Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદી પ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૬૩૭
પાપમાં મન લગાડવાથી મોટામાં મોટું પાપ થાય છે અને ધર્મમાં મન લગાડવાથી મોટામાં મેટો ધર્મ થાય છે. એટલા માટે મનને પાપની બાજુ જવા ન દેતાં પરમાત્માના નામ સ્મરણમાં જેડી નામ અને નામીને અભેદ બનાવી દેવા જોઈએ. આમ કરવાથી ભલે ગમે તેટલું મેટું પાપ હોય પણ તે એક ક્ષણભરમાં ભસ્મ થઈ જશે, પણ કેવળ ઉપરથી જ નામ ન લેતાં હૃદયમાં નામીનું ધ્યાન પણ હોવું જોઈએ. આમ કરવાથી હૃદયમાં પરમાત્માનાં ગુણોનું ધ્યાન રહે છે અને જ્યારે પરમાત્માનાં ગુણમાં ધ્યાન રહે છે ત્યારે આત્માનું કલ્યાણ થવામાં વાર પણ કેમ લાગે ? પરમાત્માનું નામસ્મરણ કરી નામ અને નામીને અભેદ બનાવવાથી આત્માનું કલ્યાણ અવશ્ય થાય છે. પણ એમાં એક શરત એ છે કે, આત્મા અને પરમાત્માની વચ્ચે કોઈ પ્રકારને પડદો રાખવો ન જોઈએ, કારણ કે પડદે રાખવાથી આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. પરમાત્માની સમક્ષ નગ્ન સ્વરૂપ પ્રકટ કરવાથી જ આત્મકલ્યાણ થાય છે. પારસમણિ લેઢાને સેનું બનાવી દે છે પણ ત્યારે કે જ્યારે તેની વચ્ચે કઈ પ્રકારને પડદે ન હોય ! જો પારસમણિ અને લોઢાની વચ્ચે પડદો હોય. તે એ દેશામાં પારસમણિ લેઢાને સોનું કેમ બનાવી શકે ? આ જ પ્રમાણે નામ અને નાની વચ્ચે ભેદ રાખવામાં આવે તે પરમાત્માનું નામ પાપને નષ્ટ કેમ કરી શકે ? જો નામ અને નામીને અભેદ કરી દેવામાં આવે અને અઢાર ગુણોથી યુક્ત પરમાત્માને ઓળખી હૃદયપૂર્વક તેમની સાથે સંબંધ જોડવામાં આવે તે કલ્યાણ થવામાં વાર ન લાગે. એટલા માટે કેવળ પરમાત્માનું નામ લઈને જ બેસી ન જાઓ પરંતુ નામ અને નામીને અભેદ બનાવો તે અવશ્ય કલ્યાણ થશે. કેવળ નામ લેવાથી કાંઈ થતું નથી. ઉદાહરણ તરીકે કઈ પાણી-પાણી કહે પરંતુ
જ્યાં સુધી પાણીના ગુણને અપનાવે નહિ ત્યાં સુધી તેની તૃષા છીપાતી નથી. કોઈ માણસ ભજન-ભજન કહે પરંતુ જ્યાં સુધી ભજનને અર્થ ન સમજે અને તેના ગુણને ન અપનાવે ત્યાં સુધી તેની ભૂખ મટી શકતી નથી. આ જ પ્રમાણે કેવળ નામ લેવાથી જ કાંઈ થતું નથી, પરંતુ નામની સાથે પરમાત્માનાં ગુણોને અપનાવવામાં આવે તે જ કલ્યાણ થઈ શકે છે. ' નામ અને નામીને અભેદ માની પરમાત્માનું નામ લેવામાં પણ ઘણો આનંદ આવશે. કોઈ કન્યા, કેઈ પુરુષ સાથે સગાઈ કર્યા પહેલાં તે તેનું નામ બોલે છે પણ તે જ પુરુષનું નામ સગાઈ કર્યા બાદ મુખેથી તે બેલતી નથી પણ નામ સાંભળી તેના હૃદયમાં આનંદ આવે છે! આ જ પ્રમાણે કેઈ પુરુષ પણ સ્ત્રીનું સગાઈ કર્યા પહેલાં નામ લે છે અને સગાઈ કર્યા બાદ મુખેથી તે સ્ત્રીનું નામ લેતા નથી પણ તેનું નામ સાંભળી તેના હૃદયમાં આનંદ આવે છે. આ અંતરનું શું કારણ છે? એ જ કે, નામ અને નામીના સંબંધથી આત્માનો સંબંધ બંધાય છે. આ જ પ્રમાણે તમે પણ આત્મા અને પરમાત્માનો સંબંધ જેડી પરમાત્માનું નામ લો તો તમને પણ ઘણો આનંદ આવશે. જે પ્રમાણે જે પુરુષની સાથે પિતાની સગાઈ થઈ છે તે પુરુષનું નામ સાંભળી કન્યાના હૃદયમાં પ્રેમનો ઉમળકો આવે છે, તે જ પ્રમાણે પરમાત્માનું નામ સાંભળી હૃદયમાં પ્રેમનો ઉમળકે આવે એ પ્રેમ પરમાત્માની સાથે બાંધે તે એ દિશામાં તમારા હૃદયમાં પણ અપૂર્વ આનંદનો ઉમળકે આવશે.
| સીતાએ રામની સાથે સંબંધ જોડે હતો પણ શા માટે ? સીતાએ રામની પાછળ વધારે કષ્ટો જ સહ્યાં હતાં છતાં તેમની વચ્ચે કે પ્રેમભાવ હતો ! જાણે સીતાએ રામની