Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૬૦૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો
આ કથનની પુષ્ટિ માટે હું શાસ્ત્રનું પણ પ્રમાણ આપું છું. હું મારા કથનને પ્રમાણભૂત કહેતે નથી પરંતુ શાસ્ત્રના વચનને પ્રમાણભૂત કહું છું. મારા જે કથનની પુષ્ટિ શાસ્ત્રના પ્રમાણથી થઈ શકે તેને તે ઠીક માને અને જેની પુષ્ટિ થઈ ન શકે તેને ઠીક ન માને. જે આ વાતને વિચાર નહિ રાખે તે વજની માફક તમે અસ્થિર જ રહેશે. અનાથી મુનિને અધિકાર-૬૭ --- અનાથી મુનિના કથનને ઉપસંહાર કરતાં ગણધર મહારાજ કહે છે કે –
एबुग्गदंते वि महातवोधणे, महामुणी महापइन्ने महायसे ।
महानियण्ठिजमिणं महामुयं, से कहेई महया वित्थरेणं ॥ ५३॥ નિર્ચાનું કલ્યાણ કરનાર આ મહાસુત્ર શાસ્ત્રમાં તે મહાપુરુષોએ પિતાના કલ્યાણ માટે ઘેડામાં જ ગૂંચ્યું છે, પણ ગણધર મહારાજ કહે છે કે, આ નિર્ચન્થનું કલ્યાણ કરનારી મહાસ્થાને મહામુનિ અનાથી લાંબા વિસ્તારથી મહારાજા શ્રેણિકને સંભળાવી હતી. - તમે કહેશે કે, જ્યારે આ કથા, નિર્ચન્થોનું કલ્યાણ કરનારી છે તે પછી આ કથા સાધુઓ અંદર જ કેમ કરી લેતા નથી ? ગૃહસ્થની સામે આ કથા શા માટે કહેવામાં આવે છે? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, અનાથી મુનિએ આ કથા નિર્ચન્થની સામે કહી નથી પરંતુ રાજા શ્રેણિકની સામે કહી છે એટલે શાસ્ત્ર પ્રમાણ મળે છે કે આ કથા ગૃહસ્થની આગળ કહેવામાં કાંઈપણ વાંધો નથી. બીજું જે વાત નિર્ચન્થને માટે હિતકારી છે તે વાત તમને પણ હિતકારી જ હશે. નિગ્રન્થનો અને તમારો આત્મા સમાન જ છે. નિર્ગળે જે મુક્તિ ચાહે છે તે જ મુક્તિ તમે પણ ચાહો છો. બધાને માટે એક જ મુક્તિ છે. આ સિવાય જે દવા રાજાના રેગને મટાડે છે તે દવા ગરીબેના રેગને કેમ મટાડે નહિ? જે સૂર્ય રાજાના મહેલ ઉપર પ્રકાશ પાથરે છે તે જ સૂર્ય ગરીબના ઝૂંપડા ઉપર પણ પ્રકાશ પાથરે છે. સૂર્ય તે રાજાના મહેલ અને ભંગીના ઝૂંપડા ઉપર સમાનરૂપે પ્રકાશ આપે છે, પછી તે એ પ્રકાશને જે લાભ લેવા ચાહે તે લઈ શકે છે. એ જ પ્રમાણે આ મહાસૂત્ર પણ બધાને માટે સમાન હિતકારી છે. જે કાઈ પાપી આ મહાસૂત્રને લાભ લેવા ચાહે તે તેને પણ લાભ મળી શકે છે અને કેઈ નિગ્રંથ તેને લાભ લેવા ચાહે છે તે પણ લાભ મેળવી શકે છે.
આ મહાકથા કેણે કહી હતી અને તેણે સાંભળી હતી એ બતાવવા માટે સૂત્રકાર કહે છે કે, આ મહાકથા કહેનાર મહાઉગ્ર, દાન્ત, તપોધની, મહાપ્રજ્ઞાવાન અને મહાન યશસ્વી મુનિ છે.
ઉચને અર્થ વિર થાય છે. તે મુનિ પણ વીર હતા, કેઈને મારવામાં વીર ન હતા પણ ઈન્દ્રિયોનું દમન કરવામાં વીર હતા. અર્થાત કર્મશત્રુઓને જીતવામાં વીર હતા. - જ્યારે કોઈ વિરપુરુષ હાથમાં હથિયાર લઈ શત્રુઓને દમન કરવા બહાર નીકળે છે ત્યારે કોઈ તેને એમ કહે કે, તારી સ્ત્રી રુવે છે, તારે છેક બિમાર છે અથવા આવી જ બીજી વાત કહે તે શું તે વીરપુરૂષ તેની આવી વાત સાંભળી પાછો ફરશે ? તે વખતે તેને આવી વાતે ગમશે નહિ. તેના મનમાં તે શત્રુઓનું દમન કરવું એની જ ધૂન હશે. તે