Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
પ૩૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો
'અનાથીમુનિ કહે છે કે, જે લેકે સાધુ થઈને પણ પાછી અનાથ બની જાય છે તેઓ અનાથ તે બને જ છે પણ આ રીતે તેઓ પતિત પણ બને છે. તે લેકે પોતાની સાધુતાની કીંમત જાણતા નથી. અનાથી મુનિ સાધુઓને કહે છે કે, સાધુતામાં દેષ લાગ અને પછી દેશને દોષ ન માને, એ સાધુતાથી પતિત થવા જેવું છે. એટલા માટે સાધુતાના પાલન વિષે સાવધાન રહો. અરિહન્તની આજ્ઞામાં ચાલનારને માટે કોઈ વાતની અપૂર્ણતા રહેતી નથી. કદાચ કઈ વખતે કોઈ પ્રકારની અપૂર્ણતા જણાય છે એમ વિચારવું કે મારે તે પરિષદો સહીને પણ અરિહન્તની આજ્ઞાનું આરાધન કરવું છે. ગજસુકુમાર મુનિના મસ્તક ઉપર ધગધગતા અંગારા મૂકવામાં આવ્યા હતાં. છતાં શું તેમણે એમ વિચાર્યું હતું કે, હું ભગવાનના શરણે આવ્યા છતાં મારા મસ્તક ઉપર અંગારાં મૂકવામાં આવે છે. તે પછી ભગવાનની આજ્ઞા માનવાનું ફલ શું મળ્યું? જે ગજસુકુમારમુનિ આમ વિચારત તે ગજબ જ થઈ જાત! ભગવાન નેમિનાથે ગજસુકુમાર મુનિની મુક્તિ થયા બાદ કૃષ્ણના કથનના જવાબમાં કહ્યું હતું કે, “ ગજસુકુમાર મુનિને એક પુરુષ સહાયક મળ્યો હતો. જ્યારે ભગવાને પણ આમ કહ્યું. ત્યારે ગજસુકુમાર મુનિની ભાવના કેવી રહી? હશે ? આ વાતને ધ્યાનમાં રાખી કોઈ વાતની અપૂર્ણતા જણાય છે એમ વિચારે કે, મારે તે ભગવાનની આજ્ઞાનું પાલન કરવું છે. કેઈવાર આહાર ન મળે તે એમ વિચારવું કે આજે મને આહારપાણી મળ્યાં નથી અને મને બહુ ફુધા-પિપાસા લાગી છે; પરંતુ આ પ્રકારની સુધાય ઘણીવાર મેં સહન કરી છે. એટલા માટે એવા સમયે વેદનાને સમતાપૂર્વક સહેવી અને ભગવાનનું ભજન કરવું જોઈએ.. .
. . . આ પ્રમાણે વિચાર કરી કષ્ટના સમયે ઉચ્ચ ભાવનાં ભાવવામાં આવે તો તે વખતે કદાચિત્ આ શરીર પડી પણ જાય તે પણ આત્માનું તે કલ્યાણ જ થઈ જાય. આ પ્રમાણે દઢ રહી જે ધર્મનું પાલન કરે છે, તેને કઈ પ્રકારની અપૂર્ણતા જણાતી જ નથી. શાસ્ત્રમાં
देवा वि तं नमस्सन्ति, जस्स धम्मे सया मणों । - જ્યારે દધીને દેવો પણ નમસ્કાર કરે છે તે એવા ધમને કઈ વાતની ખામી રહી શકે ? એટલા માટે જે પ્રમાણે સુદર્શન મુનિએ દઢતાપૂર્વક ધર્મનું પાલન કર્યું અને ધર્મને માટે જે કષ્ટો માથે પડ્યાં તે કશે સમતાપૂર્વક સહ્યાં તે જ પ્રમાણે તમે. ધર્મનું પાલન કરે છે તેમાં કલ્યાણ છે. સુદર્શન ચરિત્ર–પ૯
કલાકુશલ " હી તુમ જાનું, ઈસસે વિલસા ભેગ; ઐસા નર નહીં ઈસ દુનિયા, રૂપ કલા ગુન ગ. ધન રેટા બની કપટ શ્રાવિકા વેશ્યા, મુનિ ભિક્ષા કે આયા; અન્દર લે કે તીન દિવસ તક, નાનાવિધ લલચાયા. ધનજરા ધ્યાન ધ્રુવ જબ રહ્યા મુનીશ્વર, વેશ્યા તજ અભિમાન; વંદન કર મુનિજીકે છે. વનમે ઠાયા ધ્યાન ધન ૩૦