Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી ૬]
રાજકેટ-ચાતુર્માસ આજે સાંભળ્યું છે કે, હમણું એક એવું મશીન નીકળ્યું છે કે જે એક હાથ લાંબે કરવાથી કોટની એક બાંય પહેરાવી દે છે અને બીજો હાથ લાંબો કરવાથી બીજી બાંય પહેરાવી દે છે. આ પ્રમાણે મશીન કોટ પહેરાવી દે છે. માનો કે એ પ્રમાણે કોઈ ધોતીયું પહેરાવી દે એવું મશીન નીકળે અને તે મશીન ધોતીયું પહેરાવી પણ આપે છે તે સ્થિતિમાં લજ્જા બચાવવાનું કામ તમારા હાથમાં રહ્યું કે, પરતંત્ર રહ્યું ? મશીન ધોતીયું પહેરાવી આપે પછી ધોતીયું પહેરવાની તમે તક્લીફ જ શા માટે લે? પણ જે બજારમાં ધોતીયું ખુલ્લી જાય તે એ દશામાં તમે શું કરશો? આ પ્રમાણે જે વસ્તુને લીધે તમે પરતંત્ર છે, તે વસ્તુ મેળવીને અભિમાન કરવાની શી જરૂર છે ! આવા ખોટા અભિમાનને કારણે જ લેકે પરાધીન અને પતિત બન્યાં છે.
શાસ્ત્ર કહે છે કે, શ્રેણિક રાજાના પુત્ર અને પાલિત શ્રાવકના પુત્રે ૭૨ કલાનું શિક્ષણ લીધું હતું. કદાચ શ્રેણિકના પુત્ર રાજ્ય કરવા માટે ૭૨ કલા શીખી હોય એમ કહેતા હે તે શું પાલિતના પુત્રને રાજ્ય કરવું હતું કે તેને ૭૨ કલાઓ શીખડાવવામાં આવી ? પાલિત શ્રાવક હતો અને નિગ્રન્યપ્રવચનને જાણકાર હતા. છતાં તેણે પિતાના પુત્રને રાજાના પુત્રની માફક ૭૨ કલાઓ શીખડાવી હતી. મારી સમજમાં તે એમ કરવાનું કારણ કદાચ એ હશે કે, જીવનને પરતંત્ર ન બનાવવું; પણ સ્વતંત્ર બનાવવું. પરતંત્ર બનવાથી જીવન દુઃખી બની જાય છે. સુખી જીવન તે સ્વતંત્ર બનવાથી જ બને છે. જીવનના ઉપયોગને માટે જે વસ્તુ આવશ્યક છે તે વસ્તુ કઈ છે કે જેનો સમાવેશ ૭૨ કલાઓમાં થતું નથી ? ઘર, વસ્ત્ર, ભોજન બનાવવું આદિ બધાં કાર્યો કરે કલામાં અતર્ગત થાય છે. આજે એ ચીજોને ઉપયોગ તે કરવામાં આવે છે પણ તે ચીજને કેમ બનાવવી એ ન જાણવાને કારણે જ જીવન પરતંત્ર બની રહ્યું છે; જીવન પરતંત્ર હોવા છતાં લોકે બેટું અભિમાન કરે છે અને એ અભિમાનને કારણે જ લેકે પતિત થઈ રહ્યા છે.
કદાચ કોઈ કહે કે, અમે પુણ્યવાન છીએ અને અમારી સાથે પુણ્ય કમાવી લાવ્યા છીએ એટલા માટે અમે તૈયાર વસ્તુ ખાઈએ છીએ, પહેરીએ છીએ અને આનંદ માણીએ છીએ. પણ જે લોકે પરતંત્રતા ભગવે છે તે લોકે પુણ્યવાન છે કે જેમનું જીવન પરતંત્ર નથી, પણ સ્વતંત્ર છે તે લેકે પુણ્યવાન છે ? પરતંત્રતા ભોગવવી અને પિતાને પુણ્યવાન માની અભિમાન કરવું એ ભૂલ છે. જેમકે મારા હાથે ઑપરેશન કરવામાં આવ્યું છે, એ મારા હાથથી પાત્ર ઉપડતું નથી અને મારા માટે સાધુઓ ગોચરી લઈ આવે છે. જો તૈયાર ખાઈ લેવું એ જ પુણ્યતા છે તે તે હું સાધુઓએ લાવેલી ગોચરી ખાઈને એમ કહી શકું કે હું તૈયાર ખાનાર તે પુણ્યવાન છું અને તમે ગોચરી લાવનારા પાપી છે. બીમાર થવાથી સાધુઓ મારું મલમૂત્ર પણ પરઠવી આવે છે, એટલા માટે હું તેમને કહ્યું કે હું પુણ્યવાન છું અને તમે પાપી છો શું આ મારું કથન ઉચિત કહી શકાય ખરું?
લોક સમ્યજ્ઞાનની વાતો તે કરે છે પણ આજે તેઓ સમ્યગ જ્ઞાનથી કેવી રીતે દૂર જઈ રહ્યા છે તે જોતા નથી. પિતાની અશક્તતાને કારણે બીજાઓની સહાયતા લઈને સહાયતા આપનારાઓને પાપી બનાવવા અને પિતાને પુણ્યવાન કહેવડાવવા એ કેઈપણ દષ્ટિએ યોગ્ય નથી. મારા માટે ઉચિત તે એ છે કે, પિતાની અશક્તતાને કારણે મુનિઓ પાસેથી હું જે