Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૫૬૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો
આ ભૌતિકવાદના જમાનામાં આ પ્રકારની ઘણી ચર્ચા થાય છે. કેટલાક એમ પણ કહેવા લાગે છે કે, ભગવાનનું સ્મરણ કરવાથી શું મળે છે ? પૈસાનું સ્મરણ કરી એમ કહેવામાં આવે તે પણ ઠીક છે. આ જ પ્રકારની અનેક દલીલ આપી એમ કહેવામાં આવે છે કે, ચૈતન્ય ઉપર જડને તે ઉપકાર છે પણ ચૈતન્ય ઉપર ચૈતન્યને શો ઉપકાર છે! એટલા માટે ચૈતન્ય પરમાત્માની પ્રાર્થના શા માટે કરવી જોઈએ?
આ પ્રકારનાં પ્રશ્નોનું સમાધાન કરવા માટે સર્વપ્રથમ એ જોવું જોઈએ કે, ચૈતન્ય ઉપર ચૈતન્યને ઉપકાર થઈ શકે છે કે નહિ અથવા ચૈતન્ય ઉપર જડનો જ ઉપકાર છે કે શું? આને માટે જ્ઞાનીજને એમ કહે છે કે, ચૈતન્ય ઉપર ચૈતન્યને જ ઉપકાર છે અને એટલા જ માટે ચિંતન્ય પરમાત્માનું સ્મરણ કરવા માટે કહેવામાં આવે છે. જે લેકે જડના ચક્કરમાં પડી જઈ ચૈતન્ય ઉપર જડનો જ ઉપકાર છે એમ કહે છે તે લેકે જરા ઊંડા ઊતરી વિચાર કરશે તે તેમને જણાશે કે, જેટલાં ઉદાહરણો જડના ઉપકારના વિષયમાં મળી શકે છે તેથી પણ વધારે અને સારાં ઉદાહરણ ચૈતન્યના ઉપકારના વિષયમાં પણ મળી શકે છે. એટલું જ નહિ પણ એવા ઉદાહરણ પણ મળે છે કે, જેમાં ચૈતન્યને મહાન અને જડને તુચ્છ માનવામાં આવેલ છે અને ચૈતન્યના ઉપકારની આગળ જડને ઉપકાર છોડી દેવામાં આવ્યો છે. ઉદાહષ્ણુ તરીકે કઈ માણસ કેર્ટના કઈ કિસ્સામાં ફસાઈ ગયો. તે વકીલની પિાસે ગયા અને તેને કહ્યું કે, આપ એ કેઈ ઉપાય બતાવો કે જેથી હું આ કિસ્સામાંથી ઉગરી જાઉં. હું સાચેં છું. મેં અપરાધ કર્યો નથી છતાં તેમાં હું ફસાઈ ગયો છું એટલા માટે તમે મારી સહાયતા કરે. હવે તે વખતે તે વકીલ જડ વસ્તુ આપશે કે બુદ્ધિ આપશે ? ' ' નાનપણમાં મને એવે પ્રશ્ન પૂછવામાં આવતું કે, અક્કલ મટી કે ભેંશો તે વખતે તે બાળક હતો પણ અત્યારે બાળક નથી; એટલે આજે બચપણથી પણ વધારે ભૂલ થવી ન જોઈએ. આ કારણે જ જ્ઞાનીજને કહે છે કે –
– અવિકાર વિચાર આતમ ગુણ, મેહ જંજાળમાં ન પડ રે;
પુદ્ગલ ચાહ મિટાય વિનયચંદ, તે જિન તૂ ન અવર રે. જ્ઞાનીજને કહે છે કે, તે પુદ્દગલની લાલસામાં પડી રહ્યો છે એટલા જ માટે તું એમ કહે છે કે, ચૈતન્ય ઉપર જડને ઉપકાર છે. દાતા જડ વસ્તુ જ આપે છે અને યાચક પણ જડ જ લે છે આ પ્રત્યક્ષ વાત જઈને જડ વસ્તુને જ પકડી ન બેસે અને ચૈતન્ય ઉપર કેવલ જળને જ ઉપકાર છે એમ માની ન બેસે. સંસારનું કામ જડથી જ ચાલતું નથી. તે મુકદમામાંથી તે માણસને બચાવવા માટે વકીલે પાંચ દશ રૂપિયા આપી દીધા હતા તે તે ઠીક કહેવાત? આથી વિરુદ્ધ બીજા વકીલે તેને એવી બુદ્ધિ આપી કે તે મુકદમામાંથી બચી ગયો તે તમે આ બંનેમાંથી કેને ઠીક સમજશે? પાંચ રૂપિયા લેવા ઠીક સમજશે કે બુહિ લેવાનું ઠીક સમજશે? એટલું જ નહિ બુદ્ધિને માટે તે લેકે વકીલને ફી આપે છે. આ પ્રમાણે ચૈતન્યને માટે જડ વસ્તુને ત્યાગ કરવો પડે છે. માસ્તર ભણાવે છે એટલા માટે તેને પગાર આપ પડે છે. આ પ્રમાણે જ્ઞાનને માટે પુદ્ગલને ત્યાગ તે કરે જ પડે છે. આ જ પ્રમાણે પરમાત્મા વિષે પણ જુઓ કે, પરમાત્મા માટે શેને ત્યાગ કરે પડે છે? પરમાત્મા માટે પણ પુદગલોને ત્યાગ તે કરે જ પડે છે. પુદ્ગલેના ધ્યાસમાં