પ્રકારના ઉપદેશને હું મારા આત્માને માટે માનું છું. તમે જે આ ઉપદેશને તમારા આત્માને માટે માનતા હો તે તમે પણ તમારા આત્માને એવી પ્રેરણું કરે કે, હે! આત્મા ! તું પરમાત્માનું સ્મરણ કર.” પ્રત્યેક વસ્તુ પિતાના આત્માને માટે જ કરવામાં આવે છે. આધ્યાત્મિક ગ્રન્થમાં કહ્યું છે કે, સંસારમાં જે કઈ વસ્તુ પ્રિય લાગે છે તે પિતાના આત્માને માટે જ પ્રિય લાગે છે. આંખ, કાન, નાક વગેરે કાંઈ આંખ, કાન, નાક માટે પ્રિય લાગતાં નથી પરંતુ આત્માને માટે જ પ્રિય લાગે છે. જે કોઈ ડૉકટર એમ કહે કે, તમે તમારી આંખને કઢાવી નાખે, નહિ તે આખા શરીરમાં રોગ ફેલાઈ જશે કે શું તમે આંખ કઢાવી નહિ નાંખો ? જે અંગૂઠાને સાપ કરડ્યો હોય તે અંગૂઠાને શું કાપી નાંખવામાં નથી આવતું ? કાપવામાં આવે છે. કારણ કે અંગૂઠે કે આંખ આત્માને માટે જ પ્રિય લાગે છે. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, સંસારની બધી વસ્તુઓ આત્માને માટે જ પ્રિય લાગે છે. આમ હવા છતાં લેકે આત્માને ભૂલી જાય છે અને પિતાનું અહિત તે કરે છે પણ સાથે બીજાઓનું પણ અહિત કરે છે. એટલા માટે જ્ઞાનીજને કહે છે અને વારંવાર પ્રેરણું કરે છે કે, “હે! આત્મા ! તું ક્યા પ્રપંચમાં પડી રહ્યો છે ! તું આ બધો પ્રપંચ છોડી પરમાત્માનું સ્મરણ કર.” આ ઉપદેશે બધાને લાગુ પડતું હોવાથી બધાએ પોતપોતાના આત્માને માટે આ સંબંધી વિચાર કરે જોઈએ. ઉપદેશ આપનાર તે જેટલું કહી શકે તેટલું જ કહી શકે છે. વસ્તુઓ બે પ્રકારની હોય છે. એક અર્પિત વસ્તુ અને બીજી અનર્પિત વસ્તુ. જે કહી શકાય તે વસ્તુ તે અર્પિત છે અને જે કહી ન શકાય તે અનર્પિત વસ્તુ છે. અર્પિત વસ્તુ કરતાં અનર્પિત વસ્તુ અનંતગણું વધારે છે. એટલા માટે જે કાંઈ કહેવામાં આવે છે તે ઉપરથી આગળને વિચાર કરી લેવો જોઈએ અર્થાત ડામાં જ ઝાઝું સમજી લેવું જોઈએ. આત્માનું કલ્યાણ કેવી રીતે થાય એને માટે જ્ઞાનીજને કહે છે કે – તૂ અવિકાર વિચાર આત્મગુન, ભ્રમ અંજાલ ન પર રે, પુગલ ચાહ મિટાય વિનયચંદ, તૂ જિન તે ન અવર રે. હે ! આત્મા! કલ્યાણ કરવા માટે તારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. કેવલ તું એક વાતને પકડી લે કે, “જે પુદ્ગલેને સ્વભાવ ભળી જવાને અને વિખરી જવાનું છે તે પુદ્ગલે તે છોડી દેવાનાં છે.” જો તું આટલું કરી નાંખ તે તારે બેડો પાર થઈ જાય ! જે વસ્તુ જોવામાં આવે છે તે નાશવાન છે. આ પ્રકારની નાશવાન વસ્તુ ઉપરને પ્રેમ તેડી નાંખી અવિનાશીની સાથે પ્રેમ જોડ તે બધાં પ્રપંચો દૂર થઈ જશે અને તું તારા આત્મામાં સ્થિર બની જઈશ. આ પ્રમાણે પ્રત્યેક વસ્તુ વિષે વિચાર કરવાથી પુદ્ગલેનું મમત્વ છૂટી જશે અને પુદ્ગલેનું મમત્વ છૂટી જવાથી જન્મમરણ પણ છૂટી જશે. આ રીતે પુદ્ગલ ઉપરથી મમત્વ ઉતારી આત્માને સમદષ્ટિ રાખે છે તેમાં તમારું કલ્યાણ રહેલું છે. સમદષ્ટિ બનીને આત્માનું કલ્યાણ કેવી રીતે કરી શકાય છે એને માટે રાજા શ્રેણિકની વાત સંભળાવવામાં આવી છે. રાજા શ્રેણિક ઘરબારને ત્યાગ કરી શક્યો ન હતો છતાં તેણે આત્માનું કલ્યાણ સાધી લીધું.

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364