Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૬િ૩૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
L [ કારતક છે એ વાત બ્રહ્મદત્ત ચક્રવર્તીના ચરિત્ર ઉપરથી જુઓ. બ્રહ્મદત્ત ચક્રવર્તીના શરીરમાં ઘણાં સુંદર લક્ષણો હતાં અને એ સુંદર લક્ષણને કારણે તે ચક્રવતી પણ થયો, પરંતુ તે જ સુલક્ષણોઠારા તેણે સાતમી નરકનું પાપ બાંધ્યું. આવી દશામાં તેનાં લક્ષણો કેવાં ઘાતક નીવડયાં ?
માને કે, એક માણસ સુલક્ષણવાળો છે પણ તે તમને તલવાર લઈ મારવા આવ્યો છે, તે એ વખતે તે માણસ તમને કેવો લાગશે કે તમે એ માણસને માટે એમ જ કહેશે કે આ માણસ કે ખરાબ લક્ષણવાળે છે!
તમે તમારા માટે આ વાત જુઓ છો પણ આ જ વાત બીજાઓ માટે પણ જુઓ. જે પિતાના સ્વાર્થ માટે બીજા લેકેને કષ્ટ આપે છે તે માણસ ભલે સુલક્ષણવાળો પણ હોય છતાં તે સુલક્ષણવાળો મનાતું નથી. સુલક્ષણવાળો તે તે જ છે કે, જે કોઈને પણ કષ્ટ આપતું નથી પરંતુ બધા ઉપર કૃપાભાવ રાખે છે. આ જ કારણે રાજા શ્રેણિક અનાથી મુનિને માટે એમ કહે છે કે, આપનાં લક્ષણ જ સુલક્ષણ છે; બીજાઓ તે ખરાબ લક્ષણવાળા છે. - કોઈ સ્ત્રી એમ વિચારે કે મારા શરીરમાં આવાં સુલક્ષણ છે અને હું આવી સુંદરી છું. આ પ્રમાણે વિચાર કરનારી સ્ત્રીમાં જે શીલનું લક્ષણ હોય તે તે ઠીક છે, નહિ તે વેશ્યાનાં લક્ષણને પણ સુંદર સુલક્ષણ કેમ માનવામાં નહિ આવે ?
રાજા કહે છે કે, પહેલાં હું એમ કહેતે હતો કે, તમે આવાં સુલક્ષણોથી યુક્ત શરીરને સંયમમાં કેમ લગાડયું? આપે સંયમ શા માટે ધારણ કર્યો પણ હવે હું સમજી શક્યો છું કે, આપે આ શરીરને સંયમમાં લગાડી વધારે સુંદર બનાવ્યું છે અને મનુષ્યજન્મને સફળ બનાવ્યું છે. " જે પ્રમાણે રાજા શ્રેણિક પહેલાં કહેતા હતા કે, “આ ભરયુવાનીમાં તમે સંયમ શા માટે ધારણ કરે છે ! તમે તે ભોગેને ઉપભોગ કરે અને મોજમજા માણો.” તે જ પ્રમાણે આજના યુવકે પણ કહે છે કે, બીજી વાતો તે તમારી પાસે રાખો. અમને તે એવી વાત સંભળાવ કે જેથી અમને મજા આવે. વળી તેઓ કહે છે કે, ધર્મની વાત રહેવા દે, અમને તે સમાજ-સુધારની વાત કહે. પણ ધર્મથી સમાજને સુધાર નહિ થાય એમ સમજવું એ ગંભીર ભૂલ છે.' - રાજા શ્રેણિક પણ પોતે એવો સુંદર હતો કે તેને જોઈ સાધ્વીઓ પણ સંયમનું મહત્ત્વ ભૂલી ગઈ હતી અને તેઓએ એવું નિયાણું બાંધ્યું હતું કે, અમને તપ-સંયમના ફલ સ્વરૂપ આગલા જન્મમાં આ જ સુંદર પતિ મળે. એ સુંદર રાજા પણ પિતાને ગર્વ ભૂલી જઈ મુનિને કહે છે કે, “આપનું જ શરીર સુંદર છે અને આપે જ મનુષ્યજન્મને સુંદર લાભ લીધો છે.” રાજાના આ કથનમાં કેવી આત્મદીનતા જણાય છે! તમે પણ આ વાતને વિચાર કરી તમારા આત્માને ઉન્નત બનાવે. આત્મા વસ્તુની વાસ્તવિક્તા ઉપર વિચાર કરતા નથી એ જ આત્માની ભૂલ થાય છે. વસ્તુને વાસ્તવિક વિચાર કરી, સમ્યફ જ્ઞાન સંપાદન કરી જેટલું આગળ વધવામાં આવે તેટલું સારું જ છે. - રાજા કહે છે કે, “હું ભેગોને ઉપભેગ કરે એમાં જ મનુષ્યજન્મને સફળ માનતા હતો પણ હવે હું સમજી શક્યો છું કે મનુષ્યજન્મની સાચી સફળતા સંયમ ધારણ કરવામાં જ છે. આપે સંયમને ધારણ કરી મનુષ્યજન્મને સફળ બનાવ્યું છે, અને અનાથતાને દૂર કરી આપ સનાથ બન્યા છો. તમે તમારા પિતાના જ નાથ બન્યા નથી પણ સમસ્ત, ત્રસ અને