Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૫૮૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આ
દુષ્કૃત્યને પણ સારાં માની રહ્યા છે. હવે હું આપના શરણે આવી છું. આપ મારે અપરાધ માફ કરો અને મારો ઉદ્ધાર કરે.”
આ પ્રમાણે પશ્ચાત્તાપ કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે. પાપને નષ્ટ કસ્યા માટે ભગવાન તે કેવલ નિમિત્તરૂપ જ છે. સાચી રીતે પાપને નષ્ટ કરનાર તે પિતાને પશ્ચાત્તાપ જ છે.
| મંગલ ગાવે દેવી દેવતા, મુનિગુણુ અપરંપાર;
મહાપાતકી સુધરી વ્યંતરી, પાઈ સમકિત સાર. ધન ૧૩૮ છે વ્યન્તરીને પશ્ચાત્તાપ જઈદેવે કહેવા લાગ્યા કે, આ પિતાનાં પાપ માટે કેવો પશ્ચાત્તાપ કરી રહી છે! આપણે દેવ છીએ, આપણું સ્થાન આ વ્યન્તરી કરતાં ઊંચું છે, છતાં પણ જે આપણામાં પાપ દબાએલું રહ્યું તે મહાન હાનિ થશે. એટલા માટે આપણે પણ પોતાનાં પાપનો પશ્ચાત્તાપ કરવો જોઈએ. - ઉપરથી ભલે ગમે તેવાં સુંદર કપડાં પહેરવામાં આવ્યાં હેય પણ કપડાંની નીચે પણ બીમારી–ખરાબી હોય છે. એટલા માટે એમ સમજવું ન જોઈએ કે અમે સાધુ કે શ્રાવક છીએ એટલે નિષ્પાપ છીએ, પણ પિતાનામાં જે કાંઈ પાપ હોય તેને પ્રગટ કરી પશ્ચાત્તાપ કરવું જોઈએ. જે પાપને દબાવી રાખવામાં આવે તે પાપથી ભયંકર હાનિ થશે. જયારે નીચ અને આસુરી શક્તિવાળી વ્યન્તરી પણ પિતાનાં પાપનો આ પ્રમાણે પશ્ચાત્તાપ કરી રહી છે તે પછી વિવેકશક્તિને ધારણ કરનાર મનુષ્યએ પોતાનાં પાપને પશ્ચાત્તાપ કેટલે કરવો જોઈએ તેને વિચાર કરશે. તમે તમારા વિષે વિચાર કરો કે, તમે હમેશાં વ્યાખ્યાન સાંભળો છે છતાં જો તમે પિતાનાં પાપને પશ્ચાત્તાપ ન કરે તે ક્યારે પશ્ચાત્તાપ કરશે? જે રોગને અમૃતથી પણ ન ધાયું તે પછી ક્યારે ધશે ? સાબુ મળવા છતાં પણ જે કપડાંને સાફ ન કર્યો તે પછી ક્યારે સાફ કરશે ? દેવો તે વ્યન્તરીને પશ્ચાત્તાપ કરતી જોઈ પોતાનાં પાપને પશ્ચાત્તાપ કરવા લાગ્યા, તેમ તમે પણ તમારા પાપને પશ્ચાત્તાપ કરે. તમારે પણ પાપોની આલોચના કરી પશ્ચાત્તાપ કરવો જોઈએ.
કેટલાક લે કે, પિતાનાં પાપ પ્રકટ થઈ જશે તે દુનિયા ખરાબ કહેશે એ વિચારથી પિતાનાં પાપ છુપાવી રાખે છે. પરંતુ પાપને છુપાવી ભલે થોડા દિવસો માટે દુનિયામાં સારા કહેવાઓ પણ એમ કરવાથી તે અનંતકાળ સુધી ખરાબ બન્યા રહેશે, અને પાપને પ્રકટ કરવાથી દુનિયા તમને ભલે ગમે તે કહે પરંતુ પરમાત્મા તમને ખરાબ નહિ કહે. પાપને પ્રકટ કરવાથી આત્મા ગમે તે હોય પણ તે પવિત્ર બની જાય છે. પરમાત્માની સમક્ષ ગમે તે પાપી પિતાનાં પાપો રજુ કરી પવિત્ર બની શકે છે. એટલા જ માટે ભક્તજને કહે છે કે:
પ્રભુજી મેરે અવગુણ ચિત્ત ન ધરો, એક લોહા પૂજામેં રાખત એક ઘર બધિક છુરે; પારસ તામે ભેદ ન રાખત કંચન કરત ખરે. પ્રભુ એક નદિયા એક નાર કહાવત મલે નીર રે;
દેય મિલ એક રૂ૫ ભયે તબ સુરસુરિ નામ પ. પ્રભુત્વ એક તે તે લેટું છે કે જે પૂજામાં રાખવામાં આવે છે, અને એક તે લે છે કે જે કસાઈના છરાના રૂપમાં છે. જો કસાઈના છરામાં રહેલું લેતું જે પારસને સ્પશે નહિ તે