Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વઢી ૬ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૫૫
વધારે હોવા છતાં પ્રકાશની હાનિ થઈ રહી છે અને તે પ્રકાશથી ઉન્મુખ છે. શુકલપક્ષમાં ખીજને દિવસે પ્રકાશ ઓછો હોય છે પણ તે ક્રમશઃ વધતા હેાય છે અને કૃષ્ણપક્ષમાં ખીજતે દિવસે પ્રકાશ વધારે હોય છે પણ તે ક્રમશઃ એછા થતા જાય છે.
અનાથી મુનિ આ જ વાતને દૃષ્ટિમાં રાખી એમ કહે છે પણ તે મહાનિર્માંન્થના માર્ગે જ ભરા. આ પ્રમાણે ભલે મહાનિ ભરવામાં આવે છતાં તમારા માટે એમ જ કહેવામાં જ ચાલી રહ્યા છે !
કે, ભલે એક જ પગલું ભરા ન્થના માર્ગે એક જ પગલું આવશે કે તમે મુક્તિના માર્ગે
અનાથી મુનિએ આ વાત જો કે બધાને માટે કહી છે પણ તમારા લોકેાની અપેક્ષાએ અમારા–સાધુઓ–ઉપર એ વાતની વધારે જવાબદારી રહેલ છે; કારણ કે અમે ધર્મને માટે જ શિરામુંડન કરાવ્યું છે અને તમારા અને અમારા જે સંબંધ છે તે સંબંધ પણ ધને કારણે જ છે, છતાં બને છે એવું કે, કાઇ કાઈ સાધુએ અને ગૃહસ્થાના સંબંધ સંસારને માટે બની જાય છે. એટલા માટે સાધુઓએ આ વિષે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.
અનાથી મુનિએ જે કાંઇ કહ્યું છે તેના સાર એ જ છે કે, જ્ઞાન અને ક્રિયા બન્નેને જીવનમાં ઉતારવાં. કેટલાક લેાકેા તે કેવળ જ્ઞાનને જ માને છે અને કેટલાક લેકા કેવળ ક્રિયાને જ માને છે; પણ જૈનશાસ્ત્ર કહે છે કે, જ્ઞાન અને ક્રિયાના સમન્વયની આવશ્યકતા છે. બન્નેના સમન્વય થાય તા જ કલ્યાણ થઈ શકે. જ્ઞાન વિનાની ક્રિયા આંધળી છે અને ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળું છે. જે પશુ–લંગડા હેાય છે તે જોઈ તેા શકે છે પણ ચાલી શકતા નથી પરંતુ જે આંધળા હાય છે તે ચાલી તેા શકે છે પણ જોઈ શકતા નથી. પણ જો બન્ને એકખીજાની સહાયતાથી કામ કરે તેા બન્ને ચાલી પણ શકે છે અને યચેષ્ટ સ્થાને પહેાંચી શકે છે. આ વાત એક ઉદાહરણુદ્વારા સમજાવું છુંઃ~~~
માનેા કે, એક સંધે જંગલમાં પડાવ નાંખ્યા. એ સંધની સાથે એક લંગડા અને એક આંધળેા હતેા. રાતના સમયે સંધના બીજા લેાકેા તેા ઉઠીને ચાલ્યા ગયા પણ તે લંગડા અને આંધળા એ બન્ને રહી ગયા. કેવલ એ એ જ માણસા હતા. અને તે સ્થાન જંગલ હાવાથી ભયાનક હતું. સવારે ઉઠીને લંગડાએ જોયું કે, આ બધા લેાકા ચાલ્યા ગયા છે અને કેવળ અમે એ જ જણા અહીં રહ્યા છીએ. તે લગડાએ આંધળાને બધી હકીકત કહી સંભળાવી અને કહ્યું કે હવે શું કરવું! જો આપણે અહીં જ રહીશું તેા જંગલના જાનવરા આપણને ફાડી ખાશે. હું સાથીએ જે માગે ગયા છે તે મા` તા જોઈ શકું છું પણ લગડે। હાવાથી ચાલી શકતા નથી ત્યારે આંધળેા કહેવા લાગ્યા કે, હું ચાલી તે શકુ છું પણ જોઈ શકતા નથી.
તે વખતે જો તેઓ બન્ને સંપી ન જાય તેા તેઓ બન્ને ત્યાં જ રહી જાય અને જંગલી પશુએ તેમને ફાડી ખાય; પણ બન્નેએ સંપીને એવા વિચાર કર્યો કે, આપણામાં એકને ચાલવાની શક્તિ છે અને એકને જોવાની શિત છે. એટલા માટે આ બન્ને શક્તિના સમન્વય કરી આપણે જંગલમાંથી બહાર નીકળી જવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી આંધળાએ લંગડાને પેાતાની કાંધે ખેસાડી દીધેા અને લંગડા તેને માર્ગ બતાવવા લાગ્યા. લંગડા મા ખતાવતા જતા હતા અને આંધળા ચાલતા જતા હતા. બન્નેને એક જ સ્થાને જવાનું હતું એટલા માટે બન્ને પોતપોતાની શક્તિના સમન્વય કરી યથેષ્ટ સ્થાને પહેાંચી ગયા.