Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
તમે કહેશે કે, અમે તે એમ સમજતા હતા કે, જ્યારે સંસારનું સુખ વધે ત્યારે પ્રાર્થનાનું બલ વધ્યું છે એમ મનાય. પરંતુ શત્રુને પણ મિત્ર માનવામાં પરમાત્માની પ્રાર્થ નાનું બલ રહેલું છે એમ માનવું એ તો બહુ મુશ્કેલ માર્ગ છે. અને વાસ્તવમાં પરમાત્માની પ્રાર્થનાને માર્ગ એવો જ છે. પિતાની વિષયવાસનાને પોષવા માટે પરમાત્માની પ્રાર્થના કરવી એ તે કેવળ પ્રાર્થનાનો ઢગ છે. જ્યારે પ્રતિકૂલ પદાર્થો અનુકૂલ લાગવા માંડે ત્યારે પ્રતિકૂલ પદાર્થો પણ અનુકૂલ થઈ જશે. અને સાથે સાથે તમારો આત્મા પણ બંધનમાં સપડાશે નહિ. જ્યારે તમો કઈ ચેરે વગેરેના ઘેરામાં ઘેરાઈ જાઓ ત્યારે એમ માને છે, હે ! પ્રભો ! એ લેકે મને, મારી ભૂલ બતાવી તારી તરફ ધકેલી રહ્યા છે. હું તને સમજી શક્ય નથી. એની સજા આપવા માટે એ લેકે તૈયાર થયા છે. જ્યારે તમે આ પ્રકારની ભાવના ભાવશે ત્યારે શું કઈ માણસ તમારે- વૈરી રહી શકે ખરા? પરંતુ આવી ભાવનાને કેળવવા માટે તેના અભ્યાસની જરૂર રહે છે.
ભક્ત કહે છે કે, “હે ! પ્રભે ! જો હું સત્યની રાહ ઉપર હેઉ તે ભલે કઈ રાજા નારાજ થઈને મને કારાગારની સજા આપી મારી ઉપર ત્રાસ વર્તાવે તે પણ હું તે તેને ઉપકાર જ માનીશ. હું તો એમ જ વિચારીશ કે, એ રાજાએ મને શાન્તિ જ આપી છે અને મારે ઉપકાર કર્યો છે, તેમજ મારા આત્માની જે દશા હું અત્યાર સુધી સમજી શક્યો નથી એ દશા સમજવાને એણે મને આ સુઅવસર આપ્યો છે.” - પહેલાંના વખતમાં વિદ્યાર્થીઓ જ્યારે બરાબર અભ્યાસ કરતા ન હતા ત્યારે તેમને ધમકી અને શારીરિક દંડ આપવામાં આવતું. જો કે આમ કરવું એ અત્યારે એક પ્રકારની ભૂલ માનવામાં આવે છે, પણ એમ કરનારાઓને ઉદ્દેશ તે એ જ . રહેતો કે વિદ્યાર્થીઓ બરાબર અભ્યાસ કરે. આ જ પ્રમાણે ભક્ત લેકને માથે જ્યારે કષ્ટ આવી પડે છે ત્યારે તેઓ એમ કહે છે કે, “હે ! પ્રભો ! આ કષ્ટ મને તારી પ્રાર્થના કરવાને અભ્યાસ કરાવે છે. આ મહાદિ કષ્ટને અત્યાર સુધી હું કષ્ટ રૂપે માન હતું પણ હવે મને જણાયું કે, એ કષ્ટ વાસ્તવમાં કષ્ટ રૂપ નથી પણ પ્રાર્થનાને અભ્યાસ કરવા માટે એક શિક્ષા રૂપ છે.” જ્યારે તમે પણ ભક્તોની માફક આવી ઉચ્ચ ભાવના ભાવતા થશે અને તમારા આત્માને ઉજ્જવળ બનાવશો, ત્યારે રાજા પણ તમને હાથ જોડવા લાગશે.
ભક્ત લેકે કહે છે કે, “હે ! પ્રભે ! ભ્રમને કારણે આ આત્મા ડાકણ-શાકણ વગેરેથી ભયભીત થઈ અહીં તહીં ભટકે છે પણ મને એ વિશ્વાસ છે કે, આપના શરણે આવવાથી એ કલ્પનાનાં ભૂતે તે ક્ષણભર પણ ઉભા રહી શકશે નહિ અને જે કઈ દેવ પણ ભયંકર પિશાચ રૂપ ધારણ કરી, હાથમાં તલવાર લઈ, મને ડરાવવા ચાહશે તે પણ તેનાથી ન ડરતાં, હું એમ જ માનીશ કે, એ તે મારી ઉપર ઉપકાર કરે છે, અને મારી પરીક્ષા લઈ રહ્યો છે.”
કોઈ વિદ્યાથી, જે તે પોતાને અભ્યાસ બરાબર કરતો હોય, તે તે પરીક્ષાથી જસ પણ ડરતે નથી, પણ તે તે ઊલટો મારી પરીક્ષા અવશ્ય લે એમ કહે છે; તે જ પ્રમાણે જે કઈ દેવ પરીક્ષા લે, તો તે ભક્ત એમ જ માને છે કે, “આ મારું શરીર ભલે તે નષ્ટ કરી નાખે, પણ આવા સમયે જે પરમાત્મા ઉપર મારે વિશ્વાસ દઢ રહે અને