Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૫૧૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
એવી રીતે સ્વતંત્ર બનાવ કે તેનામાં કઈ પ્રકારની ગુલામી જ રહેવા ન પામે. જે આ પ્રકારની વિદ્યાઓથી કઈ નાથ બની શકતા હતા તે તે એવી વિદ્યાઓમાં દેવતા પૂર્ણ હોય છે. તેઓ વૈક્રિય લબ્ધિથી જે ચાહે તે કરી શકે છે. છતાં તેઓ એથી સનાથ નથી પણ અનાથ છે.
નાથ કેવી રીતે બની શકાય એ વાત અનાથી મુનિ પહેલાં કહી ચૂક્યા છે. તેમણે પહેલાં જ કહી દીધું છે કે, મન્ત્ર અને વિદ્યાના જાણકાર લોકેએ મને સાજો કરવા માટે અનેક પ્રયત્નો કર્યા છતાં પણ મારે રોગ દૂર થશે નહિ. જે એ વિદ્યાદ્વારા સનાથ બની શકાતું હેત તે પછી મારે રેગ કેમ ચાલ્યો ન જાત! * કઈ એમ કહે કે, અનાથી મુનિને રેગ ચા ન ગયે તેથી શું થયું ? મંત્રવિદ્યા આદિથી રેગ ચાલ્યા પણ જાય છે ને? કદાચ મંત્રવિદ્યા આદિથી રેભલે ચાલ્યા જાય, પરંતુ મન્નાદિથી રેગ ચાલ્યા જવા બાદ એ જ વિચાર આવે છે કે, જે શક્તિ છે તે આનામાં જ છે અને એ જ મારા માટે વંદ્ય-પૂજ્ય છે. એ તે સાધારણ નિયમ છે કે, જે ભાવના ભાવવાથી રોગ ચાલ્યો જાય છે, તે ભાવના પ્રતિ આત્મામાં ગુલામી આવી જાય છે. આ જ કારણે અનાથી મુનિ એમ કહે છે કે, “એ બહુ સારું થયું કે, મારો રેગ જંગ-મંત્રાદિથી દૂર ન થયો, પણ સંયમની ભાવનાથી મારો રેગ ચાલ્યો ગયો. વળી એ પણ બહુ સારું થયું કે સંયમની ભાવના કરવાથી હું સનાથ-અનાથને ભેદ પણ સમજી શક્યો.”
હવે તમે એ વાતને વિચાર કરે છે, તમારે સાધુની સંગતિ સનાથ બનવા માટે કરવી છે કે અનાથ બનવા માટે ? સાધુની સંગતિ સનાથ બનવા માટે જ કરવામાં આવે છે, એટલા જ માટે -શાસ્ત્રકાશ કહે છે કે, જે સાધુ થઈને લક્ષણ, સ્વમ, નિમિત્ત, કૌતુહલ આદિ કરે છે અને બતાવે છે તેને જે નિર્ચન્ય સમજીને, તમો તેના શરણે જશે તે અનાથ જ રહેશે. જોકે લક્ષણાદિઠારા રોગો મટાડવા ચાહે છે પરંતુ રોગો પેદા કેમ થાય છે તેને પહેલાં વિચાર કરો. રાગ અનાથતાથી જ પેદા થાય છે. લક્ષણાદિદ્વારા અનેકવાર રોગો મટાડવામાં આવ્યાં, પણ અનાથતા ન મટી અને તે કારણે રેગો પણ ન મટયાં. એટલા માટે અનાથતામાંથી નીકળી સનાથ બનાવાની ભાવના કરે. સનાથ મટી જ્યારે સનાથ બનશે ત્યારે રોગો પણ સર્વથા ચાલ્યા જશે. જો તમે અનાથી મુનિની માફક એકદમ સનાથ બની ન શકો તે પણ તમારી ભાવના જો સનાથ બનવાની હશે તો કઈ વખતે તમે પણ સનાથ બની શકશે.
अनेकजन्मसंसिद्धिस्ततो याति परां गतिम् । જે તમે એકદમ મંત્ર, જંત્ર વગેરેની સહાયતા લેવાને ત્યાગ ન કરી શકે, તે પણ ભાવના તે મંત્ર-જંત્રાદિની સહાયતાને ત્યાગ કરવાની જ રાખો. કદાચ તમે એમ પણ કહી દે કે, અમારાથી આ ભવમાં તે એવું બની શકે એમ નથી, પરંતુ જે સાધુ થએલ છે તે એમ કહી ન શકે કે, આ ભવમાં તે સાધુપણું પાળી શકીશ નહિ, આવતા ભવમાં એ વિષે જોઈ લેવાશે. જે કઈ સાધુ થઈને પણ આમ કહે અને લક્ષણ-સ્વપ્ન-નિમિત્તાદિ બતાવવાના ફંદામાં પડે તે તેને મન શાસ્ત્ર પ્રમાણભૂત છે કે લક્ષણાદિ પ્રમાણભૂત છે? તે વિષે વિચાર કરવો જોઈએ.
કદાચ કોઈ એમ કહે કે, સાધુઓમાં પણ ધર્મ ક્યાં છે! જો ધર્મ હોય તે તેમને