Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
પપર] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો તેણે ખુદાને હુકમ મા નહિ. ત્યારે ખુદાએ તેને ધમકાવ્યો અને તે શેતાન બની ગયે. આ કથનને સાર માત્ર એટલો જ છે કે, ધર્મનું મહત્વ જાણનાર દેવ પણ મનુષ્યને નમસ્કાર કરે છે. જે ધર્મનું મહત્ત્વ જાણે છે તે દેવો પણ મનુષ્યજન્મની પ્રશંસા કરે છે પરંતુ જે દેવા ધર્મનું મહત્ત્વ જાણતા નથી તેઓ મનુષ્યજન્મની નિંદા કરે છે. જે ધર્મને સમજીને ધર્મને કારણે મનુષ્યને માથું નમાવે છે તેને તે શાસ્ત્ર પણ દેવ કહે છે પણ જે ધર્મનું મહત્વ જાણતો નથી પણ ધર્મને દ્રોહ કરે છે. શાસ્ત્ર તેને પિશાચ કહે છે. આ
આ પ્રમાણે અભયાનું પતન થયું. તે વ્યન્તરી થઈ, પિશાચિની થઈ. તેણીએ સુદર્શન મુનિને ધ્યાનમાંથી વિચલિત કરવાનો નિશ્ચય કર્યો. અને એને માટે તેણીએ વિચાર્યું કે, પહેલાં મીઠા વિષ'ની જે અનુકૂલ પરિષહ આપો. '
કટુ વિષથી બચવું તે સરલ છે પણ મીઠા વિષથી બચવું બહુ જ મુશ્કેલ છે. એટલા માટે વ્યસ્તરીએ અનુકૂલ પરિષહ આપવા માટે એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. અને સુદર્શનની પાસે જઈ તે નમ્રતાપૂર્વક કહેવા લાગી કે, “તમારું તપ ફળ્યું છે. તમે જે સુખને માટે તપાસાધના કરે છે તે સુખ આપવા માટે હું તમારી સામે હાજર થઈ છું, માટે તમે મારો સ્વીકાર કરે.
આ પ્રમાણે કહીને વ્યન્તરી સ્ત્રીઓના હાવભાવ બતાવવા લાગી અને સુદર્શનને ડગા. વવાનો પ્રયત્ન કરવા લાગી; પણ સુદર્શન તે પહેલાંની માફક જ ધ્યાનમાં અડોલ રહ્યા. સુદર્શન મુનિ ધ્યાનમાં વિચારતા હતા કે, આ માતા સત્ય કહી રહી છે. મારી તપાસાધના ત્યારે જ સફળ થાય કે જ્યારે હું કામ-ક્રોધને જીતી લઉં. જ્યાં સુધી હું કામ-ક્રોધને છતી. ન શકું, ત્યાં સુધી મારી તપસાધના સફળ થઈ કહેવાય નહિ. આ પ્રમાણે વિચાર કરતાં કરતાં સુદર્શન મુનિ ધ્યાનમાં વધારે મશગૂલ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે, “મેં ગ્રામ નગરને. તે ત્યાગ કર્યો છે પણ આ જંગલમાં પણ મારી પરીક્ષા થવાની બાકી છે. મારી પરીક્ષાને સારો સમય તે આ જ છે. આ માતા મારી કાંઈ હાનિ કરતી નથી તેમ કરી પણ ન શકે. હાનિ કે લાભ તે પિતાને આત્મા જ કરી શકે છે. જ્યારે હું મારા આત્માને જ પતિત થવા નહિ દઉં તે પછી આ માતા મારું શું કરી શકશે ? હું જંગલમાં રહેવા લાગે છું પણ મારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, કેવલ અરણ્યવાસથી કાંઈ થઈ શકતું નથી. જે કાંઈ થાય છે તે આત્મતત્વને જાણવાથી જ થાય છે. જંગલમાં રહેવા છતાં પણ જે આત્મતત્ત્વને ન જાણ્યું તે જંગલમાં રહેવું નકામું છે.”
અભય વ્યક્તરી હાવભાવ બતાવતી હતી પણ જ્યારે તેણીએ જોયું કે, તે મુનિ તે. અડોલ ધ્યાનમાં બેઠા હતા. આ જોઈ વ્યન્તરી કહેવા લાગી કે, “આ કે પત્થર જેવો છે! તે તે મારા સામું જેતે પણ નથી અને એ રીતે તે મારા રૂપયૌવનનું પણ અપમાન કરે છે. આમ તે સીધી રીતે નહિ માને એને તે બીજી જ રીતે મનાવે પડશે.”
આ પ્રમાણે વિચાર કરી વ્યન્તરીએ ભયંકર પિશાચિનીનું રૂપ ધારણ કર્યું. તે હાથમાં તલવાર લઈ અને જીભને બહાર કાઢી સુદર્શન મુનિને કહેવા લાગી કે, હે ! અપથપ્રાથી ! તું આ બે ઢગ કરી બેઠો છે અને મારી સામે જે પણ નથી. કાં તે તું મારા પગમાં પડ અને હું કહું તેમ કર નહિ તે આ મારી તાતી તલવાર જોઈ લે.