Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
સમય જાય
છે કે
,
---
-
*
ર
ક
ક ટી
**
શુદી ૧૨ ] રાજકોટ–ચાતુર્માસ
[૫૭૧ જગતમાં શબ્દોને પાર નથી, પરંતુ-એ શબ્દોનું એ શબ્દોને સાંભળવાનું–સ્થાન તે કાન જ છે. હવે એ જાઓ કે શબ્દ મોટાં કે કાન મોટાં ? આ જ પ્રમાણે આંખ પણ બધાં રૂપોનું આયતન છે. આંખની વિના રૂપ નકામું છે. આ પ્રમાણે સંસારનાં બધાં પદાર્થોનું આયતન અર્થત રહેવાનું સ્થાન તે ઇન્દ્રિયો છે, પણ એ જુઓ કે આંખમાં, નાકમાં, કાનમાં અને એ બધી ઇન્દ્રિમાં કોણ છે? એ બધી ઈન્દ્રિમાં આત્મા જ છે ને ? એ આત્મા એક પણ છે અને અનેક પણ છે. એકમાં તે એક છે અને અનેકમાં તે અનેક છે. ભગવતી સૂત્રમાં તેમના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું છે કે, “હું એક પણ છું અને અનેક પણ છું. આંખ, કાન, નાક વગેરેમાં જે આત્મા ન હોય તે શું એ બધી ઇન્દ્રિો પિતપોતાનું કામ કરી શકે ખરી? જોકે આંખ, કાન, નાક આદિ ઇન્દ્રિયો ભિન્ન ભિન્ન છે પણ એ બધી એક જ આત્માની સત્તા છે. આ પ્રમાણે આત્મા એક પણ છે અને અનેક પણ છે. જે આત્મા પિતાના રૂપને સમજે તે પોતાના રૂપમાં જ આવી શકે છે અને જ્યારે તે પિતાને ભૂલી જઈ મેહમાં પડી જાય છે ત્યારે તે પોતે જ ચક્કરમાં પડી જાય છે. આ પ્રમાણે આત્મા જ્યારે પિતાને વિચાર કરે છે ત્યારે તે પોતાના રૂપમાં જ આવી જાય છે અને જ્યારે પિતાને ભૂલી જાય છે ત્યારે મેહમાં પડી જાય છે.
આત્મા પિતાને ભૂલી જઈમેહમાં કેવી રીતે પડી જાય છે! તે એને માટે એમ માનો કે, કેઈ સ્ત્રી તમારી સામે આવી તે વખતે આત્મા પિતાને મેં માને છે કે રમણીને મોટી માને છે. બલ્કિ કેટલાકે તે રાવણની જેવા એવા હોય છે કે, જેઓ રમણીની પાછળ પિતાનું સર્વસ્વ-પિતાનાં પ્રાણુ સુદ્ધાં પણ સમર્પણ કરી દે છે. શું આજે પણ મોટા મોટા રાજાએ અને ગોસાઈઓ એક એક રંડીની પાછળ બરબાદ થયા નથી ? - આ પ્રમાણે આ આત્મા-બ્રહ્મ પિતાની મેળે જ પોતાના રૂપમાં આવે છે અને પિતાની મેળે જ પે તાને ભૂલી જઈ મેહમાં પડી જાય છે. એટલા જ માટે કવિ આનંદઘનજી કહે છે, હે ! અવધૂત ! આયતન અર્થાત મઠમાં શું પડી રહ્યો છે ! તારા ઘટને કેમ જેતે નથી ? એ ઘટમાં કહ્યું છે એ જે.”
જ્ઞાનમાં પણ આત્મા જ છે અને અજ્ઞાનમાં પણ આત્મા જ છે. આજે જો તમારામાં અજ્ઞાન પણ હોય તે તેને પણ તમારું સહાયક માને. અપૂર્ણતા જ પૂર્ણતા આપનાર છે. ન જાણવું કે એવું જાણવું એ અપૂર્ણ જ્ઞાન અથવા અજ્ઞાન છે, પણ એની દ્વારા જ પૂર્ણતા અર્થાત જ્ઞાનમાં જાઓ.
- સુદર્શન ભગવાન આગળ કહેવા લાગ્યા કે, “હે ! દેવો ! તમે લોકો જે મહિમા ગાઈ રહ્યા છો તે મહિમા શરીરને નહિ પણ ઉત્કૃષ્ટ સંયમને છે. એ ઉત્કૃષ્ટ સંયમ બધા આત્મામાં રહેલ છે એટલા માટે તેને ભૂલી ન જાઓ.”
જૈનધર્મ કહે છે કે, ઉત્કૃષ્ટ સંયમ હોવાથી જ ઉત્કૃષ્ટ ચારિત્ર આવે છે. એમ બનતું નથી કે, ઉત્કૃષ્ટ સંયમ તે ન હેય અને ઉત્કૃષ્ટ જ્ઞાન પેદા થઈ જાય. જો ઉત્કૃષ્ટ સંયમ પહેલાં : ઉત્કૃષ્ટ જ્ઞાન પેદા થઈ જાય તે ગજબ થઈ જાય ને ! એ દશામાં સંસાર જ પતિત થઈ જાય. એટલા માટે પહેલાં મેહ નષ્ટ થાય છે ત્યારે જ ઉત્કૃષ્ટ જ્ઞાન પેદા થાય છે. મોહ નષ્ટ થયાં પહેલાં જ્ઞાન પેદા થવાથી સંસાર પતિત થઈ જાય. ઉદાહરણ તરીકે માનો કે,..