Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 350
________________ વદી ૧ ] રાજકાટ-ચાતુર્માસ [ ૬૮૧ એટલા માટે તમે અહીં આવ્યા છે. નાનાં તીર્થા માટાં તીર્થોં પાસે આવે છે. એટલા માટે મેટાં તીર્થાએ પણ એ વિચારવું જોઈ એ કે, આ લોકેા મારી પાસે જે વિશ્વાસની સાથે આવ્યા છે તે વિશ્વાસનેા ઘાત થવા ન જોઈ એ. તમે પણ તીરૂપ છે. તીનાં જ્યાં ચરણુ પડે છે તે તીર્થી બની જાય છે. તીના માઢામાંથી જે શબ્દ નીકળે છે તે પણ તીના શબ્દ છે અને તી જે વાત કહે છે તે વાત પણ તીની વાત છે. એટલા માટે તમારે એવું એક પણ કામ કરવું ન જોઈએ, એવી એકપણ વાત કરવી ન જોઈએ અને એવા એક પણ વ્યવહાર કરવા ન જોઈએ કે જે તીર્થને યોગ્ય ન હોય. તમેા બહેને પણ તીર્થ રૂપ છે; છતાં જે મુખેથી પરમાત્માનું ભજન કર। તે જ મુખેથી અપશબ્દ કે ગાળાગાળી ભાંડે! એ કેટલું બધું ખરાબ કહેવાય! બહેને પોતે તીરૂપ છે એ વાત સમજતી નથી અને એટલા જ માટે કાલે રાત્રા ફૂટવાની કુપ્રથાને બંધ કરવાની પ્રતિજ્ઞા દેવા માટે મારે પણ ઊભું થવું પડયું હતું. જ્યારે તીને રાવા–કૂટવાને ત્યાગ કરવા માટે આટલું બધું કહેવું પડે તેા ખીજાઓને કેટલું કહેવું પડે ? અને તી જ્યારે રાવા—કૂટવાનું છેડી શકે નહિ ત્યારે ખીજી ખરાબ વાત કેમ તજી શક્શે? તીથે રાવાના ઢાંગતા કરવા ન જ જોઈએ. સ્વાભાવિક આંસુ આવી જાય તા તેને કાઈ રોકી શકતું નથી. એવાં સ્વાભાવિક આંસુ તા ભગવાનના વિયેાગથી સિંહ અણુગાર જેવાની આંખમાંથી પણ નીકળી પડયાં હતાં, પણ વ્યવહારના નામે રાવાને ઢાંગ કરવા એ પ્રથા ખરાબ છે. લેાકેાએ રાવાની પ્રથાને પણ વ્યવહારનું નામ આપી દીધું છે; પણ આ વ્યવહાર નથી પણ ભૂલ છે. લગ્ન આદિતી પ્રથા વ્યવહાર છે, નિશ્ચય નથી; પણ રાવાની પ્રથા તેા વ્યવહાર પણ નથી, એ તેા દેખીતી ભૂલ છે. વ્યવહાર તા તે કહેવાય કે જેના વિના સંસારનું કામ અટકી પડે. આ જ પ્રમાણે પુત્રનું સગપણ તેના ભણતરને ખર્ચ લઈ કરવું એ પણ કયા પ્રકારને વ્યવહાર છે! આજકાલ કેટલાક લોકો પોતાની પુત્રીઓને એટલા માટે મેટ્રીક સુધી ભણાવે છે કે મેટ્રીક થયા વિના આજને ફેશનવાળા તેને પતિ તેને પસંદ કરતા નથી. આ પ્રમાણે ફેશનના ઢાંગમાં તણાઈ જઈ ને આજકાલ બહુ જ બળજબરી કરવામાં આવે છે અને દેખીતા વવિક્રય કરવામાં આવે છે. જ્યાં કન્યાવિક્રયની પ્રથા નથી પણ વરવિક્રયની જે પ્રથા ઘુસતી જાય છે, તેને દૂર કરવામાં આવે તે અન્ય સ્થળે રાજકેટમાં કન્યાવિક્રય કે વરવિક્રયની પ્રથા બંધ થઈ ગઈ છે એવા દાખલા આપી શકાય. લગ્ન રૂપિયા સાથે કરવામાં આવે છે, કે રૂપિયા માટે કરવામાં આવે છે, કે કન્યાની સાથે કરવામાં આવે છે? જો તીની એવી ભાવના હોય કે, ‘હું રૂપિયા માટે લગ્ન કરું છું' તેા તે તીર્થને માટે સર્વથા અનુચિત છે. શિક્ષણ કેટલું લીધું છે, શરીર તથા રૂપ કેવાં છે વગેરે જોવું-તપાસ કરવી તે તા ઠીક છે, પણ કેટલા રૂપિયા આપે છે એ જોવું અથવા રૂપિયા માટે લગ્ન કરવા એ તીર્થને માટે કદાપિ યાગ્ય નથી માટે એ કુપ્રથાને ત્યાગ કરી. જો રૂપિયા લેવા એ નીતિપક્ષ હાત તા તા એને ત્યાગ કરવા વિષે હું આગ્રહ કરત નહિ, પણ એ ચેાકખી અનીતિ છે. અનીતિના કામને શકવું મારું કત્તવ્ય છે. એટલું જ નહિ. પણ એ તે મારો ધર્મ છે. હું તમારા ગુરુ છું અને તમે મારા શ્રાવક છે. મારી જાણુમાં કાઈ અનીતિનું કામ થતું હેાય તે તેને રાકવું એ મારુ કન્ય છે, જો મારી નજર ૪૧

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364