Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૫૮૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આ
દેવ વિતરાગ જ છે. સરાગી આપણુ દેવ નથી એટલા માટે વીતરાગનું ધ્યાન ધરવું. પાતંજલિ યેગસૂત્ર પણ વીતરાગનું ધ્યાન ધરવા વિષે કહે છે. વીતરાગનું ધ્યાન ધરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. માટે બધું ભૂલી જઈ વીતરાગનું જ ધ્યાન ધરવું. આ તો પ્રાર્થના કસ્વાથી અર્થાત વીતરાગનું ધ્યાન ધરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એની વાત થઈ. પણ વીતરાગનું ધ્યાન કેવી રીતે ધરવું જોઈએ એ વાત અત્રે જોવાની છે. કેટલાક લેકે એમ કહે છે કે, રાગીનું ચિત્ત રાગીમાં તે એંટી શકે પણ રાગીનું ચિત્ત વીતરાગમાં કેવી રીતે ચેટી શકે ? જે કંઈ અમારી સાથે પ્રીતિ બાંધે છે તેની સાથે અમે પણ પ્રીતિપૂર્વક વ્યવહાર કરીએ છીએ, પણ જે. વિતરાગ છે અને જે અમારા જેવા રાગીઓની સાથે પ્રીતિ જ બાંધતા નથી તેમની સાથે અમે કેવી રીતે પ્રીતિ બાંધીએ ? - આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજનો કહે છે કે, રાગીઓની સાથે પ્રીતિ તે અનન્તકાળથી બાંધતા આવ્યા છો પણ તેમની સાથે પ્રીતિ બાંધવાથી કાંઈ લાભ થયો નથી. સંસારમાં એ પ્રકારની પ્રીતિ તે બાંધવામાં આવે જ છે. એવી પ્રીતિ તે કીડી-મકડા આદિ નાના છો પણ બાંધે છે. એટલા માટે મનુષ્ય એવી પ્રીતિ બાંધે એમાં આશ્ચર્યની વાત શું છે. સ્ત્રીપુરુષનું પરસ્પર આકર્ષણ આ જ પ્રકારની પ્રીતિથી થાય છે. આ પ્રકારની રાગપૂર્ણ પ્રીતિ તે સંસારના લોકો કરે જ છે અને તે પણ અનંતકાળથી એવી પ્રીતિ કસ્તે આવ્યો છે, પણ હે! ભવ્ય પુરુષ ! એ પ્રકારની પ્રીતિ કામની પણ નથી. જે રાગથી તું બીજાઓની સાથે પ્રીતિ બાંધે છે તે રાગને વશ થવાથી વીતરાગની સાથે પ્રીતિ બાંધી શકાતી નથી. પરમપુરષ વીતરાગની સાથે પણ પ્રીતિ બાંધી શકાય છે, પણ ત્યારે કે જ્યારે તું આ પ્રકારના રાગમાંથી ચિત્તને પાછું ખેંચી લે.
પાતંજલિ યોગદર્શન વિષે જૈનદષ્ટિએ વિચાર કરવામાં આવે તે બધાં તો આ એક જ સૂત્રમાં ગતાર્થ થઈ જાય છે. પાતંજલિ યોગદર્શન અને જેનસિદ્ધાન્ત બન્ને વિતરાગનું ધ્યાન ધરવું એમ કહે છે. પણ વીતરાગનું ધ્યાન કેવી રીતે ધરવું અને વીતરાગની સાથે પ્રીતિ કેવી રીતે બાંધવી એને માટે કહ્યું છે કે –
પ્રીતિ અનાદિ પર થકી, જે તેડે હો નર જોડે એહ; - પરમ પુરુષથી રાગતા, એક તત્વતા હો રાખી ગુણગેહ. - મહાપુરુષો કહે છે કે હે! જી ! તમે અનાદિ કાળથી આત્માને ભૂલી જઈ પુગલની સાથે પ્રીતિ કરે છે. પુદ્ગલોની સાથેની આ અનાદિની પ્રીતિ જેટલા દરજે તેડવામાં આવશે તેટલા દરજે પરમાત્મા સાથેની પ્રીતિ વધવા પામશે.
આ સંસારમાં એવી કઈ વસ્તુ જ નથી જે સદાને માટે ટકી રહે. આને માટે તમે તમારા શરીરને જ જુઓ. તમારા મસ્તક ઉપર જે કાળા વાળ ઉગેલા હતાં અને જે તમને ગમતા હતા તે પણ સફેદ થઈ ગયા. આ પ્રમાણે આ સંસાર નાશવાન અર્થાત પરિવર્તનશીલ છે. તે નવપુરાતનધર્મવાળો છે, તેને સ્વભાવ જ એવો છે. જ્ઞાનીજનો કહે છે કે, જે સંસારને આ સ્વભાવ છે તે સંસાર સાથે પ્રીતિ ન બાંધો પણ પરમપુરષની સાથે પ્રીતિ બાંધે. આ સંસારની સાથે પ્ર ત બાંધવાથી તું તે પરમપુરુષની સાથે પ્રીતિ બાંધી શકીશ નહિ. જે તે સંસારના આ સ્વભાવને સમજી લઈશ તે પછી તેની સાથેની પ્રીતિ છોડવામાં તને કઈ પ્રકારની મુશ્કેલી જણાશે નહિ અને સંસારની વસ્તુ દૂર થવાથી તેને કોઈ પ્રકારનું