Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
----
પ૬૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આ સુદર્શન ચરિત્ર–૬૨ - સુદર્શન મુનિ ઉપસર્ગો-પરિષહેને કેવી રીતે સહન કરે છે તે જુઓ. ઉપસર્ગો-પરિષ સહેવાં એમાં તે સાધુતાની કરી રહેલી છે. સાધુઓ અનુકૂલ કે પ્રતિકૂલ ગમે તેવા સંજોગોમાં ગભરાતા નથી પરંતુ સમતાપૂર્વક ઉપસર્ગ–પરિષહને સહે છે અને સાધુતાની રક્ષા કરે છે.
અભયા વ્યન્તરી આય મુનિ કે, બહુત કિયા ઉપસર્ગ; પ્રતિકૂલ ‘અનુકૂલ રીતિસે, અહે કર્મકા વગે. ધન ૧૩૨ ૫ સમ્યફ સહન ક્યિા મુનિજીને, ધરતા શુકલ દયાન,
ક્ષપક શ્રેણિકે ઉલંઘ કર, પાયા કેવલ જ્ઞાન. છે ધન ૧૩૩ મા અભયા વ્યંતરીએ સુદર્શનને અનુકૂલ અને પ્રતિકૂલ એમ બંને પ્રકારના અનેક ઉપસર્ગો આપ્યાં પણ સુદર્શને એ બધાં ઉપસર્ગોને સમતા અને દઢતાપૂર્વક સાં. કઈ તે અનુકૂલ ઉપસર્ગ સહીને પ્રતિકૂલ ઉપસર્ગથી વિચલિત થઈ જાય છે અને કોઈ પ્રતિકૂલ ઉપસર્ગ સહીને અનુકૂલ ઉપસર્ગથી વિચલિત થઈ જાય છે, પણ સુદર્શન મુનિ અનુકૂલ અને પ્રતિકૂળ એમ બંને પ્રકારનાં ઉપસર્ગો દઢતાપૂર્વક સહેતા રહ્યા. શ્રી જ્ઞાતાસૂત્રમાં ભગવાને વૃક્ષનું ઉદાહરણ આપી કહ્યું છે કે, જે પ્રમાણે વૃક્ષ અનુકૂલ અને પ્રતિકૂલ એમ બંને પ્રકારની સ્થિતિને સમાનરૂપે સહન કરીને સ્થિર ઉભું રહે છે, વિચલિત થતું નથી; તે જ પ્રમાણે મુનિઓએ પણ અનુકૂલ અને પ્રતિકૂલ બંને પ્રકારનાં ઉપસર્ગો સહેવાં જોઈએ.
અભયાદ્વારા આપવામાં આવેલાં ઉપસર્ગોને સહેતી વખતે સુદર્શન મુનિની ભાવના કેવી રહી હશે એ કણ કહી શકે ! છાન્દોગ્યોપનિષતમાં એક શ્રુતિ આવી છે. એ શ્રુતિને અર્થ જે દષ્ટિએ કરવામાં આવે તે તેને ઘણો સારો અર્થ થઈ શકે. બીજી દષ્ટિએ કરવામાં આવેલ એ શ્રુતિને અર્થ મેં જેએલ છે પણ મારી દ્રષ્ટિમાં એ અર્થ બરાબર બંધ બેસવે નથી. તેને અર્થ તે જૈનદષ્ટિએ જ બંધ બેસી શકે છે. તે શ્રુતિ નીચે પ્રમાણે છે –
अथ एष सम्प्रसादो अस्माच्छरीरात समुत्थाय परं ज्योतिरूपं सम्पद्य स्वेन रूपेणाभिनिष्पद्यत एष आत्मेति होवाच ॥
એક પુરુષે કઈ મહાત્માને આત્માનું સ્વરૂપ પૂછયું. જેનદષ્ટિએ આત્મા તેને જ કહેવામાં આવે છે જે શબ્દાદિ નથી પિતાનામાં જ તલ્લીન હેય. જે શરીરાદિને ધ્યાસમાં હોય તેને નિશ્ચય નયની દૃષ્ટિએ આત્મા કહી શકાતું નથી. આ જ પ્રમાણે ઉપનિષતમાં ગુરુએ શિષ્યના પ્રશ્નના જવાબમાં કહ્યું કે, “હું શરીર નથી એમ માનીને શરીરના બ્લાસનો ત્યાગ કરે અને પિતાને શરીરથી પૃથક્ માની પિતાના સ્વરૂપને પ્રાપ્ત કરે.” તે આત્મા છે. આ જ પ્રમાણે જેનગ્રન્થોમાં પણ કહ્યું છે કે
अटकम्मं पासबद्धो जीवो संसारचारए ठाई।
अट्टकम्मपासमुक्को आया शिवमन्दिरं ठाई ॥ છે. અર્થાત–જે આઠ પ્રકારના કર્મના પાશથી મુક્ત છે અને જે શિવમંદિરને પ્રાપ્ત થાય છે, નિશ્ચયમાં તે જ આત્મા છે. છે. મતલબ કે, જેનશાસ્ત્ર કહે છે કે, શરીરનો વ્યાસ છોડી જે પિતાના રૂપમાં આવે છે અને ઉન્નતિ કરી એક્ષને પ્રાપ્ત થાય છે તે જ શિવ છે અને તે જ આત્મા છે. મારી