Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
==
વદ ૦)) ] રાજકેટ-ચાતુર્માસ
[ પાક જૈન અને બૌદ્ધ ગ્રન્થમાં પટનાનું ઘણું વર્ણન મળે છે. તે વખતે પટનાનું નામ પાટલિપુત્ર હતું. પંડિતા ભાગીને તે શહેરમાં ગઈ. તે રૂપવતી તે હતી જ અને એ કારણે રાજાને ત્યાં સ્થાન પણ મળ્યું હતું. એટલે તે એક વૈશ્યાને ઘેર દાસી બનીને રહેવા લાગી અને નીચ વૃત્તિથી પિતાનું પેટ ભરવા લાગી.
રાજા ઘેર આવ્યો. તેણે દાસીને કહ્યું કે, રાણીને બેલાવી લો અને તેને કહે કે, જો કે તેણીએ કામ તે ઘણું જ ખરાબ કર્યું છે છતાં તે કોઈ પણ પ્રકારને ભય ન રાખે. પડેલાને પાટું મારવું ઉચિત નથી.
આજે તે પડેલાને પાટું મારવામાં આવે છે. પાત્રમ્ furfaહ્યું એ કથનાનુસાર અપરાધીની વધારે ભર્સના કરવામાં આવે છે.
રાજાએ દાસીને કહ્યું કે, અભયાને કહે કે તે નિર્ભય રહે. જ્યારે સુદર્શને જ તેને ક્ષમા આપી છે તે પછી મારે તે તેને ક્ષમા આપવી જ જોઈએ.
દાસી રાણીને બેલાવવા માટે મહેલમાં ગઈ. મહેલમાં જઈને જોયું તે રાણી મરેલી પડી છે. દાસી મહેલમાંથી પાછી ફરી રાજા પાસે આવી અને કહ્યું કે, મહારાજ ! ગજબ થઈ ગયો. રાણી તે મરી ગઈ છે. રાજાએ પૂછયું કે, કેવી રીતે મરી ગઈ? દાસીએ કહ્યું કે, ગળે ફાંસો ખાઈ રાણી મરી ગઈ છે. આ સાંભળી રાજા કહેવા લાગ્યું કે, ધન્ય છે સુદર્શનને કે જેણે મને આવી ઉચ્ચ ભાવનાની શિક્ષા આપી. જે તેણે મને ઉપદેશ આપ્યો ન હોત તો રાણ મરી ગઈ છે તે પણ તેના પ્રતિ ક્રોધ કરત. જે થયું તે થયું, હવે, ચાલે રાણીના શબની અત્યેષ્ટિ યોગ્યરીતિએ કરવી જોઈએ. એમાં કોઈ પ્રકારને ભેદ રાખવો ન જોઈએ.
- આજે તે શબ ઉપર પણ લેકે વૈર રાખે છે અને અમે તેને ઉપાડવા નહિ જઈએ એમ કહે છે; પરંતુ રાજાએ એ કઈ પ્રકારનો ભેદભાવ ન રાખ્યો પણ સણની અપેષ્ટિ જે રીતિએ કરવી જોઈએ તે રીતિએ કરી.
સુદર્શને રાણીના મૃત્યુના સમાચાર સાંભળ્યા. તેણે મને રમાને કહ્યું કે, હવે મારે સંસારની જાળમાંથી નીકળવું છે અને દીક્ષા લેવી છે.
હવે સુદર્શન કેવી રીતે દીક્ષા લે છે અને આગળ શું થાય છે તેને વિચાર હવે પછી આગળ કરવામાં આવશે.