Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 349
________________ ૬૮૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક ભરના સકળ શ્રી સંઘે મળીને યુવાચાર્યને ચૂંટયા છે. કોઈ એક સમ્પ્રદાયે તેમને ચૂંટયા નથી. મેં વિચાર્યું કે જ્યારે સકળ સંઘને એ પસંદ છે તે પછી એમાં મને શે વધે? એમ વિચાર કરીને મેં પણ તેઓને યુવાચાર્ય તરીકે સ્વીકાર્યા અને તેમને યુવાચાર્યપદ આપ્યું. ગયા વર્ષે મને એવી સદ્દબુદ્ધિ સૂઝી કે મેં સમ્પ્રદાયના કાર્યને બધે ભાર તેમને માથે મૂકી દીધો. આ પ્રમાણે હું સ્વતંત્ર થઈ ગયો છું અને હવે હું તે શ્રી સંઘનો રિટાયર્ડ સેવક છું. પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજશ્રીએ મને કહ્યું હતું કે, બીકાનેર અને ઉદયપુર શ્રી સંધનું ધ્યાન રાખવું. એટલા માટે બીકાનેરને ખ્યાલ મારા મનમાં છે અને પૂજ્યશ્રી મહારાજની આજ્ઞાનુસાર મેં બીકાનેર, ગંગાસર અને ભીમાસર એમ ત્રણ ચાતુર્માસ કર્યો છે. હું રાજકોટ આવ્યું ન હતું એટલે રાજકોટ પણ આવી ગયો. હવે મારી ઉપર કઈ પ્રકારની ખાસ જવાબદારી નથી. જવાબદારી જે છે તે યુવાચાર્યજી ઉપર છે અને તેઓ સુયોગ્ય હેવાથી પિતાની જવાબદારીને બરાબર પાર ઉતારશે એવો વિશ્વાસ છે. હવે મારે ક્યાં રહેવું, શું કરવું વગેરે વિષે હું સંઘ, યુવાચાર્યજી વગેરેની સલાહ ભલે લઉં, પણ આ વિષે નિર્ણય કરે તે મારા અધિકારમાં છે. હું ગમે ત્યાં રહું પણ શ્રીસંઘે તે એમ સમજવું જોઈએ કે, એઓ તે સંઘથી રિટાયર્ડ છે. . જો કે શ્રી સંઘે મને જે પૂજ્ય પદવી આપી હતી તે તે યુવાચાર્યજીને આપી દેવામાં આવી છે, તે પણ અત્યારે મને પૂજ્ય કહેવામાં આવે છે અને તે કારણે મારે પણ કોઈને કઈ રૂપમાં થોડોઘણે ભાર પણ વહન કરે જ પડે છે. ભગવાન ધર્મનાથને આપણે ભૂલી ન જઈએ એ આપણું ધ્યેય હોવું જોઈએ. આપણે હજી ઉપાસક છીએ એટલા માટે ઉપાસ્યને ભૂલી જવા ન જોઈએ. જે આપણે ઉપાસ્યને ન ભૂલીએ તો तीर्थ कुर्वन्ति तीर्थाणि । सत्शास्त्रं कुर्वन्ति शास्त्राणि । सत्कर्म कुर्वन्ति कर्माणि ॥ જેમના આત્મામાં પરમાત્માની ભક્તિને પૂર્ણ પ્રકાશ પ્રગટયો હોય તેમનાં ચરણ જ્યાં પડે ત્યાં તીર્થ જ છે. આથી વિપરીત જે લેકે પરમાત્માને ભૂલી જઈ કામ-ક્રોધાદિના પંજામાં સપડાઈ જઈ પૈસાના લેભમાં બીજાનું ગળું રે સે છે અને ઈશ્વરને પણ ગગકારતા નથી તે કૃતધી લોકો વિષે શું કહેવું? જે પતિતપાવન છે એ ઈશ્વરને, પિતાના નજીવા કામની સિદ્ધિ માટે, તજી દેવા અને હૃદયમાં નીચ લાલસાને સ્થાન આપવું તે ઘણું જ ખરાબ છે. એટલા માટે એ પતિતપાવન કરનાર પરમાત્માને કદાપિ ભૂલે નહિ. જો તમે પરમાત્માને તમારા હૃદયમાં સ્થાન આપવા ચાહતા હો તે તમે જે કાંઈ કામ કરે તે તેમને અનુકૂલ જ કરે અર્થાત તમારે તીર્થય બનવું જોઈએ. કારણ કે તમે પોતે જ તીર્થ છે ભગવાને કહ્યું છે કે – चत्तारि समणसंघे पण्णते तंजहा-समणाए समणिए सावयाए सावियाए वा। આ પ્રમાણે તમે શ્રાવકે પણ તીર્થરૂપ છે. તીર્થરૂપ હોવા છતાં જો તમે દુષ્કૃત્યો કરે તે શું તે તમારા માટે અનુચિત નથી ? તમે મને પણ તીર્થરૂપ માને છે અને

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364