Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી ૫]
- રાજકેટ–ચાતુર્માસ :
દુઃખ પણ થશે નહિ. જે સંસારના આ સ્વભાવને જાણતા નથી તે તે શરીરને રેગી કે દુખી થવાથી રુદન કરે છે પરંતુ જે સંસારના સ્વભાવને જાણકાર-જ્ઞાની છે તેને એવા સમયે પણ દુઃખ થતું નથી પણ પ્રસન્નતા થાય છે. જ્ઞાનીજને સંસારને એમ કહે છે કે,
તું તારો સ્વભાવને છોડતા નથી તો પછી અમે અમારો સ્વભાવ કેમ છોડી દઈએ ? તું પરિવર્તનશીલ છે. એ તારો સ્વભાવ જ છે પણ અમારો સ્વભાવ એવો નથી,” sy
સંસારને પરિવર્તનશીલ સ્વભાવ જોઈને પુદ્ગલ સાથેની પ્રીતિ તમે જેમ જેમ તેડતા જશે તેમ તેમ પરમાત્મા સાથે પ્રીતિ વધતી જશે. એટલા માટે સંસાર સાથેની પ્રીતિ તેડી નાંખી અનન્યભાવે પરમપુરુષ પરમાત્માની સાથે પ્રીતિ કરો. .. .. - કદાચ કોઈ એમ કહે કે, એક બાજુ તે તમે રાગનો ત્યાગ કરવાનું કહે છે. અને બીજી બાજુ પરમાત્માની સાથે પ્રીતિ–રાગ બાંધવાનું કહે છે તે એ બન્ને વાત કેમ બની શકે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ એ ત્રણ પ્રકારના રાગે ત્યાજ્ય છે, પરંતુ દેવ, ગુરુ અને ધર્મ સાથે રાગ ત્યાજ્ય નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
ધમેખ ના ક્રિમિiાપમાગુviral... છે. આ પ્રમાણે પરમાત્માની સાથે પ્રીતિ બાંધવી ત્યાજ્ય નથી. કામરાગ, સ્નેહરાગ અને દષ્ટિરાગ અપ્રશસ્ત છે અને ધર્મરાગ પ્રશસ્ત છે. પહેલાં અશુભમાંથી નીકળી શુભમાં જવાય છે, બાદ પિતાના સ્વરૂપમાં અવાય છે. આ જ ય માર્ગ છે. . . .
કદાચ કઈ કહે કે, અમે પરમાત્મા સાથે પ્રીતિ બાંધીએ અને એ પ્રીતિના ચિહ સ્વરૂપ અમે જે વસ્તુ ખાઈએ-પીઈએ અને પહેરીએ તે પરમાત્માને અર્પણ કરીએ તો એમાં પરમાત્મા સાથેની પ્રીતિ પ્રગટ થાય છે કે નહિ ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે વિવેકદષ્ટિએ એ જોવું જોઈએ કે, અમે પરમાત્માની સાથે જે પ્રીતિ પ્રગટ કરીએ છીએ તે પ્રીતિ પરમાત્માની પ્રભુતા વધારવાના ઉદ્દેશથી કરીએ છીએ કે ઘટાડવાના ઉદ્દેશથી ? પ્રત્યેકની સાથે તેની યોગ્યતાનુસાર પ્રીતિ કરવી જોઈએ. ઉદાહરણ તરીકે, તમે લેકે સાધુ એની ભક્તિ કરે છે પણ સાધુઓ પ્રત્યેની પ્રીતિ પ્રગટ કરવા માટે જે તમે તેમને ગળામાં તમારી મોતીની માળા પહેરાવી દો તે શું તે ઠીક કહેવાશે ? શું એમ કરવાથી ભકિત છે પ્રીતિ પ્રગટ થશે ? એ ભક્તિ કે પ્રીતિ નથી કે તે તમે જાણે જ છે. એટલે માટે જે વસ્તુથી સાધુના ચારિત્રમાં દોષ ન લાગે તેવી વસ્તુ સાધુઓને સમર્પણ કરવી એમાં જે સધુર એની ભક્તિ રહેલી છે; પણ જે વસ્તુ આપવાથી સાધુના ચારિત્રમાં દેષ લાગે તે વસ્તુ સાધુઓને આપવી એમાં સાધુઓની ભક્તિ રહેલી નથી. એમ કરવું એ તે અજ્ઞાન છે. - ભગવાન વીતરાગની ભક્તિ વિષે પણ એમ જ સમજે. પરમાત્માની ભક્તિ કરવા માટે વિકાર અને અહંકારને ત્યાગ કરી દીનભાવે તેમની પ્રાર્થના કરે. પરમાત્માં અહંકારથી દૂર રહે છે અને નમ્રતાની સમીપ રહે છે એટલા માટે વિનમ્ર બની પરમાત્માની સાથે હૃદયપૂર્વક જેમ જેમ પ્રીતિ બાંધતા જશે તેમ તેમ પરમાત્માની સમીપ તમે જતા જશે
અનાથી મનિને અધિકાર-૬પ - અનાથી મુનિ રાજા શ્રેણિકને એ જ વાત કહી રહ્યા છે કે, “હે! રાજન ! તું કુશીલના માર્ગને ત્યાગ કરી મહાનિર્ચન્થના માર્ગે ચાલ.” મહાનિર્ચથેના માર્ગે ચાલવાથી શું લાભ થશે તેને માટે અનાથી મુનિ કહે છે કે –. . . . . . . . . .
૨૯
,
બ