Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૫]
રાજકોટ–ચાતુર્માસ
[૪૭૯
પછી અસ્તરાની સાથે કાચ પણ રાખવો પડશે, તેલ પણ રાખવું પડશે અને આ પ્રમાણે આરંભની પ્રવૃત્તિ પણ વધવા પામશે. અને આ પ્રમાણે ધીરે ધીરે સાધુતાના ધ્યેયથી જ પતિત થઈ જશે.
અનાથી મુનિ કહે છે કે, હે! સાધુઓ ! જે તમે તપ-નિયમની આરાધના નહિ કરે તે શાસ્ત્ર તમને અનાથની કોટિમાં મૂકે છે. એ દશામાં તમે સાધુ નથી. ચારિત્રવાન બન્યા વિના કેવળ માથું મુંડાવાથી કે કેશલુંચન કરવાથી સંસારને પાર જઈ શકાતું નથી માટે ચારિત્રવાન બને અને સંયમનું પાલન કરી સંસારને છેદ કરે.
અનાથી મુનિ જે કાંઈ કહી રહ્યા છે તે જ વાત પ્રાર્થનામાં પણ કહેવામાં આવી છે. યોગ્ય બનીને પરમાત્માની પ્રાર્થના કરે. યોગ્યતા મેળવ્યા વિના કરવામાં આવતી પ્રાર્થના હેંગ રૂપ બની જાય છે. અનાથી મુનિ પણ એમ જ કહે છે કે, ચારિત્રવાન બન્યા વિના કેવળ વેશ ધારણ કરવો એ ઢોંગ રૂપ છે માટે ચારિત્રવાન બનો અને સાધુતાને દીપા. દ્રવ્ય વેશની સાથે ભાવને પણ સંબંધ જોડ અને દ્રવ્ય અને ભાવથી જે સાધુતાનું પાલન કરશે તે તેમાં કલ્યાણ રહેલું છે. સુદર્શન ચરિત્ર–પર
રાજા અને પ્રજા સાથે મળીને સુદર્શનને ભાવ સહિત તેને ઘેર લઈ ગયા. મનેરમાં સાચી શ્રાવિકા હતી. કેટલાક લકે કહે છે કે, શ્રાવિકા બનવાથી ગૃહકાર્યમાં મુશ્કેલી આવે છે પણ જેને ગૃહકાર્યમાં મુશ્કેલી જણાય છે તે સાચી શ્રાવિકા જ નથી. શ્રાવિકાને કોઈ ગૃહકાર્ય કરતાં અટકાવતું નથી પરંતુ ગૃહકાર્યમાં વિવેક રાખવાનું કહેવામાં આવે છે. શ્રાવિકા થયા બાદ તેણીએ એમ વિચારવું જોઈએ કે, પહેલાં હું વિવેક ઓછો રાખતી હતી પણ હું શ્રાવિકા થઈ છું એટલા માટે વિશેષ વિવેક રાખવો જોઈએ. એમ થવું ન જોઈએ કે, ઘરના માણસો મરતા હોય તે ભલે મરે પણ હું તે પાસ કરીશ. ઘરના લેકે તે પોસામાં અંતરાય પાડનારા છે. છોકરે ભૂખથી રેતે હોય તે ભલે રુવે, મારે તે મમતા ઓછી. કરવી છે. ગર્ભસ્થ બાળક મરતું હોય તો ભલે મરે પણ મારે તે તપસ્યા કરવી છે. જે આમ કરવામાં આવે તે શું તેણીને વ્યવહાર વિવેકપૂણ કહેવાય ખરો ? વિષય-વિલાસની મમતા તે છૂટી નથી અને સંતાનની દયા કરવાના સમયે આમ કહેવું એ તે મૂળવ્રત– અહિસાને નાશ કરવા બરાબર છે. શ્રી. હસરાજજી ખીંવસરા પિતાની પુત્રીને કહ્યા કરતા હતા કે, જે તારાથી સામાયિક થઈ શકતી ન હોય તો કાંઈ વાંધો નથી પણ ચુલામાં કઈ જીવ બળી ન જાય તેનું ધ્યાન રાખજે; કારણ કે એ પહેલું મૂળવત છે, પછી ગુણવત છે અને પછી શિક્ષાવત છે. અહિંસા એ મૂલવ્રત છે અને સામાયિક એ ગુણવ્રત છે. આ પ્રમાણે શ્રાવિકા થઈને વિશેષ વિવેક રાખવો જોઈએ.
મને રમા સાચી શ્રાવિકા હતી. એટલા માટે તેણીએ વિચાર્યું કે, ગૃહ ગૃહિણીનું જ હેય છે. એટલા માટે મારે સિંહાસન ઉપર બેસી ન રહેતાં ઘેર આવેલા લોકોને સત્કાર કરવો જોઈએ.
શ્રાવક-શ્રાવિકાઓએ સુદર્શન અને મનોરમાને વિવેક જોઈ વ્યવહાર ભૂલી જવો ન જોઈએ. સંસારના કામમાં તે વ્યવહાર રાખે અને ધર્મના કામમાં એમ કહે કે, “એમાં શું