Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદી ૭]
રાજકેટ-ચાતુર્માસ
[૫૫૭
સાંભળ્યું છે કે, મેવાડમાં ભીલેનું જોર ઘણું વધવા પામ્યું હતું અને તેઓ જ્યાં ત્યાં લૂંટ ચલાવતા હતા, તે વખતે રાણું ફતેહસિંહ હતા. તેમણે માનસિંહ અને સરદારસિંહને ભીલનું દમન કરવા માટે નિયુક્ત કર્યા. તેઓએ ભીલોને એવા દબાવ્યા કે, ભીલ લકે તેમનું નામ સાંભળતાં જ કંપી ઉઠતા. એમની એવી ધાક પડી હતી કે, ચોરે તેમનું નામ સાંભળતાં જ ભાગી જતા.
આ જ પ્રમાણે જો તમે પરમાત્માના ભક્ત છો તે તે કામ-ક્રોધ વગેરે તમને જીતી શકે જ નહિ. અને જે કામ-ક્રોધાદિથી તમે પરાજિત થઈ ગયા તે પછી એમ કહેવું જ પડશે કે, તમે પરમાત્માના સાચા ભક્ત બન્યા નથી. અનાથી મુનિને અધિકાર-૬૨
અનાથી મુનિ પણ રાજા શ્રેણિકને એ જ વાત કહી રહ્યા છે કે – . एमेव हु छंदकुसीलरूवे, मग विराहित्तु जिणुत्तमाणं ।
कुररी वि वा भोमरसाणुगिद्धा, निरसोया परियारमेइ॥५०॥ “હે રાજન ! હું અનાથતાનું રૂપ બતાવું છું. કેટલાક લેકે અનાથતામાંથી નીકળવા માટે સાધુપણું તે ધારણ કરે છે પણ સંસારભાવના તેમને પાછા સંસારભાવનામાં ઘસેડી લઈ જાય છે. મેં જે કઈ કહ્યું છે તેને સારી માત્ર એટલું જ છે કે, જે સ્વચ્છંદતાને ત્યાગ કરતા નથી અને ભગવાનની આજ્ઞામાં વિચરતો નથી તે કુશીલ છે અને એ કુશલ ઉત્તમ જિનમાર્ગની વિરાધના કરે છે. ” કુશીલ કેને કહેવાય ! એને માટે કહ્યું છે કે
कुत्सितं शीलं यस्य इति कुशीलः । * જે સાધુતાનું પાલન કરતા નથી પણ કેવળ સાધુને વેશ જ ધાણુ કરી રાખે છે તે -કુશીલ છે. એવો કુશીલ જિનમાર્ગની વિરાધના કરનાર હેય છે,
મેં પહેલાં કહ્યું હતું કે, બજારમાં તમે કેળા-નારંગી ખરીદવા ગયા. તમે જોયું કે, કેળાં નારંગી આકાર પ્રકારમાં ઉપરથી તે સારાં છે પરંતુ અંદરથી ખરાબ છે. તે શું તમે એવાં કેળાં–નારંગીને ખરીદશે ? નહિ. શા માટે નહિ ? કેળાં-નારંગીને આકાર પ્રકાર છે સારાં કેળાં–નારંગી જેવો જ છે છતાં તે કેળાં–નારંગી ન ખરીદવાનું શું કારણ ? આના ઉત્તરમાં તમે એમ જ કહેશે કે, અમારે કેવળ આકાર કે રૂપરંગ જ જોવાં નથી પરંતુ તેની સાથે એ જોવાનું છે કે, તેમાં જીવનદાયક અને શરીરને પોષક તત્ત્વ છે કે નહિ ? જેમાં જીવનદાયક તો જણાશે તે જ નારંગી કે કેળાં અમે ખરીદવા ચાહિએ છીએ.
તમે બે પૈસાની નારંગી કે બે પૈસાનાં કેળાં લેવા માટે તે આટલું જુઓ છો પણ જેમની સાથે આત્માના કલ્યાણ-અકલ્યાણને સંબંધ રહે છે તે સાધુઓ માટે એ નથી જોતા કે, અમે જેમને સાધુ માની રહ્યા છીએ તેમનામાં અમારા આત્માનું કલ્યાણ કરવાનાં ગુણો છે કે નહિ ? સાધુઓના વિષે પણ તમારે કેવળ ઉપરને વેશ જ જો ન જોઈએ કિન્તુ અંદરના ગુણો પણ જોવા જોઈએ. જેમની સંગતિ કરવાથી તમારા આત્મામાં રહેલી સાધુતા જાગ્રત થાય તે સાધુઓની સંગતિ છે પરંતુ જે સંગતિથી સાધુતાની હાનિ થાય તે અસાધુઓની સંગતિ છે. આ પ્રમાણે આત્માનાં ગુણોની હાનિ કરનારાઓને માનવાથી અને