Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 342
________________ શુદી ૧૪] રાજકોટ–ચાતુર્માસ : [ ૬૭૩ કથન સાંભળી પિતા ઘણે પ્રસન્ન થયા અને મનમાં વિચારવા લાગ્યું કે, આવા સમયમાં પુત્રને ઘેર રાખવો તે ઠીક નથી. આ પ્રમાણે વિચાર કરી તેણે વીરસેનને કહ્યું કે, “બેટા ! ખુશીથી યુદ્ધમાં જાઓ.’ સૂરસેન પણ પિતાને કહેવા લાગે કે, “હું પણ યુદ્ધમાં જઈશ.' પિતાએ તેને કહ્યું કે, “બેટા ! તને આંખે નથી એટલે તું યુદ્ધમાં જા એ ઠીક નથી. તું અત્રે જ રહે.” પણ સૂરસેન વિચારવા લાગ્યો કે, ભાઈ યુદ્ધમાં જશે એટલે તેની પ્રશંસા થશે અને મારે તે કઈ ભાવ જ નહિ પૂછે. આ પ્રમાણે વિચાર કરી તેણે રાજાને યુદ્ધમાં જવાને બહુ જ અનુરોધ કર્યો. સૂરસેનને બહુ અનુરોધ ધ્યાનમાં લઈ રાજાએ યુદ્ધમાં જવાની "આજ્ઞા આપી. સુરસેન યુદ્ધમાં ગયા. તે આંધળો હોવાથી કશું જોઈ તે શકતા ન હતા એટલે તે કેવળ શબ્દો સાંભળી બાણ મારતો હતો. પણ જ્યારે શબ્દો સાંભળતા નહિ ત્યારે બાણ મારી શકતે નહિ. આ ઉપરથી શત્રુઓ સમજી ગયા કે તે આંધળો છે અને શબ્દો સાંભળીને જ બાણ ફેકે છે. આ સમજણથી તેઓએ વિચાર કર્યો કે, શબ્દો બોલ્યા વિના ચૂપચાપ તેને પકડી લેવો. શત્રુઓએ ચૂપચાપ જઈ સૂરસેનને પકડી લીધો. વીરસેનને માલુમ પડ્યું કે, સૂરસેન પકડાઈ ગયો છે. એટલે તે શત્રુઓની સામે થયો અને સૂરસેનને છોડાવી લાવ્યો. જ્યારે સૂરસેન પિતાની પાસે આવ્યા ત્યારે પિતાએ તેને પૂછ્યું કે, “તું પરાક્રમી તે છે પણ શું તું વીરસેનની બરાબરી કરી શકે ખરો ?' સૂરસેને જવાબ આપ્યો કે, “હવે હું સમજી શકો છું કે, પરાક્રમ હોવા છતાં આંખ ન હોવાને કારણે હું વીરસેનની બરાબરી કરી શક્તા નથી. જે વીરસેન આવ્યો ન હોત તે હું શત્રુઓનાં બંધનમાં જ પડયો રહેત !” પિતાએ કહ્યું કે, 'ઠીક છે. આ ઉદાહરણ જ્ઞાનીઓને સમજાવવા માટે કામમાં આવશે. તે આ દષ્ટાંત ઉપર શ્રી આચારાંગસૂત્રની નિર્યુક્તિમાં કહ્યું છે કે – कुणमाणो अवि य किरियं परिश्चयन्तो वि सयणधणभोए । दितो अवि दुहस्स उरं न जिणइ अन्धो पराणिय ॥ कुणमाणो अवि निवि परिश्चयन्तो अवि सयणघणभोए । दितो अवि दुहस्स उरं मिच्छदिट्टी न सिज्झइ उ ॥ . આ દષ્ટાંત અને તેના દાણાન્તને આ બે ગાથાઓમાં કહેવામાં આવેલ છે. આ ગાથાઓમાં કહ્યું છે કે, તે આંધળે બાણ તે ફેંકતા હતા, પરાક્રમ પણ બતાવતે હતો અને સ્વેચ્છાએ યુદ્ધમાં ગયો હતો છતાં તે શત્રુઓને જીતી શકવામાં સમર્થ બની શકો નહિ ઊલટે શત્રુઓનાં બંધનમાં પડી ગયે; કારણકે તે આંધળો હેવાથી જોઈ શકતા ન હતા. આ જ પ્રમાણે જેમને જ્ઞાનનેત્રો હોતાં નથી તે ત્યાગ પણ કરે અને ધન–ભેગ આદિથી વિમુખ પણ રહે, છતાં જ્ઞાનનેત્ર ન હોવાને કારણે તે મેક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. વીરસેન સત્ર હતા પણ જે તે ઘરબાર છોડી યુદ્ધમાં ગયો ન હોત અને પરાક્રમ બતાવ્યું ન હતું તે શું આંખ હોવા છતાં શત્રુઓને તે જીતી શકત ખરો? નહિ. આ જ પ્રમાણે જેને જ્ઞાન તે હોય છે પણ જે તે પ્રમાણે ક્રિયા કરતા નથી તે પણ મેક્ષને પ્રાપ્ત કરી શકતું નથી; એટલા માટે ક્રિયાની સાથે જ્ઞાનની અને જ્ઞાનની સાથે ક્રિયાની જરૂર રહે છે. કેવળ જ્ઞાન કે કેવળ ક્રિયાથી કાંઈ વળતું નથી. તમે પણ જ્ઞાનયુક્ત ક્રિયા કરે તે તમારા આત્માનું પણ કલ્યાણ થશે અને રાગાદિ

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364