Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૦))] રાજકેટ–ચાતુર્માસ
[ ૨૧૯ રોગ કેમ થાય? પરંતુ જે સાચા મહાત્મા હોય છે તેઓ તે શરીરમાં રેગ રહેવા જ દેવા ચાહે છે. તે રોગને દૂર કરવા ચાહતા નથી.
સનકુમાર ચક્રવર્તીના શરીરમાં જ્યારે રેગો પેદા થયા હતા, ત્યારે તેમણે રોગને મટાડવાને ઉપાય ન કરતાં સંયમ ધારણ કર્યો હતો. જે તેઓ ચાહત તે છ ખંડના સ્વામી હોવાથી અનેક પ્રકારના ઉપાયો કરી શકતા હતા, પણ તેમણે રોગ મટાડવાનો પ્રયત્ન ન કર્યો, પરંતુ એમ કહ્યું કે, એ રોગ તે મારા મિત્રો છે કે જેઓ મને જાગ્રત કરવા આવ્યા છે. સંયમ લીધા બાદ દેએ તેમની પાસે આવી કહ્યું કે, આપના શરીરમાં અનેક રોગો પેદા થવા પામ્યા છે તે આ મારી દવા લે તે આપના રેગ શાન્ત થઈ જશે! આના ઉત્તરમાં સનકુમાર ઋષિએ કહ્યું કે, મને બે પ્રકારના રોગો થયા છે. એક તે મને આત્માને રોગ થયો છે અને બીજે શરીરને રોગ થયો છે. આત્માને કર્મને રેગ છે. તું આ બે પ્રકારના રોગોમાંથી કયા રોગને મટાડવા ચાહે છે! કર્મના રોગને મટાડી આત્માને નિરેગ બનાવવા ચાહે છે કે શરીરના રોગને મટાડવા ચાહે છે! દેવે કહ્યું કે, હું કર્મના રોગને તે મટાડી શકું નહિ. હું તે શરીરના રોગને મટાડવા ચાહું છું. ત્યારે ઋષિએ જવાબ આપ્યો કે, એમાં શું છે! શરીરનાં રોગોને તે મેં જ ટકાવી રાખ્યા છે, એટલા જ માટે તે રહેલાં છે, નહિ તે તે ટકી ન શકે. આ પ્રમાણે કહી તેમણે પોતાની એક આંગળી જ્યાં રોગ થયો હતો ત્યાં લગાવી ત્યાં તે તે શરીરને ભાગ કંચનવ બની ગયો. ઋષિએ કહ્યું કે, શરીરનાં રોગે તે આ પ્રમાણે દૂર કરી શકાય છે, પરંતુ તે રેગે તે મારા મિત્ર છે, કારણ કે એ રંગરૂપ મિત્રોએ જ મને જાગ્રત કરેલ છે એટલા માટે એ રોગરૂપ, મિત્રોને દૂર કરવા ચાહતો નથી. હું આ રોગરૂપ મિત્રોની સહાયતાથી જ કર્મના રોગોને મટાડવા ચાહું છું.
આ પ્રમાણે સાચા મહાત્માઓ રોગને તે મિત્ર માને છે. આ કથનને એવો અર્થ નથી કે, સ્થવિરકલ્પી સાધુઓ દવા લેતા જ નથી. દવા તે તેઓ લે છે પણ દવાથી પિતાને સનાથ થએલા માનતા નથી. તેઓ સનાથ કેવી રીતે બનવા ચાહે છે એ વાત તમે સુદર્શન મુનિની ચરિત્રકથાદ્વારા સાંભળી રહ્યા છે.
સંસારના લોકે ચમત્કાર જોવા ચાહે છે- પણ યંત્ર-મંત્રમાં ચમત્કાર છે તે ભાવનામાં કેટલો બધે ચમત્કાર છે તે જુઓ. ભાવનામાં જંત્ર-મંત્ર કરતાં અનંતગણ ચમત્કાર છે, પરંતુ તે ચમત્કાર ઉપર વિશ્વાસ રહેતું નથી. જોકે સ્વદેશ અને સ્વવિચારને ભૂલી જઈ બીજાઓ ઉપર જ વિશ્વાસ કરી રહ્યા છે, પણ પિતાની ભાવનાને જતા નથી, અને ડોકટર વિના અમારું કામ ચાલી જ શકતું નથી એમ વિચારે છે.
એક માસ્તરે મને જે હકીકત કહી છે તે સાંભળી ઘણું જ આશ્ચર્ય થયું. જે માસ્તર કહેતા હતા કે, મારા શરીરમાં બીજા માથા જેવડું મોટું ગુમડું થયું હતું અને મારું શરીર શક્કરની બીમારીથી-મીઠી પેશાબના રોગથી–સૂજી ગયું હતું. મરી જવાને ભય લાગે એટલે ઑપરેશન કરાવવાનું નક્કી થયું, પણ મારી સ્ત્રીને ન જાણે એવી ધૂન આવી કે ઓપરેશન ન કરાવવું અને આ વાતની તેણીએ હઠ પકડી. લેકે કહેવા લાગ્યા કે, ઑપરેશન કર્યા વિના આ કેમ બચી શકશે ! એટલામાં જ આબુના એક સાધુ અનાયાસે જ મારા ઘેર આવી ચડયા. તેમણે મારે રેગ જોઈ મને ચેખાથી પણ નાની ટીકડી નાગરવેલના પાનમાં