Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૪૭૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
માટે તે કષ્ટથી ભય પામતા નથી અને હજામત કરાવે છે પણ પિતાની કાયરતાને કારણે કેશકુંચનમાં હિંસા થાય છે એમ કહે છે. તમે શોખને માટે તે આટલું કષ્ટ સહી લે છે અને અમે ધર્મને માટે સહીએ છીએ તે એમાં હિંસા કહેવામાં આવે છે! વાસ્તવમાં કેશલેચન કરવામાં અમે લેકે કષ્ટ માનતા નથી. હે, જયારે કેશને ખેંચવામાં આવે છે ત્યારે હું કષ્ટ જણાય છે પણ અમે તે કષ્ટોને જે પ્રમાણે તમે હજામતથી થતાં કષ્ટોને સહી લે છે તે પ્રમાણે સહી લઈએ છીએ. હવે મસ્તકને હાનિ પહોંચવાની વાત; પણ જે કેશલુંચન કરવાથી મસ્તકને કઈ પ્રકારની હાનિ પહોંચતી હોય તે ભગવાન કેશલુંચનને માર્ગ કદાપિ બતાવત નહિ. બલ્કિ મારે તે અનુભવ છે કે, કેશલુચન કર્યા બાદ જે મસ્તકને બદામ વગેરેનું તેલ મળી જાય તે મસ્તકની શક્તિ અને આંખોની જ્યોતિ વૃદ્ધિને પામે છે. - અસ્તરાથી વાળ કાપવાથી વાળ વધારે વધવા પામે છે પણ ભગવાને કેશલુંચન કરવાને એ ઉપાય બતાવ્યો છે કે, જેથી ધીરે ધીરે વાળોનું ઉગવું જ બંધ થઈ જાય છે. આ ઉપરથી જે કઈ એમ કહે કે, કેશકુંચન કરવાથી કષ્ટ થાય છે તે કષ્ટ તે ઉઘાડે પગે ચાલવાથી પગને પણ થાય છે. જે પ્રમાણે કેશલુંચનના કષ્ટથી બચવા માટે અસ્તર રાખવાની આવશ્યકતા અનુભવે છે. તે જ પ્રમાણે પગને કષ્ટથી મુક્ત કરવા માટે પાલખીની આવશ્યકતા પડશે. આ જ પ્રમાણે શીલનું પાલન કરવામાં પણ કષ્ટ ભોગવવાં પડે છે તે તે કષ્ટથી બચવા માટે સ્ત્રીની આવશ્યક્તા પણ ઊભી થશે. આ પ્રમાણે કષ્ટની દૃષ્ટિએ છૂટ લેવામાં આવશે તે તે ધીરે ધીરે દીક્ષાને જ ઉછેદ થઈ જશે. -
નમી રાજાને ઇન્ટે કહ્યું હતું કે, તમે ધર્મની પાછળ શું પડ્યા છો ? જોતા નથી કે તમારા રાણીવાસમાં કેવું રુદન થઈ રહ્યું છે! આ હિંસાનું કેવું પાપ થઈ રહ્યું છે. તે પછી તમે એ પાપને કેમ દૂર કરતા નથી? આ પ્રશ્નના ઉત્તરમાં નમી રાજાએ કહ્યું હતું કે, મારી દીક્ષાને કારણે એ કોઈ રોતા નથી, પરંતુ એ લેકે પોતપોતાના સ્વાર્થને માટે રાઈ રહ્યા છે! દીક્ષા લીધા પહેલાં તે હું દંડ પણ આપતા હતા, અને હાથમાં તલવાર લઈ બીજાને ભય પણ બતાવતા હતા પણ હવે તે હું દીક્ષા લીધા બાદ કોઈ તલવાર લઈને આવે તે પણ આંખ પણ લાલ કરું નહિ. જે હું એમ કરું તે સંયમથી જ પડી જાઉં. આ પ્રમાણે મારી દીક્ષાને કારણે એ લેકે કાંઈ રોતા નથી. તે લેકે પિતાના સ્વાર્થને માટે રિાઈ રહ્યા છે.
આ પ્રમાણે અહિંસાનું નામ લેવામાં આવે તો તે પછી દીક્ષાને જ ઉચ્છેદ થઈ જાય. સાધુઓમાં કઈ તે વર્ષમાં ત્રણ કે ચાર વાર કેશને લેચ કરે છે. બાકી વર્ષમાં એક વાર તે કેશને લેચ કરે આવશ્યક જ છે. કેશને લેચ કરતાં કેટલાક મુનિઓ સ્વાધ્યાય પણ કરતા જાય છે અને પ્રસન્નતાપૂર્વક કેશલુચન કરે છે; પરંતુ આજે લોકમાં કાયરતા આવી રહી છે અને એ કારણે જ દવાના નામે આ પ્રશ્ન કરવામાં આવે છે. - સાધુઓ માટે અહિંસાની રક્ષાર્થે જ કેશને લેચ કરવાનું બતાવવામાં આવ્યું છે. ભગ વાનનું એવું કહેવું છે કે, જે માથા ઉપર વાળ રહેશે તે પછી છની ઉત્પત્તિ પણ થશે, અને અહિંસાનું પાલન પણ થશે નહિ. જે અહિંસાની દૃષ્ટિએ કેશલુંચન કરવાનું બતાવવામાં ન આવત તે વાળ ઓળવા, તેલ લગાવવું વગેરેની પ્રવૃત્તિ પણ વધવા પામત, આ કારણે ભગવાને આ ઉપાય બતાવ્યું છે. જે લેચ કરવાને બદલે અસ્તરાથી વાળ કાપવામાં આવે તે