Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
પ૬૬ ]
અનાથી મુનિના અધિકાર—૬૩
અનાથી મુનિ રાજા શ્રેણિકને કહી રહ્યા છે કે, હું ! રાજન ! હવે હું તને એ બતાવું છું કે મેં સાધુના આચારની આ બધી વાતા તને શા માટે સંભળાવી છે? તમે પણ એમ વિચાર કરે। કે, અનાથી મુનિએ રાજાની સમક્ષ સાધુઓના આચાર વિષયક વર્ણન શા માટે કર્યું છે ? જો તમે એમ કહેતા હેા કે, અમને સાધુએના આચારથી શું મતલબ ! તે। આ તમારી ભૂલ છે. બલ્કિ જે સાધુ હશે તે તે પોતાને આચાર પહેલાં બતાવશે. જે સાધુતાનું પાલન કરતા ન હેાય તે ભલે એમ વિચારે કે, જો હું સાધુના આચાર ગૃહસ્થાને બતાવીશ તે ગૃહસ્થા મારા કાર્યની ટીકા કરશે પણ જે સાધુતાનું પાલન કરતા હશે તે મુનિ તે સાધુઓના આચાર પહેલાં જ બતાવશે. તેમ કરવામાં તેમને પોતાને પણ લાભ છે અને સાથે સાથે તમારા પણ લાભ છે:
सोचा मेहावि सुभासि इमं, अणुसासणं नाणगुणोववेयं । मग कुसीला जहाय सव्वं, महानियंठाण वए पहेणं ॥ ५१ ॥ ‘ હે ! મેધાવી ! . હે ! બુદ્ધિમાન રાજા ! આ સુભાષિત કે જેનું મેં તારી સામે વર્ણન કર્યું છે તે સાંભળી તું તે વિષે વિચાર કર. આ સુભાષિત અનુશાસન અર્થાત્ શિક્ષારૂપ છે અને જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં ગુણોથી યુક્ત છે. આ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી સુસંસ્કૃત એવી શિક્ષાને સાંભળી તું કુશીલાને માગ છેાડી દઈ મહાનિગ્રન્થાના માર્ગે ચાલ.
'
અનાથી મુનિએ રાજા શ્રેણિકને જે કાંઈ કહ્યું છે તે ઉપરથી તે એમ જણાય છે કે, જાણે રાજા શ્રેણિક સાધુ થતા હાય પણ તે સાધુ થતા નથી છતાં મુનિએ તેને આમ કહ્યું છે તે તેના શા ઉદ્દેશ છે તે અત્રે જોવાનું છે
રાજા શ્રેણિકને મુનિએ મેધાવી કહ્યા છે. આ ઉપરથી એમ પ્રગટ થાય છે કે, આ સુભાષિત-શિક્ષા બુદ્ધિમાનને જ આપવી જોઈએ, બુદ્ધિહીનને નહિ. પણ આજે તો શ્રેણિક જેવા બુદ્ધિમાન લોકેા નથી એટલે શું આ શિક્ષા કાઈને આપવી ન જોઈએ ?
બુદ્ધિમાન માણસા એ પ્રકારના માનવામાં આવે છે. એક તા તે બુદ્ધિમાન છે કે જે ક્રાઈ વાતને સાંભળી તે જ સમયે સત્યાસત્યને નિર્ણય કરી લે છે અને બીજો તે બુદ્ધિમાન છે કે જે તુરત જ સત્યાસત્યને નિર્ણય કરી શકતા નથી પણ તેને પ્રયત્ન તે તે બાજુ જ હાય છે. જેમકે એક તા માસ્તર હાય છે અને ખીજો છાત્ર હેાય છે. એ બન્નેમાંથી કાને બુદ્ધિમાન કહેવાય ? જો બન્નેમાં બુદ્ધિ ન હોય તેા એક માસ્તર અને ખીજો છાત્ર હાય એ અની જ ન શકે અને જે બન્ને સમાન બુદ્ધિવાળા હેાય તે પછી એકને માસ્તર અને ખીજાતે છાત્ર બનવાની જરૂર પણ રહેતી નથી. માસ્તર અને છાત્ર બન્નેમાં બુદ્ધિ તે છે પણ એકમાં વધારે છે અને ખીજામાં ઓછી છે પણ જેનામાં બુદ્ધિ એછી છે તે બુદ્ધિ પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરે છે અને ખીજો તેને બુદ્ધિ આપે છે. આ પ્રમાણે જે છાત્રમાં બુદ્ધિ ઓછી છે તે પણ મુદ્ધિમાન જ છે; કારણ કે, તે બુદ્ધિ પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરે છે. આ જ પ્રમાણે જે બુદ્ધિને પ્રાપ્ત કરવાને પ્રયત્ન કરે છે તે પણ મુદ્ધિમાન જ છે અને જેનામાં બુદ્ધિ છે તે તે પહેલેથી બુદ્ધિમાન છે જ. તમે જો કાઈ વાતના નિર્ણય તાત્કાલિક · કરી ન શકે તો પણ