Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી ૬]
રાજકાટ ચાતુર્માસ
[ પ૧
ભગવાન સુદૃર્શીને વિચાર્યું કે, હજી મારું આયુષ્ય બાકી છે એટલા માટે જગતનું કલ્યાણુ કરવું. આ પ્રમાણે વિચાર કરી સુદન ભગવાન ગ્રામ–નગર, પુર-પાટણમાં વિચરવા લાગ્યા અને જનતાને ધર્માંતા ઉપદેશ આપી તેમનું કલ્યાણ કરવા લાગ્યા. મહાપુરુષના એ તા સ્વભાવ જ હાય છે કે, તેઓ પોતાના શરીરને ઉપયેાગ ખીજાઓના કલ્યાણુમાં જ કરે છે. આ જ પ્રમાણે ભગવાન સુદન પણ જનપદમાં વિચરતાં જનતાને ધર્મ ઉપદેશ દેવા લાગ્યા. તેમના ધર્મોપદેશના પ્રભાવ જનતા ઉપર કેવા પડતા હશે અને તેમના ઉપદેશથી જનતાનું કેવું કલ્યાણ થતું હશે એ કાણુ કહી શકે ?
આપણે પણ આત્માનું કલ્યાણ કરવા માટે પોતાની શક્તિ ભગવાન સુદર્શનને અનન્ય ભાવે સમપી દેવી જોઈ એ અર્થાત્ આ સંસાર ઉપર જે મેહ છે તે પરમાત્માને સોંપી દેવા જોઈએ; એમ કરવાથી અપૂર્વ શાન્તિ પ્રાપ્ત થશે અને આત્માનું કલ્યાણ પણ થશે. કેવલી થયા બાદ મેક્ષે જવામાં મુક્ત થવામાં કાઈ પ્રકારના સ ંદેહ રહેતા નથી છતાં પણ કેવલી ભગવાન વિહાર કરે છે. તેઓ જે વિહાર કરે છે તે પરોપકાર કરવા માટે જ કરે છે. પરાપ કાર કરવા માટે જ સાધુએ કાઈ પ્રકારના બંધનમાં રહેતા નથી પણ જનપદમાં વિચરે છે. આ જ પ્રમાણે તમે પણ તમારી શક્તિના પરીપકારમાં ઉપયેગ કરા.
ભગવાન સુદન તેરમા ગુણુસ્થાનનું ઉલ્લ’ધન કરી ચૌદમા ગુરુસ્થાને પહોંચી મેસે ગયા અને સિદ્ધ, યુદ્ધ અને મુક્ત થયા. આ જ માગે અનંત જીવો મેક્ષે ગયા છે. મેશ્ને જવાના આ જ માર્ગ છે. તમે પણ આ મ`તે અપનાવે। . તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે.
~~~~~~~
વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ આસા વદી ૬ બુધવાર
=
પ્રાના
અરનાથ અવિનાશી, શિવ-સુખ લીધા; વિમલ વિજ્ઞાન-વિલાસી, સાહબ સીધ.
તૂ ચેતન ભજ અરદ્ધનાથને, તે પ્રભુ ત્રિભુવનરાય; તાત ‘સુદર્શોન’ ‘દેવી' માતા, તેહુને નન્દ કહાય. ૫ ૧૫
—વિનયચ’દ્રજી કુભટ ચાવીશી
શ્રી અરહનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થનાને માર્ગ ઘણા જ વિકટ છે છતાં એ માર્ગે આત્મા જેટલા જેટલા આગળ વધે છે તેટલા તેટલા આત્માને અધિક આનંદ મળે છે.
આત્માનું સ્વરૂપ જાણવું એ પરમાત્માની પ્રાથનાનું સાચુ રહસ્ય છે. આત્મા, અજ્ઞાનને કારણે પેાતાનું સ્વરૂપ ભૂલી ગયા છે અને એમ માનવા લાગ્યા છે કે, હું બહાર જે કાંઈ જોઈ રહ્યો છું તે જ હું છું; પણ આત્મા એટલું વિચારતા નથી કે, તે બહાર જે કાંઈ દશ્યરૂપે જોઈ રહ્યો છે તે તેા તુચ્છ છે. તેનું સ્વરૂપ આ દશ્ય પદાર્થોથી તદ્દન જુદું જ છે. આત્મ સ્વરૂપ સમજવા માટે જ્ઞાનીજના થ્યાત્માને સખાધીને કહે છે કેઃ