Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૮]
રાજકોટ–ચાતુર્માસ
[ ૪૮૫
આજકાલ તે ઈન્દ્રજાળનાં ખેલે બહુ ઓછાં થાય છે પણ પહેલાંના જમાનામાં ઈન્દ્રજાળનાં ખેલે બહુ થતા. એ ખેલમાં પલવારમાં કાંકરાના રૂપિયા બનાવવામાં આવતાં. જે કે તે ખેલ કરનાર રૂપિયા બનાવીને ફેંકતા જાય છે છતાં તમે તે એમ જાણે જ છે કે એ રૂપિયા કેવળ બતાવવા માટે જ હોય છે. જે વાસ્તવમાં એ રીતે રૂપિયા બની શકતા હોય કે તે બનાવી શકાતા હોય તે તે બજારિયા એક પૈસા માટે ભીખ શા માટે માંગે ?
જે પ્રમાણે તે ખેલ કરનાર કૌતુક કરી જગતને ઠગે છે, તે જ પ્રમાણે તે લેકે પણ જગતને ઠગનાશ છે કે જે લેકે વાસ્તવમાં સાધુતાનું પાલન કરતા નથી, પણ બહારથી સાધુતાને ટૅગ કરે છે. એવા લોકોને કારણે જ યુવાનોને ધર્મ ઉપરથી શ્રદ્ધાભાવ છે થતું જાય છે. તે લેકોને કારણે જ આજે લેકને એમ કહેતા સાંભળવામાં આવે છે કે, “ધર્મે ઘણે આડંબર ફેલાવ્યો છે અને દુનિયામાં હાહાકાર વર્તાવ્યો છે, એટલા માટે ધર્મની આવશ્યકતા નથી.” આ પ્રમાણે કહેનારા યુવકો આમ કહેવામાં ઘણી ઉતાવળ કરે છે. તેમણે સમજવું જોઈએ કે, જે આડંબર ધર્મના નામે થઈ રહ્યો છે એમાં ધર્મને શું વાંક છે?
ક્યા ધર્મમાં આડંબર કહ્યો છે? અને જ્યારે તમે આડંબરને જ ભગાવવા ચાહે છે તે પછી તમે એમ શા માટે કહેતા નથી કે અમે અધર્મનો વિરોધ કરીએ છીએ. આડંબર કરવો એવું કંઈ પણ ધર્મમાં કહેલ નથી. એ વાત જુદી છે કે, ધર્મના નામે કોઈ અધર્મ ચલાવતા હેય પણ અને વિચાર કરી જે જોઈએ કે એમાં ધર્મને શો વાંક છે ? તમે લેકે આડંબરને દૂર કરવા ચાહે છે પણ આડંબરને કારણે ધર્મને બદનામ શા માટે કરે છો અને ધર્મનો વિરોધ શા માટે કરે છે ? આડંબરને કારણે ધર્મનો વિરોધ કર એ વાત કેટલી ભૂલભરેલી છે તે એક દષ્ટાંતદ્વારા સમજાવું છું –
એક માણસે એક રીંછની સાથે મિત્રતા બાંધી. બન્ને એક બીજાના પાકા મિત્ર થઈ ગયા. તે રીંછ એકવાર સુતા હતા ત્યારે તેના શરીર ઉપર બેસતી માખીઓ અને તે માણસ ઉડાડવા લાગ્યો. થોડીવાર પછી તે રીંછ જાગે અને તેના મિત્રને કહ્યું કે, હવે તમે સુઈ જાઓ. હું માખીઓને ઉડાડતો રહીશ. તે માણસ સુઈ ગયે, રીંછ માખીઓને ઉડાડવા લાગ્યો. પણ માખીઓને તે એક જગ્યાએથી ઉડી બીજી જગ્યાએ બેસવાને સ્વભાવ હોય છે. એટલે માખીઓ સ્વભાવ પ્રમાણે એક જગ્યાએથી ઉડી બીજી જગ્યાએ બેસવા લાગી. રી છે વિચાર્યું કે, આ માખીઓ બહુ અપરાધ કરે છે માટે એ માખીઓને મારી નાંખવી જોઈએ. આ પ્રમાણે વિચાર કરી તે માખીઓને મારવા માટે એક મોટી લાકડી ઉપાડી લાવ્યા, પણ તેને એટલું જ્ઞાન ન હતું કે લાકડી વડે માખીઓને મારવા જતાં મિત્રને પણ માર પડશે. રીંછ તે અજ્ઞાન હતું, એટલે તે માખીઓને લાકડી મારવા મિત્ર ઉપર લાકડીનો ઘા કરી બેસતે. જો કે તેનો ઉદ્દેશ મિત્રને મારવાનું ન હતું પણ તેની અજ્ઞાનતાના કારણે તે મિત્રને પણ લાકડી મારી બેસતે.
આબરને કારણે ધર્મની અવહેલના ન થાય તેની સાવધાની રાખવાની આવશ્યકતા છે. ઢગને નાશ કરવા ચાહો છો એ તો ઠીક છે, અને શાસ્ત્ર પણ ઢેગને દૂર કરવાનું જ કહે છે; પરંતુ ઢગને દૂર કરવાને નામે જેમ માખીઓને બદલે મિત્રને કષ્ટ સહેવું પડવું તેમ ધર્મ કચડાઈ ન જાય તેની સાવધાની રાખવાની જરૂર છે. ધર્મની વ્યાખ્યા કરતાં કહે વામાં આવ્યું છે કે –