Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદી ૧૨] રાજકોટ-ચાતુર્માસ
[ પ૬૩ વ્યાખ્યાન: સંવત ૧૯૨ આસે શુદી ૧૨ મંગળવાર
પ્રાર્થના ચેતન જાણુ કલ્યાણ કરન કે, આ મિલે અવસર રે, શાસ્ત્ર પ્રમાણ પિછાન પ્રભુગુન, મન ચંચલ થિર કર રે;
શ્રેયાંસ જિણુંદ સુમર રે. ૧ છે
–વિનયચંદ્રજી કુંભટ વીશી ચા શ્રેયાંસનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પ્રાર્થનાની કડિઓમાં એવો આદેશ કરવામાં આવ્યો છે કે, “હે! આત્મા ! તું શ્રેયાંસનાથ ભગવાનની પ્રાર્થના કર.” આ આદેશની પ્રાર્થનામાં પુનરુક્તિ પણ કરવામાં આવી છે. મહાપુરુષો દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની પુનરુક્તિમાં ઘણું રહસ્ય રહેલું છે. મહાપુરુષો મતલબ વિના કે કારણ વિના એક શબ્દ પણ વધારે બેલતા નથી. પરંતુ જનસમાજને શિક્ષા આપવા માટે તેઓ એક જ વાતને વારંવાર કહે છે અને માતા જેમ પોતાના બાળકને સરળ ભાષામાં શિક્ષા આપે છે, તેમ સરળ ભાષામાં શિક્ષા આપે છે. આ જ પ્રમાણે આ પ્રાર્થનામાં હે! આત્મા ! પરમાત્માનું તું સ્મરણ કર.” એ વાતને વારંવાર કહેવામાં આવી છે.
મહાપુરુદ્વારા કરવામાં આવેલા આ આદેશને શે અર્થ છે એ તે કોઈ પૂર્ણ જ્ઞાની જ કહી શકે ! એક જ શબ્દના અનેક અર્થ થાય છે. એટલા માટે આ આદેશમાં રહેલા પૂર્ણ રહસ્યને કઈ પૂર્ણ જ્ઞાની જ પ્રગટ કરી શકે છતાં એ વિષે હું થોડુંક કહું છું. જે કાંઈ સમજવામાં આવે છે તેને બહુ જ થોડો ભાગ કહેવામાં આવે છે. આ કથનાનુસાર હું જે કાંઈ સમજ્યો છું અને સમજેલી વાત જેટલા અંશમાં કહી શકાય તેટલા અંશમાં કહું છું.
આ પ્રાર્થનામાં પરમાત્માનું સ્મરણ કરવા માટે કહેવામાં આવ્યું છે એટલા માટે પહેલાં તે એ જોવાનું છે કે, આત્મા પણ ચૈતન્ય છે...અને પરમાત્મા પણ ચૈતન્ય છે તે એવી દશામાં ચૈતન્યનું ભજન ચૈતન્ય શા માટે અને કેવી રીતે કરે ? એમ કહી શકાય કે, ચૈતન્ય ઉપર જડનો ઉપકાર જોવામાં આવે છે, પણ ચૈતન્ય ઉપર ચૈતન્યને ઉપકાર જોવામાં આવતા નથી. કોઈ કોઈને ત્યાં માંગવા માટે જાય છે તે તે યાચક પણ જડ વસ્તુ જ માંગે છે અને દાતા પણ જડ વસ્તુ જ આપે છે. ભિક્ષુક પણ જડ જ માંગે છે અને દાતા પણ જડ જ આપે છે. જો ચેતન્ય ચૈતન્ય કહીને જ રહી જાય તે તે બસ કેવળ એ વાત જ રહી. શું લેવું અને શું દેવું ! શ્રેયાંસકુમારે ભગવાનને શેરડીને જે રસ આપ્યો હતો તે પણ જડ હતો- ચંદનબાળાએ પણ ભગવાન મહાવીરને જે અડદનાં બાકળાં આપ્યાં હતાં તે પણ જડ હતાં. સાધુ લેકે પણ અચિત્ત અર્થાત જડ વસ્તુ જ લે છે. જે ચૈતન્ય વસ્તુ હોય તે તેઓ અકલ્પનીય સચિત્ત લેતા નથી. આ પ્રમાણે ચૈતન્ય ઉપર જડને ઉપકાર છે. આવી દશામાં જડને ઉપકાર ન માનતાં અને જડની પ્રાર્થના ન કરતાં ચિતન્ય પરમાત્માની પ્રાર્થના શા માટે કરવામાં આવે છે ?