Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદી ૩]
રાજકોટ–ચાતુર્માસ
[૩૩
સ્થાવર જીવોના પણ નાથ બન્યા છે. આ પ્રમાણે તમે તમારા પણ નાથ છે અને જગતના પણ નાથ છો. હવે હું સારી રીતે સમજી શકો છું કે, વાસ્તવમાં હું તે અનાથ જ છું.
જે વેગક્ષેમ કરે તે જ નાથ છે; અર્થાત અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરાવે અને પ્રાપ્ત થએલી વસ્તુની રક્ષા કરે તે જ નાથ છે.
આ ઉપરથી કોઈ એમ કહે કે, આ વાત તો સંસાર વ્યવહારને પણ લાગુ પડે છે. જેમકે કઈ ભૂખ્યા માણસને કેાઈએ રોટલો આપ્યો અને એ રોટલાને ખાવા દેડતા કાગડાકૂતરાને ભગાડ્યા.-આ પ્રમાણે તેણે અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરાવી અને પ્રાપ્ત વસ્તુની રક્ષા કરી; એટલા માટે આમ કરનાર માણસ બીજા માણસને નાથ થયો કે નહિ ?
આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, રટલે આપીને અને રોટલાની રક્ષા કરીને તે બીજા માણસનો નાથ બન્યો કહેવાય નહિ. કારણ કે, જ્યારે તે પિતાને જ નાથ બન્યો મથી તે પછી બીજાઓને નાથ કેમ બની શકે તે માણસે રોટલો આપી દયા કરી છે એમ તે અવશ્ય કહી શકાય પણ એ કારણે એ બીજાને નાથ બન્યો છે એમ કહી શકાય નહિ. તે માણસે રોટલો આપી તેના શરીરની તે વખતે સહાયતા અવશ્ય કરી છે પણ એ કારણે કાંઈ તે તેને નાથ બની જતો નથી. તે કાંઈ હમેશાંને માટે તેના શરીરની રક્ષા કરી. શકે નહિ તેમ તેના આત્માની પણ કાંઈ રક્ષા કરી શકે નહિ. A કહેવાનો આશય એ છે કે, જે ગક્ષેમ કરે તે નાથ છે; પણ સંસારમાં કઈ પણ એવો નથી કે જે સ્થાયીરૂપે યોગક્ષેમ કરી શકે. યોગક્ષેમ કરનાર તે સંયમ જ છે. એ કારણે જ રાજા શ્રેણિક અનાથી મુનિને કહે છે કે, “હે! મુનિ ! આપ જ સનાથ છો અને આપ તમારા પિતાના પણ નાથ છે અને સંસારના બીજા બધા જીવોના પણ નાથ છો.” - અત્રે એ પ્રશ્ન થાય છે કે, મુનિ પિતાના નાથ થયા એ તે ઠીક છે, પરંતુ બીજાના. નાથ કેવી રીતે થયા ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, રાજા શ્રેણિક એમ તે ન જાણે કેટલીવાર નરકે જાત પણ અનાથી મુનિ તેના નાથ થયા એ કારણે તેણે તીર્થકર ગાત્ર બાંધી લીધું. આ પ્રમાણે મુનિ બીજાના પણ નાથ થયા. સાધારણ રીતે પિતાનું ઉપાદાન સારું હવું આવશ્યક છે, પણ ઉપાદાનની સાથે નિમિત્ત પણ હોવું જોઈએ અને નિમિત્તની સાથે જ ઉપાદાનનું દેવું પણ આવશ્યક છે. જે પિતાનું ઉપાદાન સારું ન હોય તે નિમિત્તનું મળવું પણ નકામું નીવડે છે. જેમકે સૂર્ય બધાને પ્રકાશ આપે છે પણ કોઈ આંધળો માણસ કહે. કે, મને તે સૂર્ય પ્રકાશ આપતા નથી તે એ માણસને એમ જ કહેવામાં આવે કે એમાં તારા ઉપાદાનને જ દેષ છે. આ જ પ્રમાણે અનાથી મુનિ તો બધાના નાથ છે પણ પિતાનું ઉપાદાને સારું હોવું જોઈએ.'
રાજા શ્રેણિક કહે છે કે, “હે ! મુનિ ! આપ જ સનાથ છો અને આપ જ સબાંધવ છે. જે સહાયતા કરે તે બાંધવ છે. અંત સમય સુધી સહાયતા આપનાર સાચા બાંધવ પણ આપે જ છે. કારણ કે આપે જિનોત્તમ માર્ગને પકડ્યો છે એટલા માટે તમે જ સનાથ, સબાંધવ અને શરીરને સુલાભ લેનાર છે.”
રાજા શ્રેણિકની ભક્તિ જોઈ તમે પણ પરમાત્માને એવી પ્રાર્થના કરી કે, હે! પ્રભો! જે પ્રમાણે રાજાને મુનિ તરફ ભક્તિભાવ પ્રગટયો તે જ પ્રમાણે અમને તારા પ્રતિ ભક્તિભાવ-પ્રગટ થાઓ. આ પ્રમાણે સાચા હૃદયથી પરમાત્માની પ્રાર્થના કરશે તે તમારું કલ્યાણ થશે.
-',