Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદી ૧૪] રાજકોટ–ચાતુર્માસ
[ ૬૭૧ શાસ્ત્રમાં એમ કેમ કહ્યું છે કે, મુનિ પક્ષીની માફક વિચારતા હતા. આ પ્રમાણે કહેવાનું કારણ છે કે, પક્ષીને આધાર નિરાવલંબ આકાશ હોય છે. કેઈ કહે કે, અમે પક્ષીઓને વૃક્ષ કે પૃથ્વી ઉપર બેઠેલાં જોઈએ છીએ પણ પક્ષીઓ વૃક્ષ કે પૃથ્વી ઉપર ત્યાંસુધી જ રહે છે
જ્યાં સુધી તેમને કોઈ પ્રકારને ભય હેતું નથી. કેઈ પ્રકારને ભય ઉપસ્થિત થાય કે તરત જ પક્ષીઓ પોતાની પાખની સહાયતા વડે આકાશને જ આશ્રય લે છે. આ વાત હું એક ઉદાહરણદ્વારા સમજાવું છું:
માને કે, એક વૃક્ષ ઉપર એક બાજુ એક વાંદરે બેઠે છે અને બીજી બાજુ એક પક્ષી બેઠેલ છે. હવે અકસ્માતને કારણે વૃક્ષ નીચે પડવા લાગે તે પક્ષી તે આકાશમાં ઉડી જાય છે પણ બીચારો વાંદરો તે વૃક્ષની સાથે જ નીચે પડી જાય છે. પક્ષી તે એમ વિચારે છે કે, આ વૃક્ષ જ્યાં સુધી મને આશ્રય આપે છે ત્યાં સુધી તે હું તેના ઉપર બેસું છું પણ હું એના જ આશ્રયે રહેલ નથી. મારું સાચું બળ તે મારી પાંખોનું જ માનું છું.
આ સંસારમાં રહેનાર જ્ઞાની અને અજ્ઞાનીમાં પણ પક્ષી અને વાંદરા જેવું અંતર રહેલું છે. અજ્ઞાની તે ધન-ઘર તથા કુટુંબ વગેરેને આશ્રય પકડી રાખે છે પણ જ્ઞાનીજનો તે આત્માને જ આશ્રય ૫કડી રાખે છે.
અનાથી મુનિ સંસારને આશ્રય લેતા ન હતા પણ આત્માને જ આશ્રય લેતા હતા એટલા જ માટે શાસ્ત્રમાં એમના માટે એમ કહ્યું છે કે, તેઓ પક્ષીઓની માફક નિરાવલંબી બની વિચારતા હતા તે પૃથ્વી ઉપર, પણ આત્મામાં મગ્ન બનીને વિચરતા હતા. જે પૃથ્વી ઉપર તેઓ વિચરતા હતા તે ભારતની ભૂમિને ધન્ય છે.
ઉપર્યુક્ત કથાને સમજી પરમાત્મા પ્રત્યે એવી પ્રાર્થના કરવી જોઈએ કે, "હે! પ્રભો ! જે પ્રમાણે તે મુનિ મેહરહિત થઈ વિચરતા હતા તે જ પ્રમાણે હું પણ મેહરહિત થઈ વિચરું અને એ મુનિના શરણે જાઉં.” આ પ્રકારની ભાવના રાખી પરમાત્માની પ્રાર્થના કરે તે તેમાં કલ્યાણ રહેલું છે. શાસ્ત્રમાં અનાથી મુનિનું વર્ણન શ્રી ઉત્તરાધ્યયનના વિશમા અધ્યયનની સિવાય બીજે ક્યાંય મળતું નથી. પણ રાજા શ્રેણિકનું વર્ણન શાસ્ત્રમાં
અનેક જગ્યાએ મળી આવે છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે, રાજા શ્રેણિક એક દિવસ મારી જ માફક પદ્મનાભ નામના તીર્થંકર થશે, મારી જ માફક મોક્ષે જશે અને તેની મારા જેવી જ સ્થિતિ થશે. આ પ્રમાણે અનાથી મુનિના શરણે જવાને લીધે રાજા ભોગપભેગનો ત્યાગ કરી ન શકો છતાં ભવિષ્યમાં તીર્થકરપદને પામશે. તમે પણ એવા મુનિને શરણે જાઓ તે તમારા આત્માનું પણ કલ્યાણ થશે. ઉપસંહાર
આ અધ્યયનને સારા જ્ઞાન અને ક્રિયાનું મહત્ત્વ બતાવવું એ છે. અનાથી મુનિ જેવા જ્ઞાનવાન હતા તેવા જ ક્રિયાવાન પણ હતા. તમે કેટલાક લેકે કેવળ કાં તો જ્ઞાનને જ પકડી લો છો અથવા ક્રિયાને જ પકડી લે છે અને તેને જ મહત્ત્વ આપે છે. પરંતુ આમ કરવું એ ભૂલ છે. જે જ્ઞાન જ હોય અને ક્રિયા ન હોય, અથવા ક્રિયા જ હોય અને જ્ઞાન ન હોય તે પતન થવું સ્વાભાવિક છે. જે જ્ઞાનવાન હોય છે તેઓ ક્રિયાનો ત્યાગ કરી દેતા નથી પરંતુ એવી ક્રિયા કરે છે કે જે બીજાને માટે આદર્શ રૂપ હોય છે. અનાથી મુનિએ પહેલાં