Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી ૬] રાજકેટ-ચાતુર્માસ
[૫ - તમારે સેવક પણ જોઈએ અને સંતાન પણ જોઈએ. પણ કેવાં જોઈએ? જવાબમાં બધા એમ જ કહેશે કે સારાં સંતાન અને સારા સેવકે જોઈએ. પરંતુ તમે પોતે કેવા છે, તેને વિચાર કરો. જ્યારે તમે પોતે જ સારા નહિ હે તો પછી સંતાનો સારાં ક્યાંથી થાય? મૂળ જે સારું હશે તે ફળ મીઠાં આવશે. એ લેકક્તિ અનુસાર માતાપિતા સારાં હોય તો સંતાને પણ સારાં થઈ શકે. પોતે સારાં ન હોય તો સંતાને સારાં ક્યાંથી થઈ શકે?
સુભગ સેવક જ તેમને ત્યાં સુદર્શન નામનો પુત્ર થશે. પુત્ર કેને કહેવો ! એની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે, પુરાતતિ પુત્રઃ અર્થાત–જે પિતાની રહેણીકરણીથી માતાપિતાને તથા વંશકુળને પવિત્ર બનાવે તે જ પુત્ર છે. નીતિમાં પણ કહ્યું છે કે –
परिवत्तिनि संसारे मृत: को वा न जायते।
स जातो येन जातेन याति वंशः समुन्नतिम् ॥ અર્થાત–આ પરિવર્તનશીલ સંસારમાં બધા જન્મે છે અને મરે છે પણ તેમનું જન્મવું જ સાર્થક છે કે જે પોતાના કુલવંશને પવિત્ર બનાવે છે.
સુદર્શને પિતાના કુલને કેવું પવિત્ર બનાવ્યું હતું તે જુઓ. કેટલાક લકે વૃદ્ધ થવા છતાં પણ સંસારવ્યવહારમાં જ ફસાઈ જઈ આખરે મરી જાય છે; પણ જિનદાસે સુદર્શનને યોગ્ય સમજી તેના ઉપર સંસારવ્યવહારને ભાર શેંપી દીધો અને પોતે તથા અર્વદ્દાસીએ આત્માનું કલ્યાણ સાધ્યું. જિનદાસ તથા અહદ્દાસીનું આ કાર્ય પણ અનુકરણીય છે. જે લેકે અન્ત સમય સુધી સંસારવ્યવહારમાં જ ફસાએલા રહે છે તેઓ પિતાનું તે અહિત કરે જ છે પણ સંતાનનું પણ અહિત કરે છે. તેઓ સંતાનની સામે એ ખરાબ આદર્શ મૂકી જાય છે કે જેથી સંતાનનું પણ અહિત થાય છે. - સુદર્શને કપિલની સાથે મિત્રતા બાંધી હતી. મિત્રતા કેવી હોવી જોઈએ એ પણ સુદર્શનના ચરિત્ર ઉપરથી જુઓ. સાચા મિત્ર વચ્ચે છૂપી વાત પણ છુપાવવામાં આવતી નથી અને તેની સાથે ખાનપાનાદિમાં પણ કઈ પ્રકારને ભેદ રાખવામાં આવતું નથી. આ જ પ્રમાણે સંકટના સમયે મિત્રની સહાયતા કરવા માટે મિત્રોએ હમેશાં તૈયાર રહેવું જોઈએ એ પણ બધપાઠ આ ચરિત્રકથામાંથી મળે છે. નીતિમાં જે છ પ્રકારની મિત્રતા બતાવવામાં આવી છે તેમાંની ઉત્તમ મિત્રતા તે સુદર્શનની મિત્રતા જેવી જ હોય છે.
સુદર્શનની મિત્રતા જેવાની સાથે ત્રિયાચરિત્રથી કેટલા સાવધાન રહેવું જોઈએ અને કદાચ ત્રિયાચરિત્રના ફંદામાં ફસાઈ જવાય છે તેમાંથી કેવી રીતે બચવું જોઈએ એ પણ જુઓ. સુદર્શન કપિલાના ફંદામાં ફસાઈ ગયા હતા ત્યારે તેણે કપિલાને સ્પષ્ટ કહી દીધું હતું કે, હું મારી સ્ત્રીના સિવાય બીજા કોઈને માટે પુરુષ નથી. આ પ્રમાણે ત્રિયાચરિત્રના પંજામાં સપડાયા છતાં તે નિષ્કલંક બહાર નીકળી ગયો હતો. તેનું આ કાર્ય પણ અનુકરણીય છે.
અભયા રાણી હતી છતાં કપિલાના કુસંગમાંથી તે કેવી બની ગઈ હતી ! કપિલાએ તેને મશ્કરીમાં જ ખરાબ કામમાં કેવી રીતે ફસાવી દીધી હતી? અભયા ભલે ગમે તેવી હોય પણ જે તે કપિલાના કુસંગમાં પડી ન હતી તે તે સુદર્શનને ફસાવવા માટે તૈયાર ન થાત અને આગળની ઘટના પણ ઘટત નહિ. આ વાતને દૃષ્ટિ સમક્ષ રાખી કુસંગતિથી હમેશાં બચવું જોઈએ. સાપ અને વીંછીના સંગથી એટલી હાનિ થતી નથી જેટલી હાનિ કુસંગથી થાય છે. અભયાની જે દુર્ગતિ થઈ તે કુસંગના કારણે જ થઈ હતી.