Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 348
________________ વદી ૧ ] રાજકોટ–ચાતુર્માસ [ ૬૭૯ તે કરી લે પણ યથાસમયે રૂપિયા પાછા ચુકવે નહિ તે તે “દીવાળીઓ” કહેવાય. આ જ પ્રમાણે અમારે પણું એમ સમજવું જોઈએ કે, હે! પ્રભુ! અમે આ શ્રાવકેનું વંદન તે સ્વીકારીએ છીએ પણ જે ગુણને લીધે શ્રાવકે અમને વંદન-નમસ્કાર કરે છે તે ગુણ અમારામાં ન હોય કે શ્રાવકૅને એ ગુણ આપી ન શકીએ તે એ પણ દીવાળું ફૂકવા જેવું જ ગણાશે. તમે લોકે અમને પ્રાણસંજીવની જડીબુટ્ટીની મોંઘી દવાની સમાન. માને છે. જે આવી મૂલ્યવાન દવા ઢોળાઈ જાય કે તે દવાની શીશી ટૂટી-ફૂટી જાય તે દવાને આધારે જે લેકે સ્વસ્થતા પામતા હોય તે લેકે મુશ્કેલીમાં આવી જાય. આ જ પ્રમાણે પ્રાણસંજીવની જડીબુટ્ટી જેવી મોંઘી દવાની જેમ મોંઘા ગણુતા જે અમે બગડી જઈએ કે ફૂટી જઈએ, તે અમારા આધારે જે લેકે કલ્યાણ સાધવા ધારતા હોય તે લેકોની શી દશા થાય ? એટલા માટે અમારે પણ અમારી જવાબદારી ધ્યાનમાં રાખવી જોઈએ. અને જે લેકેએ મારી પ્રશંસા કરી છે તે લેકે એ પણ પિતાની જવાબદારીનું ધ્યાન રાખવું જોઈએ. અહીંના લોકે મને જાણતા ન હતા છતાં પણ તેઓ મારા પ્રત્યે ભક્તિભાવ પ્રદર્શિત કરી મને અહીં ખેંચી લાવ્યા એથી એ સ્પષ્ટ જણાય છે કે એ કે કેવળ મારા શરીરની સાથે પ્રેમ કરતા નથી, પણ જે ધર્મનું તેઓ પાલન કરે છે તે ધર્મ પ્રત્યે પ્રેમ છે અને તેથી જ મારા પ્રત્યે પણ પ્રેમભાવ સખે છે. આ જ કારણે તમે લોકે અમારા ઉપર આટલો બધો વિશ્વાસ રાખે છે. આમ છતાં જે અમે બગડી જઈએ, તમારા વિશ્વાસભંગ કરીને તે તમારી શી દશા થાય ? એટલા માટે અમે બગડી ન જઈએ એનું ધ્યાન અમારે પ્રતિપળ રાખવું જોઈએ. બીકાનેર શ્રીસંઘની વિનતી હમણું મેં અને તમે બધાએ સાંભળી. વાસ્તવમાં બીકાનેર શ્રી સંધનું ભાણું પીરસેલું હતું. કેવળ જમવાની વાર હતી, તેવી મારી તૈયારી બીકાનેર જવાની હતી. વચમાં રાજકેટ શ્રી સંઘને પીરસેલું ભાણું મળી ગયું. હું તે રાજકોટ અને બીકાનેરને એક જ સમજું છું અને ભાવના તથા ભક્તિ હોવાથી મારા માટે તે બનેય સ્થળ સમાન જ છે. જે કામ હું બીકાનેર કરતા તે કામ અહીં કરી રહ્યો છું. એટલા માટે બીકાનેરવાળાઓએ મારું અત્રે આવવાનું થવાથી અને બીકાનેર આવવાનું ન થવાથી દિલગીર થવાની કોઈ જરૂર નથી આ સાલ જે હું આ બાજુ આવત નહિ તે મારા માથે જવાબદારીનું ઋણ રહી જાત. એટલે એ ઋણભાર માથા ઉપરથી ઉતારવા માટે મેં વિચાર્યું કે પછી જઈ શકાય કે ન પણ જઈ શકાય; માટે હમણું ત્યાં જવું ઠીક છે. આ વિચારની પ્રેરણાથી અને શ્રીમલજી, સૂરજમલજી વગેરેને આગ્રહ થવાથી મેં ઉનાળાને પણ વિચાર ન કર્યો અને અહીં આવ્યો. હવે મારું એ જ કહેવું છે કે, મારું આ શરીર બીકાનેર, રાજકોટ કે કઈ બીજા સ્થળે રહે પણ તમારે તે તમારા કામ તરફ ધ્યાન આપવું જોઈએ, - - મેં તે કાંઈ વિચાર્યું ન હતું તે પણ ન જાણે કઈ ભાવના કે શક્તિની પ્રેરણાથી સકળ શ્રી સાથે મળીને ગણેશીલાલજીને યુવાચાર્ય ચૂંટયા અને સમ્પ્રદાયના સદ્દભાગ્યે આવા યોગ્ય યુવાચાર્ય સમ્પ્રદાયને મળી ગયા. મારી ઇચ્છા ન હોવા છતાં પણ અજમેરમાં ભારત * પૂજ્યશ્રીના વિહારની નેધ માટે પરિશિષ્ટ પહેલું જુઓ.

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364