Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુઠ્ઠી ૭ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૫૫૯
કુરરી પક્ષીને માટે એમ કહેવામાં આવે છે કે, જ્યાં તે પાણીના સરેવરાની બહુલતા હાય છે ત્યાં આ પક્ષી રહે છે. તે કાળા રંગનું હેાય છે, તે માછલીનું માંસ ખાય છે. તે આખા દિવસ માછલીના માંસના લાભમાં જ રહે છે અને માંસાદિ ખાઈને પણ તે પક્ષી શાન્ત રહેતું નથી પણ તે રાયા જ કરે છે.
આ કારણે કુરરી નામના પક્ષીનું ઉદાહરણ આપી તેઓ કહે છે કુરરી પક્ષીની માફક ભોગપભોગામાં ગૃદ્ધિ રાખે છે અને એ કારણે તે
કે, તે અસાધુએ કષ્ટાને પામે છે.
ભગવાન અનાથી મુનિએ કુરરી પક્ષીનું ઉદાહરણ શા માટે આપ્યું છે. તેને વિશેષ વિચાર તે યથાસમયે કરવામાં આવશે પણ- આપણે એ સમજવું જોઈએ કે, મહાત્મા લેાકાએ પશુ-પક્ષીનું ઉદાહરણ આપી જે નિયમ સિંધુને માટે હાય છે તે જ નિયમ એક જલબિંદુને માટે હાય છે, એ બતાવ્યું છે. આ જ પ્રમાણે જે ઉપદેશ સાધુઓના માટે હાય છે તે જ ઉપદેશ પાતપાતાની યાગ્યતાનુસાર બધાએ સમજવા જોઈએ. તમારે એ પણ સમજવું જોઈએ ! પશુ-પક્ષીએ જ નહિ પરંતુ આ આખા સંસારની દરેક વસ્તુઓ કાંઈ ને કાંઈ શિક્ષા આપે છે; અને સંસારનાં સારાં કે ખરાબ દરેક પદાર્થો કાઈ ને કાઈ પ્રકારે આત્માનું ઉત્થાન કરવામાં સહાય હાય જ છે. આ વાત બતાવવા માટે જ અનાથી મુનિએ કુરરી પક્ષીનું ઉદાહરણ આપી કહ્યું છે કે, જે પ્રમાણે કુરરી પક્ષી માંસની ગૃદ્ધિને કારણે દુઃખ પામે છે તે જ પ્રમાણે જે સાધુ થઈ ને પણ્ સંસારભાવનામાં ગૃહિ રાખે છે તે પણ દુઃખને પામે છે.
જે પ્રમાણે સડેલી નારંગી પેાતાની હાનિ તે કરે જ છે પણ સાથે સાથે જે તેની સંગતિ કરે છે તેની પણ હાનિ કરે છે; આ જ પ્રમાણે જે જિનાજ્ઞાના લેપ કરે છે તે પેાતાની હાનિ તેા કરે જ છે પણ જે તેને સંગ કરે છે તેની પણ હાનિ કરે છે.
કદાચ કાઈ કહે કે, અનાથી મુનિને કુશીલા ઉપર દ્વેષ હતા કારણે જ તેમણે આ પ્રમાણે તેમની વિરુદ્ધમાં કહ્યું છે, પણ આમ સમજવું એ ભૂલ છે. અનાથી મુનિને તે તે કુશીલા ઉપર પણ પ્રેમભાવ છે અને એ કારણે જ તેઓ આમ કહી રહ્યા છે. પિતા પેાતાના પુત્રને કડક શિક્ષા પણ આપે છે પણ એ કારણે પિતાને પુત્રના શત્રુ કહી શકાય નહિ. પિતા પુત્રને કડક શિક્ષા આપીને એમ જ ચાહે છે કે, મારા પુત્ર ખરાબ રસ્તે ન જાય. જો કાઈ પિતાના પુત્ર ખરાબ રસ્તે જાય તે તેથી પિતાને પણ દુઃખ થાય છે. એટલા જ માટે પિતા પુત્રને કડક શિક્ષા આપે છે અને એ રીતે તેને સુધારવાને પ્રયત્ન કરે છે. આ જ પ્રમાણે અનાથી મુનિ પણ સાધુઓને શિક્ષા આપે છે. રાજીમતિએ રથનેમિને કહ્યું હતું કે, ‘ હે ! અપયશકામી ! તારા માટે મરણુ એ જ શ્રેયસ્કર છે. ' રાજીમતિએ આમ કહ્યું હતું તે શું રાજીમતિને રથનેમિ ઉપર કાઈ પ્રકારના દ્વેષ હતા ? ડાક્ટર રાગીને ચીરા લગાવે છે તા તે રાગીના પ્રેમ કરે છે કે દ્વેષ કરે છે ? ડૉકટર કહે છે કે, હું ને ચીરું છું પણ દર્દી ઉપર તેા મા કરુણાભાવ જ છે. આ જ પ્રમાણે અનાથી મુનિ પણ સાધુએ ઉપર કરુણા રાખીને જ આ પ્રમાણે શિક્ષા આપે છે. તેમને કાઈના પ્રતિ દ્વેષભાવ નથી. તે તે સાધુએના આત્માને શાન્તિ મળે એ જ શુભાશયથી આમ કહે છે. જો સાધુએ અનાથી મુનિની શિક્ષા માને તે તેમનું પેાતાનું પણ કલ્યાણ થાય અને સાથે સાથે તમારા લેકાનું પણ કલ્યાણ થાય.