Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૬૦૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો
માત્માની પ્રાર્થના કરવામાં આ પ્રકારની સમજનું જ અંતર રહેલું છે. આ સમજને ફેરવવાની જરૂર છે.
ભગવાન મહાવીરને શેવાળે રાંઢવાથી (દેરડાંથી) માર મારી કહ્યું હતું કે, તેં જ મારા બળદેને ચોર્યા છે. મારા બળદો ક્યાં છે તે બતાવે. આમ કહેવા છતાં જ્યારે ભગવાન બેલતા. ન હતા ત્યારે ગોવાળને ક્રોધ વધતું જતું હતું. કથાનકમાં કહ્યું છે કે, તે વખતે ઇન્દ્રનું આસન ડોલાયમાન થયું. ઇન્દ્ર ત્યાં આવ્યા અને ક્રોધે ભરાઈ તે ગોવાળને કહેવા લાગ્યા કે, “હે! દુષ્ટાત્મા! જે સિદ્ધાર્થ રાજાના પુત્ર છે અને જેમણે રાજ્યને તૃણવત્ ત્યાગ કર્યો છે તેઓએ શું તારા બળદો ચોર્યા હશે ? તું જેતે નથી કે આ કાણુ મહાત્મા છે કે તેમને તું ફટકા મારી રહ્યો છે ! મને તારા ઉપર એ ક્રોધ આવે છે કે તારા શરીરને આ વજીથી વિધી નાંખું?”
તે વખતે ભગવાન ગોવાળ અને ઇન્દ્રની વચ્ચે પડ્યા અને ઇન્દ્રને કહેવા લાગ્યા કે, “ઈન્દ્ર! તું આ શું કરે છે? તું અને મારી ભક્તિ કરવાને કારણે જ દંડ આપે છે ને ? પણ મારી ભક્તિ મારા ગુણને અપનાવવાથી થઈ શકે કે દુર્ગુણોને અપનાવવાથી? આને દંડ આપવાને શું હું સમર્થ ન હતું ? પરંતુ જે હું એને દંડ આપત તે શું તું મારો ભક્ત રહી શક્ત? તું ક્ષમાને કારણે જ મારો ભક્ત થયો છે ને ? તે પછી મારી ભક્તિ કરવા માટે તું ક્ષમાથી વિપરીત કામ શા માટે કરી રહ્યો છે ! આ ગોવાળ તે અજ્ઞાન છે પણ તું તે એનાથી પણ વધારે અજ્ઞાનતાનું કામ કરે છે. આ ગેવાળ મારા વિશ્વાસે બળદેને છોડી ગયો હતો પણ એ શું જાણે કે હું બળદની ખબર રાખીશ કે નહિ ? તે ગોવાળે પાછા આવી બળદે કયાં ગયા એમ મને પૂછયું અને જ્યારે મેં તેને પ્રશ્નનો જવાબ ન આપે ત્યારે તેને એવી શંકા પડી કે તેના બળદને મેં જ ચેર્યા છે. આ પ્રમાણે એ તે અજ્ઞાન છે. પણ તું તે અજ્ઞાન નથી. તું તે જ્ઞાની છો છતાં મારી ભક્તિને નામે તું મારા ગુણોથી વિપરીત કામ કેમ કરી રહ્યો છે? તારે મારી ભક્તિ કરવા માટે મારાં લક્ષણ જેવાં જોઈએ કે તેનાં લક્ષણ જેવાં જોઈએ ? એને દંડ આપવા માટે હું સશક્ત નથી એમ તે નથી. મેં બાળપણમાં જ મેરને ડોલાવ્યા હતા તે હવે મારામાં શું એ શક્તિ નથી ? શકિત છે છતાં મેં તેને દંડ એટલા માટે આપે નહિ કે મારી તેના ઉપર અનન્ત કૃપા છે. એટલા માટે તું એને કોઈ પ્રકારને દંડ આપવાનો વિચાર છોડી દે.”
ભગવાન મહાવીર સાચા ક્ષત્રિય હતા. તેમનામાં બ્રાહ્મણત્વને ગુણ પણ હતું અને ક્ષાત્રત્વને ગુણ પણ હતા. તેઓ જાણતા હતા કે કેવળ મસ્તિષ્ક શક્તિથી જ કામ ચાલી શકતું નથી પણ તેની સાથે ક્ષત્રિયોચિત વીરતાની પણ આવશ્યક્તા રહે છે.
ભગવાનની અમૃત વાણી સાંભળી ઇન્દ્ર તે શાન્ત થયો જ પણ તે ગોવાળ પણ બંધ પામ્યો. તે ગોવાળ વિચારવા લાગ્યો કે, “મેં તેમને માર માર્યો છે છતાં તેઓ મારે પક્ષ ખેંચી રહ્યા છે અને મને બચાવી રહ્યા છે. ધન્ય છે એ મહા પ્રભુને! આ પ્રમાણે વિચાર કરી તે ગોવાળ ભગવાનના પગે પડે. કહેવત છે કે, “સાંભરના તળાવમાં ભલે હાડકું પડે કે પત્થર પડે, પણ તે બધું મીઠું જ બની જાય છે. આ જ પ્રમાણે ભલે કોઈ પ્રેમ કરીને ભગવાનને ભેટે કે ક્રોધ કરીને ભગવાનને ભેટે પણ ભગવાન તે એમને બધાને સમાન જ માને છે અને જે તેમને ભેટે છે તેમને બધાને પોતાના જેવા જ બનાવી દે છે.”