Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી ૮] રાજકેટ-ચાતુર્માસ
[૬૦૩ પરમાત્માની સાથે તેણે કોઈ પ્રકારને પડદો રાખવો ન જોઈએ. તેમની સમક્ષ નગ્ન સત્ય રજુ કરી દેવું જોઈએ અને પિતાનાં અવગુણો પણ પ્રગટ કરી દેવાં જોઈએ; અર્થાત તેમની સમક્ષ સાચા હૃદયથી આલોચના કે આત્મનિંદા કરવી જોઈએ. પરમાત્માની પ્રાર્થના આ પ્રમાણે કરવાથી સંસારને કોઈ પણ આઘાત પ્રાથને લાગી શકતા નથી.
પરમાત્માની પ્રાર્થના કરતી વખતે કોઈ પ્રકારને પડદો રાખે છે કે નહિ તેને સાક્ષી કોણ છે ? એની સાક્ષીમાં બીજું કશું હોય ? એની સાક્ષી તે આત્મા જ આપી શકે. પરમાત્માની પ્રાર્થનાદ્વારા આત્મામાં એવી શક્તિનો સંચાર થે જોઈએ કે પછી સંસારનાં આઘાત સહેવામાં કોઈ પ્રકારનું કષ્ટ ન થાય. પિતાનામાં એવી શક્તિ આવી છે કે નહિ એ વાતને નિર્ણય તે જ કરી શકે છે કે જેણે પિતાનું નગ્ન સ્વરૂપ પરમાત્માની સમક્ષ પ્રગટ કરી દીધું હોય. જેમકે તમે પરમાત્માની પ્રાર્થના કરી અહીંથી બહાર નીકળ્યા. બહાર તમને કેઈએ. ગાળો ભાંડી. જે ગાળો સાંભળી તમને ગાળો ભાંડનાર ઉપર ક્રોધ થાય તે એમ સમજવું કે, તમે હજી પરમાત્મા સમક્ષ તમારું નગ્નસ્વરૂપે પ્રગટ કર્યું નથી. તમે તેમની આગળ કઈ વાતને પડદે રાખે છે. આ પ્રકારનો પડદે પરમાત્માની આગળ રાખવો ન જોઈએ એ બતાવવા માટે ભક્તજને કહે છે કે –
પુરુષ વચન અતિ કઠિન શ્રવણ સુનિ, તેહિ પાવક ન દહેગે; | વિગત માન સમ શીતલ મન પર, ગુણ અવગુણ ન ગહેશે.
ભક્તો કહે છે કે, “હે પ્રભો ! અમારામાં એવી શક્તિ આવે કે અમે કઠોરમાં કઠેર વચનબા પણ સહી શકીએ. બસ! અમે આપની પાસે એ જ ચાહિએ છીએ.' '
વચનને આઘાત કાંઈ છે તે નથી. બાણથી વધારે વચનને આઘાત હોય છે. શાસ્ત્ર પણ કહે છે કે, શસ્ત્રને આઘાત સહે તે સરલ છે પરંતુ વચનનો આઘાત સહે બહુ જ મુશ્કેલ છે. શાસ્ત્રનો ઘા તે મટી પણ શકે છે પણ વચનને ઘા માટે બહુ જ મુશ્કેલ હોય છે.
ભક્તો કહે છે કે, “હે! પ્રભો ! અમેએ જે આપની સમક્ષ નગ્ન સ્વરૂપે પ્રગટ કર્યું હેય અને આપની સાચા હૃદયથી પ્રાર્થના કરી હોય તે કઠેર વચનબાણ પણ અમારી સામે, જે પ્રમાણે સમુદ્રમાં પડેલી આગ શાન્ત થઈ જાય છે તે પ્રમાણે શાન્ત થઈ જાય. જો અમારો આત્મા સમુદ્ર સમાન ગંભીર બની જાય અને અમારું મન શાન્ત થઈ જાય તે વચનાગ્નિ પણ પિતાની મેળે જ શાન્ત થઈ જશે. અમારું કાંઈ નુકશાન કરી શકશે નહિ.”
પરમાત્માની પ્રાર્થના કરવામાં જે કોઈ પ્રકારની કચાશ ન રહે તે એ દિશામાં વચનાગ્નિ અવશ્ય શાન્ત થઈ જાય; પણ જે ક્યાલ રહે તે દુર્યોધનની જે હાલત થઈ તે જ હાલત થાય. એટલા માટે પરમાત્માની પ્રાર્થના કરવામાં કોઈ પ્રકારની કચાશ રાખવી ન જોઈએ.
પરમાત્માની પ્રાર્થના કરી લેકે એમ ચાહે છે કે, અમને કઈ ગાળો જ ભાંડે નહિ પણ અમે એમ કહીએ છીએ કે, પરમાત્માની પ્રાર્થના કરવાથી એવી શક્તિ આવે છે જેથી બીજાઓએ આપેલી ગાળો શાન્ત થઈ જાય અર્થાત અસર જ ન કરે. આ પ્રમાણે પર