Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી પ ]
રાજકોટ–ચાતુર્માસ
[૫૮૭
આ પ્ર સ્થવિરાની સામે મૂક્યો અને પૂછયું કે, જ્યારે તપ અને સંયમનું ફળ મેક્ષ છે તે પછી સાધુઓ કયા કારણે સ્વર્ગમાં જાય છે? સ્થવિરએ આ પ્રશ્ન વિષે ઘણો વિચાર કર્યો છે અને કેઈએ કાંઈ તથા કેઈએ કાંઈ ઉત્તર આપ્યો છે પણ બધાને સાર એ જ છે કે, સંયમમાં ઉત્કૃષ્ટ પરાક્રમનું ફળ તે મોક્ષ જ છે, પણ જ્યારે સંયમમાં ઉત્કૃષ્ટ પરાક્રમ હેતે નથી ત્યારે સ્વર્ગમાં દેવભૂમિમાં વિશ્રામ કરીને મેક્ષે જાય છે.
માને કે, બે માણસો મુંબઈ જવા માટે નીકળ્યા. એકની પાસે ચાલાક ઘડે હ. એટલે તે માર્ગમાં ક્યાંય રોકાયા વિના સીધો મુંબઈ પહોંચી ગયો પણ બીજાની પાસે એવો ચાલાક ઘડો ન હતો, એટલે તે માર્ગમાં વિસામે લેતા લેતે મુંબઈ પહોં; અર્થાત માર્ગમાં તેને વિશ્રામ લેવો પડશે. શક્તિ ન હોવાને કારણે માર્ગમાં વિશ્રામ લેવો જ પડે છે. છતાં તે બીજે પથિક પણ મુંબઈને જ હતો.
આ જ પ્રમાણે ભગવાનને માર્ગ તે મુક્તિને જ છે અને ભગવાનને ઉપદેશ પણ મુકિતને જ છે. તેમણે સ્વર્ગને માટે ઉપદેશ આપ્યો નથી; છતાં સાધુઓ સીધા મોક્ષે ન જતાં સ્વર્ગમાં પણું એ કારણે જાય છે કે, તેમનામાં સરાગતા રહી જાય છે; વીતરાગતા આવી હેતી નથી. સરાગતા રહેવાથી શુભ યોગ અને શુભ બંધ થાય છે જેથી તેઓ સ્વર્ગે જાય છે. આ પ્રમાણે સંયમના ફળથી સ્વર્ગે નહિ પણ રામના રહેવાથી સ્વર્ગે જાય છેતેમ છતાં આ રાગ અવનતિ કરનારે નહિ પણ ઉન્નતિ કરનારા જ છે.
જ્યારે સાધનમાં અંતર પડી જાય છે ત્યારે સિદ્ધિમાં પણ અંતર પડી જ જાય છે. જેમકે પાતંજલિ યોગદર્શનમાં કહ્યું છે કે, વીતરાગનું ધ્યાન કરવાથી યોગની સિદ્ધિ થાય છે. આમ કહ્યું છે પણ બધા લેકે એકદમ એમ કરી શક્તા નથી. એટલા માટે વીતરાગને ધ્યાનના પણ તે જ પ્રમાણે ભેદપભેદ કરવામાં આવ્યા છે, જે પ્રમાણે જૈન શાસ્ત્રમાં ચારિત્રની આરાધનાદિ ૮૧ ભેદ કરવામાં આવ્યા છે. જે કેઈ જે ભેદથી સાંધનને ઉપયોગ કરે છે તેની સિદ્ધિમાં પણ તેવું જ અંતર પડી જાય છે.
અનાથી મુનિ કહે છે કે, હે! રાજન! જ્યારે આત્મા કુશીલેને માર્ગ છેડી દઈ ઉત્કૃષ્ટ સંયમનું પાલન કરે છે ત્યારે તેનામાં જરાપણુ આશ્રવ રહેતું નથી. ઈવહી ક્રિયા પણ તેરમાં ગુણસ્થાન સુધી જ રહે છે, ચૌદમા ગુણસ્થાને પહોંચ્યા બાદ તે ક્રિયા પણું છૂટી જાય છે અને તેથી તે અત્યુત્તમ (વિપુલ ઉત્તમ) અને ધ્રુવ સ્થાન મુક્તિને પામે છે અર્થાત તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની જાય છે.
મુક્તિને વિપુલ, ઉત્તમ અને ધ્રુવ કહેવામાં આવી છે તેનું શું કારણ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, મુકિતનું ક્ષેત્ર ૪૫ લાખ જનનું અનાદિ કાળથી છે અને આ સંસાર પણ અનાદિ કાળથી છે. આ ઉપરથી કોઈ એમ કહે કે, સિદ્ધિ અને સંસારમાં પહેલાં કોણ છે અને પછી કોણ છે? પ્રશ્ન કરનાર એમ કહે કે, જે મુક્ત થયા છે તેઓ આ સંસારમાંથી જ મુક્ત થયા છે એટલા માટે પહેલાં સંસાર છે અને પછી મુક્તિ છે. પરંતુ આને માટે શાસ્ત્ર એમ કહે છે કે, સંસાર અને મુક્તિ એ બન્ને અનાદિ કાળથી છે અને એ કારણે એમાં આગળ પાછળનો કાંઈ કમ નથી.