Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 335
________________ ૬૬૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક જોઈએ તેને ઊંડો વિચાર કરે. ગીતામાં કહ્યું છે કે, સાધારણ લોકોની બુદ્ધિમાં ભેદ ન પાડે. આચરણને ત્યાગ કરી દેવાથી સાધારણ લેકેની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન થવા પામે છે. જે તું વિદ્વાન છે તે આદર્શ કામ કરી બતાવ. પણ કામ જ છોડી દેવું અને સામાયિક-પ્રતિક્રમણમાં શું પડયું છે એમ કહેવું એ ઉચિત નથી. હા, આદર્શ કોમ એવું કરી બતાવો કે, જેથી સાધારણ જનતા એ આદર્શ કામને અનુસરે. આમ કરવામાં જ કલ્યાણ રહેલું છે. મેં તમને પાંચ મહિના સુધી જે કાંઈ સંભળાવ્યું છે તેને માટે પરમાત્મા પ્રત્યે હું એ જ પ્રાર્થના કરું છું કે, હે! પ્રભો! બધા લેકેની બુદ્ધિ તેજસ્વી થાઓ પણ મારી વાત લેકેની બુદ્ધિમાં ભેદ પાડે એવી ન થાઓ.” મુનિના ઉપદેશથી શ્રેણિક પતે તે સુધર્યો જ હતો પણ તેણે પરિવાર સહિત આવી મુનિને વંદના કરી. આ પ્રમાણે પરિવાહિત મુનિને વંદના કરવાનો આશય એ છે કે, બધા લેકે આ આદર્શને અનુસરે. આ વાતને તમે પણ સમજ્યા છે તે તમે એવું કામ કરે કે જે કામને જોઈને બીજા લેકે પણ એ કામને અનુસરે. રાજા શ્રેણિક અનાથી મુનિની પ્રાર્થના કરે છે. સિંહની પ્રાર્થના સિંહ જ કરી શકે છે, શિયાળ કરી શકતું નથી. સાંભળ્યું છે કે, સિંહની ગર્જના સાંભળી વાંદરાએ વૃક્ષ ઉપરથી નીચે પડી જાય છે. આ જ પ્રમાણે મુનિને ઉપદેશ સાંભળી બધાં પાપ નિર્જરી (ખરી) જાય તે સમજવું કે, અમે મુનિની સાચી પ્રાર્થના કરી છે. પ્રાર્થના કરવા માટે રાજાએ શું કર્યું તેનું વર્ણન કરતાં શાસ્ત્રમાં કહ્યું છે કે – उस्ससियरोमकूवो काऊण य पयाहिणं । अभिवन्दिऊण सिरसा अइयाओ नराहिवो ॥ ५९॥ તે નરાધિપ ઘેર ગયો. “ઘેર ગયો ” એ તે સમાપ્તિની ક્રિયા છે પણ શું કરીને ગમે એ અત્રે જોવાનું છે. રાજા શું કરીને ગયે એનું વર્ણન ગાથાના પ્રથમ ત્રણ પદમાં કરવામાં આવ્યું છે. તેમાં કહ્યું છે કે, રાજાએ પોતાના મસ્તકકારા અનાથી મુનિના ચરણકમલને વંદન કર્યું, વંદનની સાથે જ મુનિની તેમણે પ્રદક્ષિણા કરી. આજે આવર્તનદ્વારા જ પ્રદક્ષિણાની સમાપ્તિ કરી લેવામાં આવે છે; પરંતુ પ્રદક્ષિણાનું મહત્વ કાંઈ જુદા જ પ્રકારનું છે. લગ્નના સમયે વર-કન્યા અગ્નિની પ્રદક્ષિણું કરે છે. અગ્નિની પ્રદક્ષિણા તે લેકે કરે છે પણ શા માટે અગ્નિની પ્રદક્ષિણા કરવામાં આવે છે એ વાત બહુ ઓછા લેકે સમજતા હશે. આજે ઢીંગલા-ઢીંગલીના જેવા વિવાહ કરવામાં આવે છે અને એમ સમજવામાં આવે છે કે, નાચગ કરવો, આતશબાજી કરવી એ જ વિવાહ છે; પણ વાસ્તવમાં એ તે વિવાહના નામે કરવામાં આવતી ધમાલ છે. વિવાહ તે એ છે કે, વર-કન્યા અગ્નિની પ્રદક્ષિણા કરી પિતપોતાનું કર્તવ્ય સમજે અને એ કર્તવ્યના પાલનની પ્રતિજ્ઞા કરે; પરંતુ આજે તે એ બધાં કામોની જવાબદારી વિવાહ કરાવનાર બ્રાહ્મણને સેંપી દેવામાં આવે છે અને જે પ્રમાણે ઢીંગલા-ઢીંગલીને વિવાહ કરવામાં આવે તેમ વિવાહ કરી દેવામાં આવે છે. પણ જે વિવાહ કે, જે સંસારને મુખ્ય “પા” છે તેના ચણતરમાં આવી શિથિલતા રાખવામાં આવે તે આગળ જતાં કર્તવ્યનું પાલન થઈ શકશે !

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364