Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૪૪૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા દે, તે પણ અનાથી મુનિના સંબંધથી રાજા શ્રેણિકને જેવો લાભ થયો હતો તેવો લાભ તમે પણ મેળવી શકશે. . અનાથી મુનિએ રાજાને કહ્યું કે, “હે રાજન ! કેવળ સાધુપણું લેવાથી જ કોઈ સનાથ બની જતો નથી પણ જે સાધુપણાની ક્રિયા બરાબર પાળે છે તે જ સનાથ બની શકે છે. અને ક્રિયા પાળતા નથી તેઓ અનાથ જ રહે છે.” ' જેનદર્શન મૌલિક છે. અને એટલા જ માટે જૈનદર્શન સાધુતાની રીતિ સ્પષ્ટ બતાવે છે. અનાથી મુનિ સાધુઓનું ઘર બતાવે છે. જે કોઈ સાધુતાની રીતિ દબાવી રાખે છે અને એમ વિચારે છે કે, “જો કેઈ અમારું ઘર, અમારી રીતિનીતિ જાણી જશે તે અમને ઠપકે આપશે” આવા લેકો અનાથ જ છે. જેઓ સત્ય વાતનું પાલન કરે છે અને સત્ય વાતને પ્રકટ પણ કરે છે તે જ સનાથ છે. ---- " અનાથી મુનિએ કહ્યું કે, “હે ! રાજન ! જેઓ પાંચ મહાવ્રતને સ્વીકાર તે કરી લે છે, પણ તેનું પાલન બરાબર કરતા નથી તેઓ અનાથ છે. જે મહાવ્રતને સ્વીકાર કરી લે છે પણ મહાવ્રતને સ્પર્શતા નથી તેઓ મહાવ્રતનું પાલન કરતા નથી. ”
તમે બધા લેકો એમ તે કહે છે કે, પાંચ મહાવ્રતધારી જ અમારા ગુરુ છે. એક જૈન બાળકને પૂછવામાં આવે તો તે પણ એ જ કહેશે. શાસ્ત્રમાં પણ એમ જ કહ્યું છે કે, પાંચ મહાવ્રતધારી જ ગુરુ છે. પછી તે ગુરુ કોઈપણ દેશ કે સમ્પ્રદાયને કેમ ન હોય? આ પ્રમાણે પાંચ મહાવ્રતધારીને જ ગુરુ માને છે તે પાંચ મહાવ્રતધારીનું લક્ષણ પણ જાણવું જોઈએ. પાંચ મહાવ્રતધારીને જાણવાનું શું લક્ષણ છે એ હું એક ઉદાહરણ દ્વારા સમજાવું છું –
માને કે, કઈ માણસે ગાય જોઈ નથી. તે પહેલવહેલાં ગાયને જુએ છે. પણ એ ગાય છે એ તે ગાયનું લક્ષણ જાણે ત્યારે જ કહી શકે. ગાયનું લક્ષણ શીંગડાં કે પૂછવું છે એમ કઈ કહે તે એ લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષ આવે છે. કારણ કે શીંગડાં કે પૂછવું તે ભેંશને પણ હોય છે. એ લક્ષણ તે અનેક પશુઓમાં પણ મળે છે. જે કાઈ કહે કે ગાય કાળી હોય છે તો તેમાં અવ્યાપ્તિ દોષ આવે છે કારણ કે ગાય સફેદ પણ હોય છે અને પીળી પણું હોય છે. જો કેઈ એમ કહે કે ગાયને છ પગ હોય છે તો તેમાં અસંભવ દોષ આવે છે કારણ કે છ પગ તે કોઈ પણ પશુઓને હોતાં નથી. આ પ્રમાણે લક્ષણના આ ત્રણ દે છે. સાચું લક્ષણ છે તે જ છે કે જેમાં આ ત્રણેયમાંથી એક પણ દેષ ન હોય ! જે કેવળ લક્ષ્યમાં જ જાય બીજામાં ન જાય તે જ લક્ષણ દેષરહિત છે; એટલા માટે ગાયનું લક્ષણ બતાવવા માટે એમ કહેવું પડશે કે, ચાર પગ, શીંગડાં અને પૂછડું એ બધું ગાયને હોય જ છે પણ જેને ગલકંબલ હોય તે જ ગાય છે. ગલકંબલ–ગાયના ગળે લટકતી ગોદડી-ગાયની સિવાય બીજા પશુઓમાં હોતું નથી એટલા માટે આ નિર્દોષ લક્ષણથી જ ગાયને ઓળખી શકાય છે. ' આ જ પ્રમાણે પાંચ મહાવ્રતધારીને ઓળખવા માટે પણ કોઈ એવું લક્ષણ હોવું જોઈએ કે જે લક્ષણદ્વારા પાંચ મહાવ્રતધારીની ઓળખાણ થઈ શકે. પાંચ મહાવ્રતને ધારણ કરનાર ગુરુપદને પામે છે એ કથનની સાથે કોઈને મતભેદ હોઈ શકે નહિ. પરંતુ અત્રે જોવાનું એ છે કે, કેવળ પાંચ મહાવ્રતને સ્વીકાર કરે છે તે ગુરુ છે કે પાંચ મહાવ્રતનું પાલન કરે છે તે ગુરુ છે?