Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી ૨ ]
રાજકેટ–ચાતુર્માસ
[૫૮૧
કરી હું મુનિ થયો. મુનિ થયા બાદ પણ આ અભયા માતાની સહાયિકા પંડિતાએ પણ મારી ધર્મપરીક્ષા કરી મને સહાયતા આપી છે. આ માતા જે પહેલાં અભયા રાણી હતી પણ શૂળી ઉપરથી બચી જવાને કારણે જે ગળે ફાંસો ખાઈ બન્તરી થઈ છે, તેણીએ પણ મારા ઉપર આ જંગલમાં ઉપકાર કર્યો છે. મને આ ઉન્નત અવસ્થાને પ્રાપ્ત કરવામાં જેટલી સહાયતાની આવશ્યક્તા હતી તે બધી સહાયતા આ માતા તુલ્ય મને આપી છે. આ પ્રમાણે આ બધો મહિમા અને દિવ્યજ્ઞાન પ્રાપ્ત કરવામાં આ માતા તુલ્ય જ મારી સહાયિકા છે. એટલા માટે તમારા કરતાં આ માતા તુલ્ય જ મારી પ્રાર્થના કરવાની સર્વપ્રથમ અધિકારીણી છે.
ભગવાનનું આ કથન સાંભળી અભયા કહેવા લાગી કે, “હે ! પ્રભ! તે આપને પહેલાં પણ અનેક કષ્ટો આપ્યાં હતાં, અને આ જંગલમાં પણ મુનિ થવા છતાં તમને ઘણું કષ્ટો આપ્યાં છે છતાં તમે મને ઉપકારિણી કહી મારી પ્રશંસા કેમ કરી રહ્યા છે ?” આ પ્રમાણે કહી અભયા દીનતા પ્રગટ કરવા લાગી. | દે ભગવાન સુદર્શનને કહેવા લાગ્યા કે, આપ જે કહે છે તે પણ ઠીક છે અને
આ વ્યન્તરી જે કહે છે તે પણ ઠીક છે. અમને તે તમારી વાતમાંથી એક તવ જાણવા મળ્યું છે કે, પારસને છેદવા માટે જે છરી ગઈ હતી તે છરી પારસના સ્પર્શથી પોતે જ સોનાની બની ગઈ. આ જ પ્રમાણે આ વ્યન્તરીના હાલ બન્યા છે. એટલા માટે આપને પણ ધન્ય છે અને તેને પણ ધન્ય છે. અમે તે તમારા બન્નેના ગુણ ગાઈએ છીએ.
નીમેં અતિ નીચ કમ મેં, કીના પાતિક પૂર;
દિયા દુખ મૈને મહામુનિકે, અરે ! અરે ! કર્મ સૂર. . ધન ૧૩૭ છે આ પ્રમાણે અભયા વ્યન્તરી, ભગવાન સુદર્શનની સમક્ષ ક્ષમાપ્રાર્થના કરી રહી છે. ઘણા વર્ષોથી પડેલા ઘાસના ઢગલાને બાળવામાં અગ્નિને કેટલી વાર લાગે ? અગ્નિને એ વાતને વિચાર હેત નથી કે આ ઘાસને ઢગલે આટલાં વર્ષોથી અત્રે પડે છે એટલા માટે એને બાળવામાં પણ એટલે જ સમય લગાડવો જોઈએ. પણ તે તે થોડી જ વારમાં ઢગલાને બાળીને ભસ્મ કરી નાંખે છે. આ જ પ્રમાણે અનંતકાળના સંસ્કાર અને અનંત ભવનાં પાપોના સંસ્કારો પણ આવા મહાત્માના શરણે જવાથી થોડીવારમાં જ ભસ્મીભૂત થઈ જાય છે. મહાપુરુષો ઉપર ખોટું આળ ચડાવવું એ કાંઈ ઓછું પાપ નથી. ગૌહત્યા, બ્રાહ્મણહત્યા, સ્ત્રીહત્યા અને બાલહત્યાથી પણ આ પાપ ભયંકર છે. વિશ્વાસઘાતનું પાપ એથી પણ વધારે છે. અભયાએ પણ વિશ્વાસઘાત કરી એવું ભયંકર પાપ કર્યું હતું પણ કહ્યું છે કે –
ગે બ્રાહ્મણ પ્રમદા બાલક કી, મેટી હત્યાચારે; તેને કરણહાર પ્રભુ ભજ ને, પાવે ભવનિધિ પારે. પદ્મળ પટરહિત થઈ પરમાત્માના શરણે જવામાં આવે તે એવાં મહાપાપે પણ નષ્ટ થઈ જાય છે.
વ્યન્તરી કહે છે કે, “હેપ્રભો ! મેં સાંભળ્યું છે અને પ્રત્યક્ષથી જોઉં છું કે, આપ અધમ ઉદ્ધારક છે. અને તેથી જ તમે આ દેવેને એમ કરી રહ્યા છે કે, “આ માતાતુલ્ય મને કેવલજ્ઞાન જલદી પ્રાપ્ત કરવાની સહાયતા આપી છે. આ પ્રમાણે તમે મારા દુષ્કૃત્યને પણ સહાયતારૂપે માની રહ્યા છો. આપ અધદ્ધારક છે એ કારણે જ તમે મારા