Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૪]
રાજકોટ–ચાતુર્માસ
[૪૭૩
આપ નિવૃત્ત થયા છે ત્યારે દર રહેવાથી જ આપ તેના ભારથી બચી શકે; અન્યથા એક રીતે નહિ તે બીજી રીતે આપ તે ભારથી બચી ન શકે.
અત્તમાં મારું આપને એ જ નિવેદન છે કે, હવે આપ પણ વૃદ્ધ થયા છે અને હું પણ વૃદ્ધ થયું છે. એટલા માટે આપ જલગાંવમાં બિરાજીને મને તથા દક્ષિણનિવાસી ભાઈઓને આપની સેવાને લાભ આપવાની કૃપા કરે. આપની દ્વારા ઉત્તર ભારતને ઘણે ઉપકાર થએલ છે. હવે દક્ષિણ ભારતને પણ પાવન કરે.
મારી એક બીજી પણ પ્રાર્થના છે. આપે અત્યારસુધી જે શાસ્ત્રીય જ્ઞાન સંપાદન કર્યું છે તથા ગ્રન્થાષણ, ભ્રમણ, વાદવિવાદ તથા વિદ્યાબુદ્દિદ્વારા જે અનુભવ પ્રાપ્ત કર્યો છે તેને લાભ કે ઉચ્ચ સાહિત્યના નિર્માણકાર જનતાને પણ આપો અને એ પ્રમાણે જૈનશાસ્ત્રોના ઉદ્ધારની સાથે જ જનતાને ઉપકાર કરે. જે આપ જલગાંવ પધારી શાસ્ત્રોદ્ધારની મારી પ્રાર્થનાને સ્વીકાર કરે તે હું આ કાર્યમાં દ્રવ્યને સદુપયોગ કરવાને પણ તૈયાર છું.
બત્રીસ સૂત્રના અનુવાદ તથા પ્રકાશન વગેરેમાં જેટલા રૂપિયા લગાવવા પડશે તેટલા હું લગાવીશ. આ કાર્યમાં લાગેલા રૂપિયાનું કાંઈ વ્યાજ ન લેતાં, પ્રકાશિત સાહિત્યના વિકયારા જે આવક થશે તે બાદ કરીને જે હાનિ થશે તે હું તેને સહન કરીશ અને જે બચત રહેશે તે તે હું શ્રી હિતેષુ શ્રાવક મંડલ-રતલામને ભેટ કરી દઈશ. અર્થાત્ આ કાર્યમાં જેટલી પૂંજી રે કવી પડશે તે વ્યાજ લીધા વિના જ રેકીશ અને જે હાનિ થશે તો હું સહન કરીશ અને જે લાભ થશે તે તે મંડલને આપી દઈશ.
અન્તમાં હું આપને એ જ પ્રાર્થના કરું છું કે, મારી આંતરિક ભાવનાને પૂર્ણ કરવા માટે અને જૈન જનતાના કલ્યાણને દૃષ્ટિમાં રાખી આપ જલગાંવમાં સ્થાનીયરૂપે બિરાજવાની કૃપા કરે, ઇતિ શુભમુ. રાજકેટ
શ્રીમાનના મુખકમલદ્વારા આ પ્રાર્થનાની (કાઠિયાવાટ)
સ્વીકૃતિ સાંભળવાને ઉત્સુક આસો વદી ૩.
- સેવક સંવત ૧૯૯૩
લછમણુદાસ ગંભીરમલ આ પ્રમાણે ત્રણ વિનંતીઓ થઈ, જેને ઉત્તર પૂજ્યશ્રીએ બીજે દિવસે નીચે પ્રમાણે ફરમાવ્યો હતો.
મારી પાસે મેરબી, પોરબંદર અને જામનગરની વિનંતીઓ આવી છે. આ વિનંતીઓમાં જોરદાર વિનંતી શેઠ લક્ષ્મણદાસજી જલગાંવની છે. તે વિનંતી વિવેકભરી છે કે, “તમે કાઠિયાવાડ છોડીને પધારે ત્યારે જલગાંવ પધારી ત્યાં જ બિરાજે અને સૂત્રને ઉદ્ધાર કરે.” તેની પ્રાર્થનાની શક્તિ એવી છે કે, તે જેને ચાહે તેને પોતાની તરફ ખેંચી શકે છે. ધનવાન તે ઘણું લેકો હશે પરંતુ ધનનો સદુપયોગ કરવાની ઉદારતા સખનાર બહુ ઓછા લેકે હશે. શેઠજીએ શાસ્ત્રના કામ માટે જે ઉદારતા બતાવી છે તે કામ ભલે ગમે ત્યારે થાય અને હું મારા પિતાને માટે કહું છું કે શાસ્ત્રોદ્ધાર કરવા માટે હું સમર્થ નથી પરંતુ એમણે તે વિનંતી કરીને સુકૃત કમાવી લીધું છે. અને પિતાની સાથે ઉત્તરાધિકારીને પણ ઊભું કરી બતાવી આપ્યું છે કે, આ મારે પુત્ર કેવળ મારા ધનને જ ઉત્તરાધિકારી નથી પણ મારા ધર્મને પણ ઉત્તરાધિકારી છે. શેઠજીએ તે આ પ્રમાણે ઉદારતા બતાવી છે પણ તમે લેકે એ ઉદારતાનું અનુમોદન તે કરે. સમાજની સ્થિતિ તેને સાહિત્ય ઉપર જ આધાર રાખે છે. ૧૫